હેલ્થી અપ્પમ – બાળકો એકનો એક હાંડવો અને ઢોકળા ખાઈને કંટાળી ગયા છે? બનાવો આ નવીન વાનગી…

હાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો તમે તવા પર પણ અને અપ્પમ સ્ટેન્ડ માં પણ બનાવી શકો છો ….અને બાળકો ને નવું લાગશે ….તો આજે હું હાંડવા નું નવું version લાવી છું …..હેલ્થી અપ્પમ …..

સામગ્રી :

આ હાંડવો નું બેટટર માટે તમારે નીચે જણાવ્યા મુજબની સામગ્રી જોઈશેઃ

  • – 1 કપ ચોખા
  • – અડધો કપ ચણાની દાળ
  • – 2 મોટી ચમચી અડદની દાળ
  • – 1 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • – 1 નાની ચમચી હળદર
  • – 1 નાની ચમચી આદુ-મરચાની પેસ્ટ
  • – કસૂરી મેથી
  • – ચપટી સોડા
  • – છીણેલી દૂધી જરૂર મુજબ
  • – સ્વાદ મુજબ મીઠું
  • – અપ્પમ શેકવા માટે તેલ
  • – 1 ચમચી ખાંડ
  • – છાશ 1 ગ્લાસ

રીત :

સ્ટેપ :1

સૌ પ્રથમ ચોખા ,ચણાની દાળ અને અડદ દાળ ને ડ્રાય રોસ્ટ કરી …મિક્સર માં અથવા ધટી માં આ ત્રણેય વસ્તુ પીસવી …પછી એને 4-5 કલાક માટે છાશ અથવા ગરમ પાણી અથવા દહીં માં આથી દેવું ….આ ત્રણેય વસ્તુ આથો લેવામાં મદદ કરશે …..અને શિયાળો હોય તો તડકે રાખી શકો છો ….

સ્ટેપ :2

હવે આ બેટટર માં જરૂર લાગે તો થોડું ગરમ પાણી ઉમેરી શકો છો …આ બેટટર liquid નથી કરવા નું ….થોડું midduium consistency વાળું રાખવું …કેમ કે અપ્પમ બનાવ ના છે એટલે …..

સ્ટેપ :3

હવે આ બેટટર માં છીણેલી દૂધી ,આદુ માર્ચ ની પેસ્ટ ,મરચું પાવડર ,હળદર ,મીઠું ,ચપટી સોડા અને ખાંડ ઉમેરી ઉમેરી રેડી કરવું ….

આ સિવાય તમે તમારા ટેસ્ટ પ્રમાણે ફેરફાર કરી શકો છો …..જેમાં જીના સમારેલા veg ઉમેરી શકો છો …અને ફણગાવેલા કઠોળ ને અધકચરા ક્રશ ઉમેરી શકો છો ..

સ્ટેપ :4

હવે અપ્પમ સ્ટેન્ડ ને 5 મિનિટ ગરમ થવા દેવું પછી ઓઇલ ઉમેરી ને બેટટર paur કરવું …પછી 5 મિનિટ ઢાંકી દઈ ચમચી ની મદદ થી ફેરવી થોડું ઓઇલ મૂકી બીજી બાજુ સેકી લેવું ….અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવું …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.