કેટરીના કેફની મિત્ર અને સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને નથી મળ્યું આમંત્રણ, જાણો એમને શુ કહ્યું?

અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને હવે ગણતરીના દિવસો બાકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ અને કેટરીના કૈફ 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરશે. લગ્નની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે અને ગેસ્ટ લિસ્ટ પણ ફાઈનલ થઈ ગયું છે. પરંતુ, આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડના દબંગ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માને કેટરીના કેફ અને વિકી કૌશલના બહુપ્રતિક્ષિત લગ્ન માટે આમંત્રણ મળ્યું નથી.

કેટરીના કેફની ખૂબ જ સારી મિત્ર છે અર્પિતા ખાન

image source

અર્પિતા ખાન શર્મા અભિનેત્રી કેટરીના કૈફની ખૂબ સારી મિત્ર છે. બંને ઘણીવાર સાથે પાર્ટીમાં જતા જોવા મળે છે. આ સિવાય તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા માટે હાર્દિક સંદેશ પણ શેર કરે છે. આ પછી પણ કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નનું આમંત્રણ દુલ્હનના નજીકના મિત્રને હજુ સુધી મળ્યું નથી. અર્પિતા ખાને પોતે આ માહિતી આપી છે.

image soucre

એક ટીવી ચેનલ સાથે વાત કરતા અર્પિતા ખાન શર્માએ કહ્યું કે તેને વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નનું આમંત્રણ મળ્યું નથી. તેણે કહ્યું કે તેને લગ્ન માટે કોઈ આમંત્રણ મળ્યું નથી. નોંધનીય છે કે આ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ વિકી કૌશલ અને કેટરિનાના લગ્નની અફવાઓ અંગે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે, ફેન્સ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ રોયલ વેડિંગ માટે હોટલના સૌથી ખાસ અને મોંઘા રૂમ બુક કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલ રાજા માન સિંહ સ્વીટમાં રહેશે અને કેટરીના કૈફ રાણી પદ્માવતી સ્વીટમાં રહેશે. કેટરિના અને વિકી કૌશલના લગ્ન રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં પણ ભવ્ય રિસેપ્સન પાર્ટી આપવામાં આવશે

image source

કેટરીના કૈફ અને વિકી કૌશલ બંનેમાંથી કોઈએ પણ તેમના લગ્નની તારીખની પુષ્ટિ કરી નથી. આ કપલે હજુ સુધી તેમના લગ્નને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. તેઓએ ક્યારેય એકબીજા સાથે ડેટિંગની પુષ્ટિ પણ કરી નથી. તો હવે જોવાનું એ રહ્યું કે શું ખરેખર કેટરીના અને વિકી લગ્ન કરશે કે પછી આ ફક્ત અફવા માત્ર છે.