અનુષ્કા-વિરાટની આ નવી તસ્વીર ખેંચી રહી છે લોકોનું ધ્યાન, કારણ જાણીને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

વિરાટ કોહલીના ખભા પર વામિકાનું બર્પ કલોથ જો ખુશ થયા ફેન્સ, કહ્યું “બેસ્ટ પપ્પા”

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી હંમેશા જ ચર્ચામાં રહે છે. એમાંય દીકરીના જન્મ પછી તો એ સતત લાઈમલાઈટમાં જ છે. જો કે બંનેએ દીકરી વામિકાનો કોઈ સ્પષ્ટ ફોટો હજી સુધી શેર નથી કર્યો તેમ છતાં ત્રણેય ઘણીવાર એકસાથે દેખાયા છે.

image source

વિરાટ કોહલી હાલ આઇપીએલમાં વ્યસ્ત છે તેમ છતાં એ એક પિતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. એવું અમે નથી કહી રહ્યા પણ તમે ફોટામાં જોઈ શકો છો અને જાતે જ અંદાજો લગાવી શકો છો. હાલમાં જ વિરાટ અને અનુષ્કાનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટર વિરાટ કોહલી પોતાની દીકરીના બર્પ કલોથ સાથે પોઝ આપતા દેખાઈ રહયા છે

image source

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આ ફોટો ક્રિકેટર સંજય પહલે શેર કર્યો છે. ફોટામાં વિરુષકા એમની સાથે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. તો ફેન્સની નજર પડી રહી છે વિરાટ કોહલીના ખભા પર મૂકેલ બર્પ કલોથ પર જે એમની દીકરી વામિકાનું છે. પછી શું હતું જોતજોતામાં આ ફોટો વાયરલ થઈ ગયો અને ચારેબાજુથી લોકો વિરાટ કોહલીના વખાણ કરતા થાકતા નથી.

image source

આ ફોટાને વિરાટ અને અનુષ્કાના એક ફેન પેજ પરથી પણ શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્સનમાં લખ્યું છે કે ચાલો વિરાટના ખભા પર પણ વમિકાનું બર્પ કલોથ જોવા મળ્યું.આશા છે હવે પછી વામિકાનો ફોટો પણ જોવા મળશે.

image source

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અનુષ્કા શર્મા પણ વામિકાના બર્પ કલોથ સાથે એક ફોટો શેર કર્યો હતો. જેના લર ફેન્સે ઘણો પ્રેમ લુટાવ્યો હતો. તો વિરાટ કોહલીનો પણ આવો જ આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એટલું જ નહીં લોકોએ એમને બેસ્ટ પાપા પણ કહ્યું છે અને ફોટા પર ખૂબ જ પ્રેમ લુટાવ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી માતાપિતા બન્યા છે. અનુષ્કા શર્માએ એક દીકરીને જન્મ આપ્યો હતો.વિરાટ કોહલીએ આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. તો બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો વિરાટ કોહલી હાલ આઇપીએલમાં વ્યસ્ત છે

image source

તો અનુષ્કા શર્મા પોતાના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ હેઠળ કાલા ફિલ્મનું નિર્માણ કરી રહી છે જેનું નિર્દેશન બુલબુલ ફિલ્મના ડાયરેકટર અનવિતા દત્ત કરશે. ફિલ્મમાં તૃપ્તિ ડિમરી લીડ રોલમાં દેખાશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દિગગજ એકટર ઈરફાન ખાનનાં દીકરા બાબીલ ખાનની ડેબ્યુ ફિલ્મ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!