જ્યારે અનુષ્કા શર્માએ બધાની સામે રણબીર કપૂરને મારી દીધી હતી થપ્પડ, અને પછી સેટ પર જે થયું એ…

જ્યારે અનુષ્કા શર્માએ બધાની સામે રણબીર કપૂરને મારી દીધો હતો થપ્પડ, સેટ પર થઈ ગઈ હતી બોલાચાલી.

જે લોકોએ કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એ દિલ હે મુશ્કિલ જોઈ છે એમને રણબીર કપૂર ઉર્ફે આયાન અને અનુષ્કા શર્મા ઉર્ફે અલિઝેહનો એ સીન યાદ હશે જ્યારે અયાનની પ્રેમિકા લિસા હેડન અને અલીઝેહનો બોયફ્રેન્ડ ઇમરાન અબ્બાસ ટોયલટમાં પકડાઈ ગયા હતા. સીનમાં અયાન લીસાની બેવફાઈ પર ખૂબ જ રડે છે અને અયાનને સાંત્વના આપવાને બદલે અલિઝેહ એને થપ્પડ મારી દે છે. પણ બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે અનુષ્કાએ રણબીરને એટલી જોરથી થપ્પડ માર્યો હતો કે એ સેટ પર ખૂબ જ ખરાબ રીતે ભડકી ગયા હતા, જ્યારે બંને પહેલેથી જ ખૂબ જ સારા મિત્રો હતા.

image source

આ સીનને ફિલ્માવતી વખતે અનુષ્કાએ રણબીરને ત્રણ વાર જોરદાર થપ્પડ માર્યા હતા. એ દિલ હે મુશ્કિલના નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલા બિટીએસ વીડિયોમાં અનુષ્કા અને રણબીર આ ઘટના વિશે વાત કરતા દેખાયા હતા. બંને વચ્ચે સેટ પર બોલાચાલી પણ થઈ ગઈ હતી. રણબીરે અનુષ્કાને ફટકાર પણ લગાવી હતી અને બંને એકબીજાથી રિસાઈ ગયા હતા.

image source

આશ્ચર્યજનક રીતથી પરેશાન રણબીરે કહ્યું હતું કે આ મજાક નથી. જેના જવાબમાં નારાજગી દથે અનુષ્કાએ પૂછ્યું હતું કે શું એ જાણી જોઈને એવું કરી રહી છે. રણબીરે ફરી કહ્યું કે એ એમને જોરથી થપ્પડ ન મારે. અનુષ્કાએ સવાલ કર્યો કે શું એ ખરેખર પરેશાન છે અને રણબીરે એનો જવાબ હા માં આપ્યો હતો. આ બોલાચાલી પછી અનુષ્કા શર્માએ રણબીર કપૂરની માફી માંગી અને ઝગડો ખતમ કરી દીધો હતો.

એ પછી આ વિશે વાત કરતા રણબીર કપૂરે કહ્યું હતું કે , એને મને એક વાર થપ્પડ માર્યો, પછી બીજી વાર માર્યો. એ એક ખૂબ જ જીવંત અભિનેત્રી છે અને સંપૂર્ણપણે એ પળમાં રહીને સીન કરે છે.”


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર અયાન મુખર્જીની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે, જેને 3 ભાગમાં બનાવવામાં આવી રહી છે. એ પહેલી વાર પોતાની રિયલ લાઈફ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગર્જુન પણ મહત્વની ભૂમિકામાં છે. એમની એ પછીની ફિલ્મ શમશેરા છે. કરણ મલ્હોત્રા ફિલ્મ સંજય દત્ત અને વાણી કપૂર દ્વારા અભિનીત એક એક્શન ડ્રામા છે અને એ યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

image source

બીજી બાજુ અનુષ્કાએ પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે પોતાની દીકરી વામિકાનું સ્વાગત કર્યું છે. એમની છેલ્લી રિલીઝ શાહરુખ ખાન સાથે અયાનંદ એલ રાયની ફિલ્મ ઝીરો હતી. ગયા વર્ષે એમના પ્રોડક્શન ક્લીન સ્લેટ ફિલ્મઝે બુલબુલ અને પાતાળ લોક સાથે ઓટીટી સ્પેસમાં પગ મૂક્યો અને ઓટીટી પ્લેટફોર્મ પર મોટાપાયે હિટ થઈ. એ પહેલાં એમને NH10, પરી અને ફિલ્લોરી જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હવે એ કામ પર પરત ફરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!