આ રીતે સસ્તામાં બુક કરાવો ગેસ સિલિન્ડર, જાણી લો સરળ પ્રોસેસ વિશે તમે પણ

LPG Gas Cylinder : આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં વપરાતા એલપીજી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં છેલ્લા ઘણા સમયથી સતત વધારો થઇ રહ્યો છે. 14.2 કિલોના ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરનો હાલનો દિલ્હીનો ભાવ 815 રૂપિયા છે. અન્ય શહેરોમાં પણ આ ભાવ 815 ની આસપાસ જ છે.

પરંતુ શું તમે એ જનનો છો કે તમે 815 રૂપિયામાં મળતો LPG ગેસ સિલિન્ડર પર 800 રૂપિયા સુધીની બચત કરી શકો છો ? તમને થશે કે આવું કઈ રીતે શક્ય છે ? પરંતુ અમે ગપગોળા નથી નાખી રહ્યા પરંતુ હકીકત જણાવી રહ્યા છીએ. ચાલો ત્યારે આ સ્કીમ હેઠળ ઘરેલુ ગેસ સિલિન્ડર ક્યાં મળી રહ્યા છે તેના વિષે વાત કરીએ.

image source

તમને જણાવી દઈએ કે આ ઓફર ગેસ કંપની દ્વારા નહિ પણ પેટીએમ (Paytm) દ્વારા આપવામાં આવી રહી છે. પેટીએમ એ LPG ગેસ સિલિન્ડરના બુકીંગ પેમેન્ટ પર પોતાના ગ્રાહકો માટે આ બમ્પર ઓફર રજુ કરી છે. આ ઓફર અંતર્ગત તમે એક ગેસ સિલિન્ડર પર વધુમાં વધુ 800 રૂપિયા જેવી માતબર રકમની બચત કરી શકો છો અને આ રીતે તમને ગેસ સિલિન્ડર ફક્ત 15 રૂપિયામાં જ મળી શકે.

image source

આ ઓફર આ મહિના માટે જ છે. ભારત પેટ્રોલિયમ કંપનીના ભારત ગેસ (Bharat Gas) સિલિન્ડરના બુકીંગ કરાવવા પર તમને આ ઓફર મળવાપાત્ર છે. આ કેશબેક ઓફર (Cashback Offer) અંતર્ગત કોઈ ગ્રાહક પહેલી વખત પેટીએમ દ્વારા ભારત ગેસ સિલિન્ડરનું બુકીંગ કરાવે તો તેને વધુમાં વધુ 800 રૂપિયા સુધીનું કેશબેક ડિસ્કાઉન્ટ મળી શકે છે.

કઈ રીતે બુક કરવો ગેસ સિલિન્ડર ?

image source

આ માટે તમારે તમારા ફોનમાં Paytm app ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ કાર્ય બાદ પેટીએમ એપ ઓપન કરી ત્યાં આપવામાં આવેલા ‘recharge and pay bills’ ના વિકલ્પને પસંદ કરો. અહીં તમારે ‘book a cylinder’ વિકલ્પને પસંદ કરવાનો રહેશે. હવે અહીં ગેસ પ્રોવાઇડરના વિકલ્પમાં તમારે ભારત ગેસ (Bharat Gas) પસંદ કરવાનો રહેશે. હવે તમારી LPG ID કે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો. ત્યારબાદ QR કોડ સ્કેન કરીને આ ઓફરનો લાભ ઉઠાવી શકાય છે.

image source

આ ઓફર વિષે ભારત પેટ્રોલિયમએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને માહિતી આપી છે. ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે પેટીએમ બુક કરો અને કેશબેકનો ફાયદો મેળવો. પેટીએમ તરફથી તમને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ કેશબેકનો ઉપયોગ તમે અન્ય સામાનની ખરીદી કરવા કે તમારી જરૂરત મુજબ ખર્ચ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!