Site icon News Gujarat

અનુષ્કા-વિરાટ કોરોનાની લડાઈમાં મદદ માટે આવ્યા આગળ, સીધા આટલા કરોડ આપી દીધા દાનમાં…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દાનમાં આપ્યા 2 કરોડ રૂપિયા, આ રીતે કરશે કોરોના પીડિતોની મદદ.

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને એમના ક્રિકેટર પતિ વિરાટ કોહલી કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છે.વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જરરિયાતમંદ લોકોની મદદ માટે રકમ ભેગી કરવાનું અભિયાન શરૂ કર્યું છે. બન્નેએ એ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. સાથે જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મદદ માટે બે કરોડ રૂપિયાનું દાન કર્યું છે. એમનું લક્ષ્ય સાત કરોડ રૂપિયા ભેગા કરવાનું છે.

અનુષ્કા શર્માએ એક વિડીયો શેર કરીને લખ્યું છે કે આપણો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. આપના હેલ્થકેર સિસ્ટમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આપના લોકોને તકલીફમાં જોઈ મારુ દિલ દુઃખે છે. એટલે મેં અને વિરાટે એક અભિયાનની શરૂઆત કરી છે, કોવિડ 19 રિલીફ માટે ફંડ ભેગું કરવા માટે. આપણે બધા ભેગા મળીને આ સંકટમાંથી બહાર આવીશું. આ મુશ્કેલ સમયમાં તમારજ યોગદાન લોકોનો જીવ બચાવી શકશે.

આ અભિયાન કેટો પર સાત દિવસ સુધી ચલાવવામાં આવશે. એના દ્વારા ભેગી કરાયેલી રકમ એસટી ગ્રાન્ટસ નામની સંસ્થાને આપવામાં આવશે જે ઓક્સિજન અને ચિકિત્સા સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ફિલ્ડમાં કામ કરે છે.

image source

વિરાટ કોહલીએ કહ્યું છે કે એમને અને એમની પત્નીએ કોરોના વાયરસ વિરુદ્ધની આ જંગમાં વધુમાં વધુ લોકોની મદદ કરવાની કોશિશ કરી છે. એમને કહ્યું કે “અમે જેમ બને એમ વધુ લોકોની મદદ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. ભારતને અત્યારે આપણી સૌથી વધુ મદદની જરૂર છે. અમે એ વિશ્વાસ સાથે રકમ ભેગી કરવાનું બીડું ઉઠાવ્યું છે કે અમે જરરિયાતમંદ લોકોની મદદ માટે જરૂરી રકમ ભેગી કરી શકીશું. મને વિશ્વાસ છે કે લોકો પોતાના દેશવાસીઓની મદદ માટે આગળ આવશે. આપણે એકસાથે છે અને આપણે આમાંથી બહાર નિકડવામ સફળ રહીશું.


તમને જણાવી દઈએ કે પહેલી મેના રોજ અનુષ્કા શર્માનો જન્મદિવસ હતો. જો કે, તેણે પોતાના બર્થડે સેલિબ્રેટ કર્યો નહોતો. સોશિયલ. મીડિયામાં અનુષ્કા શર્માએ વીડિયો શૅર કરીને બર્થડે વિશ માટે આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે દેશ જ્યારે કોવિડ 19ના સંકટ સામે ઝઝૂમે છે, ત્યારે તેને પોતાનો જન્મદિવસ મનાવવો યોગ્ય લાગ્યો નહીં. અનુષ્કાએ સંકટની ઘડીમાં સાથે મળીને દેશને સમર્થન કરવાની અપીલ કરી હતી.

આ પહેલા બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસ પણ ભારતની હાલની પરિસ્થિતિને જોતા મદદ માટે આગળ આવ્યા હતા અને ફંડ ભેગું કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version