સુરત મહિલા PSI આપઘાત કેસમાં થયો અત્યાર સુધીનો મોટો ખુલાસો, પતિના મહિલાઓ સાથે શારીરિક સંબંધો હતા, કાજલના આ પુરાવાથી..

થોડા દિવસ પહેલા સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. હાલમાં તેની તપાસ ચાલી રહી છે. આ દરમનિયાન તેના પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ પતિના આડાસંબંધ અને પગારના મુદ્દે સાસુ-સસરા અને નણંદ દ્વારા માનસિક ત્રાસ ગુજારતા હોવાની પણ વાત સામે આવી છે. જો કે સૌથી મોટો ઘટસ્ફોટ તો એ થયો છે કે મહિલા પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ પતિના પુત્રની સારસંભાળ માટે આવતી મહિલા સાથે જ આડાસંબંધ અને અમિતાએ પતિને રંગેહાથ ઝડપી રેકોર્ડિંગ પણ કરી લીધું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જેને લઈને આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.

image source

અમિતાએ તેને રંગેહાથ ઝડપી પાડયો

નોંધનિય છે કે ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા બાબુભાઇ જોશીએ અઠવાડિયા અગાઉ સર્વિસ રિવોલ્વરમાંથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ સમગ્ર સુરતમાં આ મુદ્દો ટોપ ઓફ ટાઉન બન્યો હતો. અમિતા જોશીના આપઘાતને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવાની સાથે પિયર પક્ષ અને સાસરીયા વચ્ચે આક્ષેપો થયા હતા. દરમિયાનમાં અમિતાના પિતા એવા નિવૃત એએસઆઇ બાબુભાઇ શાંતીલાલ જોશીએ અમિતાના પતિ વૈભવ, સસરા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ, સાસુ હર્ષાબેન, નણંદ મનિષા હરદેવ ભટ્ટ અને બીજી નણંદ અંકિતા ધવન મહેતા વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

image source

પતિ વૈભવ બદલી કરાવી સુરત આવ્યો ત્યારબાદ ફાલસાવાડી પોલીસ લાઈનમાં રહેતા હતા. દરમિયાન પતિ વૈભવના આડાસબંધો હતા અને સાડા 4 વર્ષના પુત્રની દેખભાળ માટે પુણાની મહિલાને રાખી હતી. પરંતુ તેની સાથે પણ વૈભવના આડાસબંધ હતા અને અમિતાએ તેને રંગેહાથ ઝડપી પાડયો હતો અને તેનું રેકોર્ડિંગ પણ અમિતા પાસે હતું.

માથાકૂટ કર્યાની પાંચ જ મિનિટમાં અમિતાએ આપઘાત કર્યો

તો બીજી તરફ આ બાબતની જાણ અમિતાએ બહેનને કરી હતી. અમિતાને પતિ પર ભરોસો હતો પણ તેણે પણ ભરોસો તોડ્યો હતો. સાસરિયાં અન્ય સભ્યો સાથે તેણે પણ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સસરાએ પિતા સાથે માથાકૂટ કર્યાની પાંચ જ મિનિટમાં અમિતાએ આપઘાત કર્યો હતો. અમિતા જોશીએ 5 ડિસેમ્બરે આપઘાત કર્યો હતો. બપોરના પોણા એક વાગ્યાના અરસામાં સસરા જીતેશ વ્યાસે અમિતાના પિતા બાબુભાઇ પર ફોન કર્યો હતો. ફોન પર ઝઘડો કરતા જીતેશે કહ્યું હતું કે અમિતા મારી સાથે ઝઘડો કરે છે, સુરતમાં મકાન લીધું છે તે કેમ પોતાના નામે લીધું, વૈભવના નામે કેમ નહીં.

image source

તું તારી મા ને કહે તને સાચવવા નોકરી મૂકી દે

વાત એટલે જ ન અટકી અમિતાના સસરાએ તેમના પિતાને ત્યાં સુધી શંભળાવી દીધુ કે અમિતા પૈસા બધાને આપી દે છે એ તમે ખાતા નહીં, નહીં તો નરકમાં જશો. જેના જવાબમાં બાબુભાઇએ કહ્યું કે મારે કોઇના પૈસા જોઇતા નથી, આપણે બંને વડીલો સાથે મળીને છોકરાઓને સમજાવીશું એમ કહેતા વેંત જીતેશે ફોન કટ કરી દીધો હતો. જોકે, ત્યારબાદ પાંચ જ મિનિટમાં પુનઃ જીતેશે ફોન કર્યો હતો કે, અમિતાએ કંઇક મોટુ પગલુ ભરી લીધુ છે એવું કહ્યું હતું. જો કે આ લોકો ફક્ત અમિતાને જ નહિ પરંતુ તેના પુત્રને પણ છોડ્યો નહોતો.

image source

આપઘાત કરનાર અમિતા જોશીના પિતાએ ફરીયાદમાં આક્ષેપ કર્યો છે કે ચાર વર્ષના પુત્રને પણ ત્રાસ આપતા હતા. અમિતાના સાસુ-સસરા પુત્રને કહેતા હતા કે તારી મા નોકરી કરે છે, એ તને નહીં સાચવે, તું તારી મા ને કહે તને સાચવવા નોકરી મૂકી દે. આવું કહી પુત્રનું પણ બ્રેઇન વોશ કરી દીધું હતું અને અમિતા પાસે નોકરી છોડાવવા દબાણ કરતા હતા. આ વાત એટલી હદે વધી ગઈ હતી આખરે અમિતાએ આપઘાત કરી લીધો હતો. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ જ વધુ માહિતી સામે આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત