અંતિમ શ્વાસ: ગોંડલના યુવકે મિત્રોને સોશિયલ મીડિયામાં લાઈવ કરીને કહ્યું બાય-બાય, અને ગણતરીના કલાકોમાં જ દુનિયાને કહ્યું અલવિદા

ગોંડલના એક યુવાને અમદાવાદમાં કોરોનાની સારવાર દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ થઈ બાય બાય કર્યું, અને થોડા જ કલાકોમાં થઈ ગયો ભગવાનને પ્યારો.

કોરોનાની બીજી લહેરખીએ સમગ્ર દેશના નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કઈ કેટલાય પરિવારોના મોભી તો કેટલાક પરિવારોના નાના ભૂલકાઓને પરિવારથી દૂર કરી દીધા છે. અસંખ્ય પરિવારોના માળા આ કાળમુખા કોરોનાએ પિંખી નાખ્યા છે. એવામાં મૂળ ગોંડલના વતની યુવાન દીપકભાઇનું અમદાવાદ શહેરમાં કોરોના સારવાર દરમિયાન નિધન થતા તેમના મિત્ર વર્તુળમાં ઊંડા આઘાતની લાગણી જોવા મળી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે કોરોનામાં પોતાનો જીવ ગુમાવનાર દિપકભાઇએ અંતિમ સમયના થોડા જ કલાકો પહેલા જ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ બધાને બાય બાય કહ્યું હતું. દીપકભાઈનો દોઢથી બે મિનિટનો આ લાઈવ વીડિયો તેમના મિત્રોના માનસમાંથી ભૂંસાઈ રહ્યો નથી.

દીપકભાઈ કાનજી ભાઈ વિરડીયા મૂળ ગોંડલના મહાદેવવાડી વિસ્તારમાં રહે છે અને બસ સ્ટેન્ડ પાસે દિપાલી રેસ્ટોરન્ટ ધરાવે છે તેમની ઉંમર 40 વર્ષની છે અને થોડા સમયથી અમદાવાદ સ્થાયી થયા હતા

દીપકભાઈ થોડા સમય અગાઉ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જેના કારણે તે ખાનગી હોસ્પિટલમાં બાયપેપ દ્વારા સારવાર લઈ રહ્યાં હતા. ખૂબ જ મોટું મિત્ર વર્તુળ ધરાવતા દીપકભાઈ જાણે પોતાના વતન ગોંડલ અને એમના મિત્રોને યાદ કરી રહ્યાં હોય અને જાણે એમને પોતાના અંતિમ સમયની ભાળ મળી ગઈ હોય તેમ તેમને સોશિયલ મીડિયા પર લાઈવ થઈને પોતાના મિત્રોને બાય બાય કહી દીધું હતું. સોશિયલ મીડિયા પર લાઈવ થયા પછી ગણતરીની કલાકોમાં જ તેઓએ આ દુનિયા છોડી દીધી હતી અને એમની પાછળ એમના પત્ની અને પુત્રને નિરાધાર કરી મુક્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે જીવ ગુમાવનાર દીપકભાઈએ બે દિવસ પહેલા જ ગોંડલમાં કપડાં અને કિરાણાનો મોલ ધરાવતા પોતાના જીગરજાન મિત્ર તુષારભાઈ વેકરિયા સાથે વાત કરી હતી.

આ વાતચીત દરમિયાન દીપકભાઈએ તેમના મિત્ર તુષારભાઈ વેકરિયાને કહ્યું હતું કે, મને ગોંડલ અને મિત્રો ખૂબ જ યાદ આવે છે. એમને કરેલી વાતચીતના વળતા જવાબમાં તુષારભાઈએ કહ્યું હતું કે, તેઓ રવિવારે આવીને દીપકભાઈનો તેડી જઈશ. ચિંતા ન કરતા પણ એ પહેલાં જ દીપકભાઈએ અનંતની વાટ પકડી લીધી. જેના કારણે એમના તમામ મિત્રોમાં ઊંડા આઘાતની લાગણી પ્રવર્તી રહી છે.

છેલ્લા એક વર્ષથી આ કોરોના મહામારીએ લોકોના જીવનને જાણે રમત બનાવી દીધું છે. હજી કાલ સુધી હસતો હોય એ માણસ ઘડીભરમાં જ હતો ન હતો થઈ જાય છે. કોણ જાણે આ કાળમુખો કોરોના હજી કેટલાના જીવ લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!