ચોંકાવનારી પ્રેમ કહાણી, 30 વર્ષ નાના પુરુષને પરણી આ મહિલા, હરામખોરે બાદમાં એવું કર્યું કે કોઈ વિચારી પણ ન શકે

પ્રેમ માટે ઘણા પ્રયોજનો વાપરવામાં આવે છે. પ્રેમ આંધળો હોય છે, પ્રમને કોઈ રંગ-રૂપ કે ઉમર સાથે લેવાદેવા નથી, પ્રેમને કોઈ દેશ સાથે પણ લેવાદેવા નથી. ત્યારે ઘણીવાર લોકોને આંધળો પ્રેમ દગો પણ આપી જાય છે. પરંતુ આ વખતે જે કિસ્સો આવ્યો એમાં કંઈક હટકે વાત છેય સામાન્ય રીતે આપણે જોતા હોઈએ કે લોકો પ્રેમમાં પડતાં હોય ત્યારે 25-30 આજુબાજુની ઉમંર હોય. પરંતુ આ કિસ્સો છે 68 વર્ષીય બેથ હેનિંગનો. તેની સાથે થયું એ જાણીને ઝાટકો લાગશે.

68 વર્ષીય બેથ હેનિંગની અનોખી પ્રેમ કહાણી

image source

આ 68 વર્ષની બેથ જીવનમાં એકલતાના કારણે પોતાના અંતિમ સમયમાં પૌત્ર-પોત્રીઓ સાથે રહેવા જઈ રહી હતી ત્યારે તેની લાઈફમાં એક વ્યક્તિની એન્ટ્રી થઈ. આ વ્યક્તિ ઉંમરમાં તેના કરતા ઘણો નાનો હતો. પરંતુ મહિલા તેની સાથે લગ્ન કરી લીધા. જોકે તે વ્યક્તિએ અમુક દિવસમાં જ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કર્યું. જેના કારણે મહિલાને પોતે વૃદ્ધા અવસ્થાના કારણે ભૂલ કરી બેઠાનો ખ્યાલ આવ્યો. પ્રેમ અને દગાની ઘટનાને મહિલાએ પોતે જ શેર કરી છે. યુકેમાં રહેતી 68 વર્ષીય બેથ હેનિંગે સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલા દગા અંગેની કહાણી શેર કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

2014માં બંનેની વાતચીત ફેસબુક પર શરૂ થઈ

image source

બેથ હેનિંગ પોતે એક સોશિયલ વર્કર છે. તેણે કહ્યું કે, જ્યારે તે સાંભળતી કે કોઈ વૃદ્ધ મહિલા એક યુવકના પ્રેમમાં પડી છે તો તે પોતે હસવા લાગતી હતી. પરંતુ જ્યારે તેના જીવનમાં કોઈ યુવક આવ્યો તો તે કઈ રીતે પ્રેમમાં પાગલ થઈ ગઈ તેને પોતાને તેનો ખ્યાલ ના રહ્યો. ફેસબુક પર તેની મુલાકાત ઘાનામાં રહેતા એક વ્યક્તિ સાથે થઈ હતી. 30 વર્ષીય રૉડની ઘાનામાં મ્યૂઝિક કૉન્સર્ટ કરતો હતો. આ સાથે જ તે સોશિયલ વર્ક સાથે જોડાયેલો હતો.

બેથ હેનિંગ પણ લોકો માટે ફંડ ભેગુ કરતી હતી. 2014માં બંનેની વાતચીત ફેસબુક પર શરૂ થઈ. ધીમે-ધીમે વાતો ફ્લર્ટિંગમાં ફેરવાઈ. રૉડની બેથ સાથે રોમાન્ટિક વાતો કરવા લાગ્યો. આ દરમિયાન રૉડનીએ એક દિવસ બેથ પાસેથી અમુક રકમ માગી. પૈસા ઓછા હતા એટલે બેથે તે રકમ આપી પણ ખરી. અમુક દિવસો બાદ તેણે ફરીવાર બેથ પાસેથી પૈસાની માગ કરી. મહિલાએ પોતાના ફેસબુક ફ્રેન્ડને પૈસાની મદદ કરવાનું શરૂ કર્યું. બંને રોજ વાતો કરવા લાગ્યા. આ દરમિયાન બેથ રૉડનીને મળવા ઘાના પણ ગઈ હતી.

જાહેરમાં જ તેણે હા પાડી અને તેમણે લગ્ન કરી લીધા

image source

રૉડનીએ પોતાના મિત્રો સાથે બેથની મુલાકાત પણ કરાવી. તે પછી રૉડનીએ ઘણીવાર બેથને લગ્ન માટે પ્રપોઝ કર્યું પરંતુ દર વખતે તે ઈન્કાર કરી દેતી હતી. પછી એકવાર રૉડનીએ લોકોની વચ્ચે કોન્સર્ટમાં જ બેથને પ્રપોઝ કર્યું અને તે ઈમ્પ્રેસ થઈ ગઈ. જાહેરમાં જ તેણે હા પાડી અને તેમણે લગ્ન કરી લીધા. બેથના બાળકો આ લગ્નથી રાજી નહોતા. પરંતુ એકલતાથી કંટાળેલી બેથે લગ્ન કરી લીધા. અમુક દિવસ બાદ રૉડની બેથ સાથે યુકે આવી ગયો. રૉડની બેથના ઘરમાં રહેતો હતો. પરંતુ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા.

પ્રેમીએ લગ્ન માત્ર પૈસાની લાલચે કર્યા હતા

એક સમય એવો આવી ગયો કે, બેથને નાની-નાની વાતે પણ મેણાં મારતો. રૉડની તેની સાથે સુવાના બદલે સોફા પર સુતો હતો. આ ઉપરાંત તેની ગરીબી અંગે સંભળાવતો હતો. તે વારંવાર પૈસા માગતો અને ના આપી શકવા પર ગાળો આપતો. જેથી બેથને સમજાયું કે પ્રેમીએ લગ્ન માત્ર પૈસાની લાલચે કર્યા હતા. બેથે જણાવ્યું કે, લગ્ન પહેલા રૉડનીએ પોતાની ઉંમર છુપાવી હતી. તેણે બેથને પોતે 40 વર્ષનો હોવાનું કહ્યું, જ્યારે કે લગ્ન સમયે તે 30 વર્ષનો હોવાની જાણ થઈ.

બેથ આ સંબંધનો અંત લાવી શાંતિથી બાળકો સાથે રહેવા માગે છે.

image source

ત્યારબાદ આલમ એ આવ્યો કે, અંતે બેથે કંટાળી આ સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો. પરંતુ ડિવોર્સ સુધી વાત પહોંચે ત્યાં સુધીમાં બેથ 17 લાખના દેવામાં પહોંચી ગઈ હતી. બેથે રૉડનીને ઘણા પૈસા આપ્યા અને તેની પર ખર્ચ પણ કર્યા. ડિવોર્સની કાર્યવાહીમાં વધુ ખર્ચ થયો. હવે બેથ આ સંબંધનો અંત લાવી શાંતિથી બાળકો સાથે રહેવા માગે છે. તેણે અન્ય મહિલાઓને પણ આવા દગા અંગે સાવચેત રહેવા માટે કહ્યું છે. જ્યારે લોકો સમક્ષ આ કહાની આવી તો બધાએ પોતાની રીતે પ્રતિક્રિયા આપી હતી, કોઈએ એમ પણ કહ્યું કે જે લેડીએ લોકોનું સારુ કર્યું ભગવાને એની સાથે કેમ આવું કર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત