અમિતાભે હોસ્પિટલમાંથી ચાહકોનો આભાર માનતા કહ્યું, ફેન્સ માટે ઘણું લખવાનું મન થાય છે પણ…

11 દિવસથી હોસ્પિટલમાં દાખલ અમિતાભે ચાહકોનો માન્યો આભાર – ફેન્સ માટે ઘણું લખવાનું મન થાય છે પણ શરીર સાથ નથી આપી રહ્યું, અમિતાભ બચ્ચન તેમના દિકરા અભિષેક બચ્ચન તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન તેમની પૌત્રી આરાધ્ય બચ્ચન આ ચાર સભ્યો કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત થયા છે અને હાલ તેમની સરવાર ચાલી રહી છે.

image source

અમિતાભને 21મી જુલાઈના રોજ મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે મંગળવાના રોજ તેમને હોસ્પિટલમાં 11 દિવસ થશે. જો કે આ દરમિયાન તેઓ સતત સોશિયલ મિડિયા દ્વારા પોતાના ચાહકોના સંપર્કમાં રહ્યા છે અને તેમણે અવારનવાર પોતાના ચાહકોનો આભાર માન્યો છે તેમના સારા સ્વાસ્થ્યની ચિંતા તેમજ પ્રાર્થના માટે.

image source

તેમણે તાજેતરમાં પોતાના બ્લોગ પર ચાહકોના પ્રેમ તેમજ તેમની તબિયત માટે થતી પ્રાર્થનાને લઈને પોતાના ફેન પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. તેમણે પોતાના બ્લોગના લખાણની શરૂઆતમાં તેમણે પોતાના કેટલાક ફેન્સને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને કરી છે. ત્યાર બાદ તેમણે લખ્યું છે. તેમણે પોતાના આ બ્લોગમાં સાથના અભાવ વચ્ચે કેવી રીતે જીવું તે વિષે લખ્યું છે.

‘ હવે પછીની શાંતિ અને અનિશ્ચિતતા છે… જીવનના સ્વભાવનું આ એક આશ્ચર્ય છે… તે દરેક ક્ષણ આપણા માટે લાવે છે, દરેક જીવંત શ્વાસ દિવસ…’

તેમણે આગળ લખ્યું છે, ‘ગત સામાન્ય સ્થિતિના છેલ્લા દિવસોમાં ચાલતી પ્રવૃત્તિમાં, ક્યારેય શાંતિથી બેસવાનો કે મૂલ્યાંકન કરવાનો કે આપણા પરના વિચારો પર વિચારવાનું વલણ નથી રહ્યું… પણ હવે તે બધું નિયમિતપણે થઈ રહ્યું છે, અને તે નિષ્ક્રિય કલાકોને ભરે છે, બેસવું, વિચારવું, કશે જ નહીં જોવું.’

image source

અમિતાભ પોતાના વિષે સમયાંતરે પોતાના ફેન્સને અપડેટ્સ આપતા રહે છે. સોશિયલ મિડિયા દ્વારા તેઓ પોતાની તબિયત વિષે પણ જણાવતા રહે છે, અમિતાભે કહ્યું કે તેઓ હાલ જે સમય પોતાના પ્રિયજનો વગર પસાર કરી રહ્યા છે તેનો અંત આવશે. ‘ઉપચારના ઓરડામાં આશ્વાસનની સ્થિતિમાં… બેચેની પ્રતિક્રિયાની શોધમાં રાખે છે…કંઈક જવાબ આપવા માટે… કંઈક કરવા માટે… સ્થિતિ છે તેના કરતાં કંઈક વધારે કરવાનું મન થાય છે.’

image source

તેમણે પોતાના ફેન્સ તરફ ઇશારો કરતા લખ્યું છે કે તેમને ખ્યાલ છે કે તેમના ફેન્સ દર કલાકે તેમની પ્રાર્થના તેમજ ચિંતાઓ તેમની તરફ મોકલી રહ્યા છે અને તેના બદલામાં તેઓ માત્ર હાથ જ જોડી રહ્યા છે. અને આભાર માની રહ્યા છે.

image source

અમિતાભની તબિયત છેલ્લા ઘણા સમયથી નરમગરમ રહ્યા કરે છે. થોડા સમય પહેલાં તો તેમને બે-ત્રણ વાર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આમ પહેલેથી જ નબળી તબિયતનો હિસ્ટ્રી રહ્યો હોવાથી તેમને કોરોનાનું સંક્રમણ થતાં તેમના ફેન્સને તેમની ઓર વધારે ચિંતા થઈ રહી છે. પણ હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે તેઓ ટ્રીટમેન્ટને સારી રીતે રીસ્પોન્ડ કરી રહ્યા છે અને તેમની તબિયતમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે.

image source

બીજી બાજુ તેમનો 44 વર્ષિય અભિનેતા દીકરો અભિષેક બચ્ચન પણ પિતા બાદ તુરંત જ રીપોર્ટ કઢાવતા ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને પિતાની પાછળ પાછળ તેને પણ તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઐશ્વર્યા અને તેમની દીકરી આરાધ્યાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને તેમને હળવા સિમ્પ્ટમ્સ હોવાથી ઘરમાં જ ક્વોરેન્ટાઇન રહેવાની સલાહ આપવામા આવી હતી. પણ ત્યાર બાદ લક્ષણો થોડા તિવ્ર થતાં બન્ને માતા-દિકરીને તેજ હોસ્પિટલમાં 17 જુલાઈના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા.

image source

હાલ પરિવારના ચારે સભ્યોની તબિયત સુધારા પર છે. અને એવી પણ માહિતી મળી રહી છે કે અમિતાભ બચ્ચન તેમજ દીકરા અભિષેકને એક-બે દિવસમાં જ સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામા આવશે. અને આ અઠવાડિયાના અંત સુધીમાં કદાચ બચ્ચન પરિવારના આ ચારે સભ્યોને રજા પણ આપી દેવામાં આ તેવું જણાઈ રહ્યું છે. આ પહેલાં અમિતાભે તેમની હોસ્પિટલના હેલ્થ વર્કર્સને તેમજ સમગ્ર ફ્રન્ટલાઇન વોરિયર્સને બિરદાવતી એક લાંબી વિડિયો પણ સોશિયલ મિડિયા પર શેર કરી હતી. જે ખૂબ વાયરલ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત