અનિલ કપૂર આ વાતને લઇને આજે પણ છે ભારે દુખી, કારણ જાણશો તો તમે પણ ચોંકી ઉઠશો

બધાને ખબર છે કે ઝોયા અખ્તરની દિલ ધડકને દોમાં અનિલ કપૂરે અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પિતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને પ્રેક્ષકોએ પણ ખૂબ પસંદ કરી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન અનિલ કપૂરે કહ્યું હતું કે તે આ ફિલ્મમાં પ્રિયંકાના પિતાનો રોલ કરવા માંગતો નહોતો. અનિલ કપૂરે કહ્યું કે તેનું કારણ એ હતું કે આ ફિલ્મ પહેલા પણ પ્રિયંકાની વિરુદ્ધ મારી પાસે રોલ આવી ગયા હતા.

image source

એક ન્યૂઝ સાઈટ સાથે વાત કરતા અનિલ કપૂરે કહ્યું કે આ પહેલી વાર નથી જ્યારે હું મારી ભૂમિકા સાથે એક્સપેરિમેન્ટ કરી રહ્યો હતો. મેં અગાઉ લમ્હે ફિલ્મમાં ખૂબ જ વૃદ્ધ વ્યક્તિનું પાત્ર પણ ભજવ્યું હતું. જ્યારે મને દિલ ધડાકને દો ફિલ્મમાં પ્રિયંકાના પિતાની ભૂમિકાની ઓફર કરવામાં આવી ત્યારે મને તે કરવામાં અચકાટ અનુભવાતો હતો. આ ફિલ્મ પહેલા અનિલને પ્રિયંકા સાથે ફિલ્મોમાં રોમાંસ કરવાની ઓફર્સ પણ મળી હતી.

image source

બાદમાં અનિલના પુત્ર હર્ષવર્ધને સમજાવ્યા પછી તે ફિલ્મ કરવા માટે સંમત થયો હતો. હર્ષવર્ધને તેના પિતાને સમજાવ્યું કે તે ખરેખર પ્રિયંકાના પિતા નથી, પણ તેને એક પાત્ર તરીતે ભજવવાનું છે.

image source

ફિલ્મમાં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડાએ અનિલ કપૂરના બાળકોની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું નિર્દેશન ઝોયા અખ્તર દ્વારા કરાયું હતું. ફિલ્મમાં અનિલ કપૂર, શેફાલી શાહ, અનુષ્કા શર્મા, ફરહાન અખ્તર પણ જોવા મળ્યા હતા.

image source

વર્ક ફ્રન્ટ વિશે જો વાત કરવામાં આવે તો અનિલ કપૂર ફિલ્મમેકર રાજ મહેતાની આગામી ફિલ્મ ‘જુગ જુગ જીયો’માં વરુણ ધવન અને કિયારા અડવાણી સાથે કામ કરશે. તે જ સમયે, અનિલ કપૂર રણબીર કપૂર, બોબી દેઓલ અને પરિણીતી ચોપડાની સામે એનિમલ નામની બીજી એક ફિલ્મમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા અનિલ કપૂર અને અનુરાગ કશ્યપની ફિલ્મ એકે વિએસ એકે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.

image source

જો વાત કરીએ પ્રિયંકાની તો 2020 પુરું થવાના આરે હતું ત્યારે તે ચર્ચામાં આવી હતી. ત્યારે કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે બ્રિટન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયું હતું. ખરાબ પરિસ્થિતિને રોકવા માટે યુકેમાં લોકડાઉન કરી નાંખવામાં આવ્યું હતું. ત્યાંથી આવનારી અને જનારી બધી ફ્લાઇટ્સ હાલમાં મુલતવી રાખવામાં આવી છે. જેના કારણે ઘણા લોકો ત્યાં અટવાયેલા છે. એ જ જાળમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અભિનેતા આફતાબ શિવદાસાણી પણ ફસાયા હતા અને ચર્ચામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત