ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટના આંકડા અત્યંત ચોંકાવનારા, ખુલ્લી પડી પોલ, પૂરી માહિતી જાણીને તમારી આંખો પણ ફાટી જશે

જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ છે ત્યારથી કોરોના સંક્રમિતોના આંકડા અને મોતના આંકડાને લઈને સવાલો ઉભા થતા રહે છે. વિશ્વમાં ઘણા દેશોમાં આ અંગે વિરોધ જોવા મળ્યો હતો. WHOએ પમ કહ્યું છે કે સરકારો મોતના આંક અને સંક્રમિતો આંક છુપાવી રહી છે. તો હવે આપણ સવાલ એ થાય છે ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોનાં મોત થયાં? નોંધનિય છે કે, આ સવાલનો જવાબ સરકાર આપવા માગતી નથી. મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતને આ સવાલનો જવાબ ખુદ સરકારી વિભાગોએ જ આપી દીધો છે.

image source

આ અંગે એક મીડિયા હાઉસે હાથ ધરેલા ઓપરેશનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ અંગે સામા આવેલ 1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાન સરકારી રેકોર્ડમાં ભલે સરકારે કોરોનાથી 4218 મોત નોંધ્યા હોય પણ આ દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 8 કોર્પોરેશનોમાં 1,23,871 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં હતાં. ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટના જે આંકડા આ મીડિયા પોર્ટલે રજૂ કર્યા તે ચોંકાવનારા છે.

image source

તમને જણાવી દઈએ કે, ડેથ સર્ટિફિકેટ મુજબ આ વર્ષે માર્ચ મહિનામાં રાજ્યમાં 26026 મોત, એપ્રિલમાં 57796 મોત નોંધાયાં હતાં. તો બીજી તરફ મે મહિનાના શરૂઆતના 10 દિવસમાં આ આંકડો વધીને 40051 થયો હતો. હવે આ આંકડાઓની સરખામણી 2020ના આ જ મહિનાઓ સાથે કરીએ તો માર્ચ 2020માં 23352, એપ્રિલ 2020માં 21591 તથા મે 2020માં 13125 મોત થયા હતા. આ આંકડા દર્શાવે છે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષના શરૂઆતના 71 દિવસમાં મોતનો આંકડો બે ગણો વધી ગયો છે.

image source

તો બીજી તરફ ડૉક્ટરો, દર્દીઓના સગાં પાસેથી મળેલી વિગતો મુજબ 2021ના માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10 દિવસ એમ કુલ 71 દિવસમાં જે મૃત્યું થયા તેમાં 80 ટકા એવા લોકો હતા જેમને અન્ય બીમારીઓ હતી. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં સૌથી વધુ 38 ટકા મોત હાયપરટેન્શનનો ભોગ બનેલા દર્દીઓના થયા છે.

image source

જ્યારે બીજા ક્રમે 28 ટકા મોત ડાયાબિટિસ અને કિડની, લીવર જેવી બીમારીથી પીડિત દર્દીઓના થયા છે. આ ઉપરાંત અન્ય બીમારીઓનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ 14 ટકા જેટલું રહ્યું છે. તમને જણાવી દઈએ કે, કોરોનામાંથી સાજા થયા બાદ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા અંદાજે 3500થી 4000 જેટલી રહી છે.

આ અંગે ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે લાંબા સમય સુધી સારવાર ચાલી હોવાથી હૃદયમાં બ્લડ ક્લોટિંગના કારણે કોરોનામાંથી રિકવર થયા પછી હૃદય રોગનો હુમલો દર્દી માટે ઘાતક પુરવાર થઈ શકે છે.

image source

નોંધનિય છે કે, ગુજરાતમાં સૌથી વધુ મોત એવા લોકોના થયા છે જેમની વય 45 કરતા વધારે વર્ષની હતી. તો બીજી તરફ , આ ઉમરમાં અન્ય બીમારીઓ પણ હોય છે અને ઇમ્યુનિટી પણ ઓછી હોય છે. તેથી કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના તેમને વધારે રહે છે. તો બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે આશરે 20 ટકા 25 વર્ષથી ઓછી વયના લોકોનાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!