Site icon News Gujarat

જલદી ઉઠાવો આ ઓફરનો લાભ: LPG રસોઈ ગેસના બુકિંગ પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, ફક્ત 9 રૂપિયામાં મળશે સિલિન્ડર, જાણી લો આખી પ્રોસેસ

image source

LPG Cylinder : જો તમે ગેસ સિલિન્ડરના વધતા ભાવને કારણે પરેશાન છો તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી બની શકે છે. જો તમે LPG ગેસના નિયમિત ગ્રાહક છો તો તમારે આ આર્ટિકલ ખાસ વાંચવો જોઈએ. અસલમાં Paytm ગ્રાહકોને એલપીજી ગેસ સિલિન્ડરની ખરીદી પર કેશબેક આપી રહ્યું છે અને તે પણ અંદાજે 800 રૂપિયાનું કેશબેક. એનો અર્થ એ પણ થાય કે 809 રૂપિયામાં મળતા એલપીજી ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં જ તમને મળી શકે. ત્યારે આ માટે શું પ્રોસેસ કરવી જોઈએ અને આ ઓફર શું છે તેના વિશે જરા વિસ્તારથી જાણીએ.

image source

જો તમે તમે ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમનો વપરાશ કરતા હોવ તો તમે જાણતા જ હશો કે પેટીએમ સમયાંતરે તેના ગ્રાહકોને ફાયદો થાય તેવી ઓફરો આપતી રહી છે. ત્યારે તાજેતરમાં જ પેટીએમ કંપનીએ ઘરેલુ ગેસ પર એક નવી ઓફર રજૂ કરી છે. જે અંતર્ગત જો કોઈપણ પેટીએમ યુઝર પેટીએમ દ્વારા LPG ગેસ બુકીંગ કરાવે તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક કંપની તરફથી આપવામાં આવશે.

image source

અહીં તમારે એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે પેટીએમ દ્વારા કેશબેકનો લાભ મેળવવા તમારે LPG ગેસ સિલિન્ડરનું બુકીંગ પેટીએમ દ્વારા કરવાનું રહેશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે પેટીએમ તેના ગ્રાહકોને પ્રથમ વખત આવી ઓફર નથી આપી રહ્યું. આ પહેલા પણ પેટીએમ LPG ગેસ બુકીંગ કરવા પર ઓફર રજૂ કરી ચૂક્યું છે. આ પહેલા ગ્રાહકોને કંપની 700 રૂપિયા સુધીનું અને 500 રૂપિયા સુધીનું કેશબેક આપી રહી હતી. ત્યારે હવે આ વખતે કંપની તરફથી ગ્રાહકોને 809 રૂપિયામાં મળતા LPG ગેસ સિલિન્ડર પર 800 રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

image source

પેટીએમનું આ 800 રૂપિયા સુધીનું કેશબેક મેળવવા માટે તમારે થોડા સરળ સ્ટેપ ફોલો કરવાના રહેશે. આ ઓફરનો લાભ લેવા માટે તમારા ફોનમાં Paytm એપ્લિકેશન હોવી જરૂરી છે.

બુકીંગ થયા બાદ લગભગ 24 કલાકમાં તમને કેશબેક સ્ક્રેચ કાર્ડ મળશે. આ સ્ક્રેચ કાર્ડને સાત દિવસની અંદર જ ઉપયોગ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version