કિડની આપી 634 પિતાએ બચાવ્યા પોતાનાં સંતાનોને, 18 સંતાનોએ પોતાની કિડની આપી પિતાને આપ્યું નવું જીવન

માતા-પિતા બાળકને સારું ભવિષ્ય મળી રહે તે માટે રાત દિવસ મહેનત કરતા હોય છે. આ છતાં પણ ઘણાં સંતાનો વૃદ્ધાવસ્થામાં મા બાપને તરછોડતા હોય છે પરંતુ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય તે કહેવત ખરેખર સાચી કરી બતાવનાર આંકડાઓ હાલ સામે આવ્યા છે. રાજ્યનાં 634 પિતાએ પોતના દીકરા અને દીકરીને નવજીવન આપવા માટે પોતાની કિડની દાન કરી દીધી છે. મળતી માહિતી મુજબ 634 પિતા દ્વારા કરાયેલાં કિડની દાન વિશે પૈકી દીકરાઓ માટે 537 પિતાને પોતાનું કિડની આપી છે તો બીજી તરફ 97 દીકરી ઓને જીવન બચાવવા પિતાને કિડની દાન કરી દીધી છે. આ સાથે 9-9 દીકરા દીકરીએ પણ પિતાનું જીવન બચાવવા માટે પોતાનું કિડની આપી છે.

image source

આ માહિતી સિવિલ હોસ્પિટલ તરફથી આપવામાં આવી છે. અહી હોસ્પિટલ(આઈકેડીઆરસી)ના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રા આ વિશે વાત કરતાં જણાવે છે કે કિડની ફેલ્યોરના દર્દીને જ્યારે બંને કિડની ફેઇલ થઇ જાય તેવા સમયે જો દર્દીનું જીવન બચાવવું હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઈ વિકલ્પ હોતો નથી. જેથી દર્દીનાં પરિવારમાં તેમનાં માતા-પિતા, ભાઇ, બહેન કે પત્ની પૈકી કોઈ પણ પોતાની એક કિડનીનું દાન કરીને દર્દીઓને નવજીવન આપી શકે છે. ઘણાં કિસ્સામાં આ રીતે કિડની મળી જવાથી દર્દીઓને નવું જીવન આપી શકાય છે તો કોઈક એવા કિસ્સા પણ આવે છે જ્યાં કિડની ન મળવાથી દર્દી જીવ ગુમાવી બેસે છે.

image source

હાલમાં સારી વાત એ સામે આવી છે કે છેલ્લાં 8થી 10 વર્ષમાં 634 પિતાએ પોતાનાં દીકરા-દીકરીઓના જીવન બચાવવા માટે પોતાની કિડનીનું દાન કરવાની પહેલ કરી છે. આ વિશે વધારે માહિતી આપતા ડોકટર દ્વાર કહેવામાં આવ્યું હતું કે કિડની ફેલ્યોરના દર્દીને પરિવારજન તરફથી કિડની ન મળે કે મેચિંગ ન થાય ત્યારે કેડેવર કિડનીદાન જ એક માત્ર ઉપાય હોય છે. જો કે તેમાં કિડની મળતાં ઘણો સમય લાગતો હોય છે. આવામાં એ ખુબ સારી વાત કહેવાય કે 634 પિતાએ કિડની ફેલ્યોરને કારણે જેમની હાલત ગંભીર હતી તેવા તેમના સંતાનોને કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે.

image source

આજે દુનિયાભરમાં ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ વાત ખુબ મહત્વની કહેવાય કે પિતાની બીમારી વખતે તેમનાં સંતાનો તેમાનો સહારો બને. એક પિતાને જ્યાં કિડનીની જરૂર હતી ત્યારે એક દીકરો તેમની આ દુઃખમાં સહભાગી બનવા આગળ આવ્યો હતો. દીકરો પોતે મેદસ્વિ હોવાથી લિવરનું દાન કરી શકે તેમ ન હતો. આથી તેણે ડોકટરની સલાહ લીધી અને પિતાને લિવર દાન કરવા પોતાનું વજન ઘટાડવા લાગ્યો. જ્યારે તેનું વજન 8 કિલો ઘટી ગયું ત્યારે તેણે પોતાના પિતાને કિડની દાન કરી હતી.

image source

આ વિશે કિડની હોસ્પિટલના પ્રોફેસર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડો.પ્રાંજલ મોદી આવા એક કિસ્સા વિશે વાત કરતા કહે છે કે ફાધર્સ ડેના દિવસે એક દીકરો પોતાનાં પિતાને લિવર દાન કરવાનો છે. આ લિવર ટ્રાન્સપ્લાન્ટથી પિતાને નવજીવન મળશે જે આજના દિવસે કરેલ એક શ્રેષ્ઠ કામ કહી શકાય. તેમણે આ વિશે વિગતે વાત કરતાં કહ્યું હતું કે તે પિતાનું લિવર 2017થી ખરાબ થવાનું શરૂ થયું હતું. તેમણે આ દરમિયાન ઘણી કોશિશ કરી પણ કોઇ કેડેવર મળી શક્યું નહી. આ પછી દર્દીના પરિવારમાં કોઈ કિડની આપે તો દર્દીની હાલત સુધારી શકે તેમ હતી. તેમને પરિવારમાં એક ભાઇ-બહેન અને એક દીકરો-દીકરી છે જેમાં દીકરી અને ભાઇ અમેરિકા રહે છે જ્યારે બહેન ડાયાબિટીસની દર્દી હોવાથી લિવર દાન કરી શકે તેમ નહોતી.

આથી હવે હાલત એવું હતી કે જો એકમાત્ર દીકરો જ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરે તો દર્દીની હાલત સુધારી શકે તેમ હતી. પરંતુ અહી પણ સમસ્યા એ હતી કે તેનું વજન 97 કિલો હતું. આ મેદસ્વિતા સાથે જો લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો કોમ્પલિકેશનની શક્યતા રહે છે. આથી દીકરાએ 3 માસમાં 8 કિલો વજન ઘટાડીને એક કિડની પિતાને આપી હતી. ડો.પ્રાંજલ મોદી એ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સના વાઇસ ચાન્સેલર અને સોટ્ટોના કન્વિનર રહી ચૂક્યા છે.

image source

તેમણે પોતાના જીવન દરમિયાન આવા કિસ્સાઓ જોયાં છે જેની વિશે તેમણે વાત કરી હતી. સમગ્ર દેશમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (સોટ્ટો), રિજીયોનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન(રોટ્ટો) અને નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન નોટ્ટો) ત્રણેયના સંકલનથી અંગદાનની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે અને તેમાં પણ જો કોઈ દર્દી ગુજરાતનું હોય તો પ્રથમ ગુજરાતને, ગુજરાતમાં દર્દી ન હોય તો મહારાષ્ટ્ર, ગોવા અને મધ્યપ્રદેશને ઓર્ગન મોકલવામાં આવે છે.

આ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે આ કેસમાં એક લિવર અને 2 કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદમાં થયું છે. આ સાથે સુરતમાંથી આંખોનુ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ પદ્ધતિ વિશે તેમણે વાત કરી હતી કે કેડેવર(બ્રેઇનડેડ)દ્વારા પ્રાપ્ત થયેલું આખું લિવર દર્દીમાં પ્રત્યારોપણ કરાય છે. પરંતુ લાઇવ લિવર ડોનરમાંથી લિવરનો કેટલોક ભાગ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. આ પછી કુદરતી રચના મુજબ થોડા માસમાં લિવર ફરીથી મૂળ સ્થિતિમાં આવી જતું હોય છે. આ સાથે જો કોઈ કેસમાં લાઇવ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હોય તેમાં તકેદારીની રાખવાની જરૂર વધારે રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!