Site icon News Gujarat

બાપ રે ફરી લોકડાઉન! આ શહેરમાં 31 માર્ચ સુધી વીકએન્ડ લોકડાઉન લગાવાયું

સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા!નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન

રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન રહેશે અને મંગળવારથી અન્ય ઘણા પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વહીવટીતંત્રએ નિર્ણય લીધો કે 15 માર્ચથી જિલ્લામાં લગ્નના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને પહેલાંથી જ 15 માર્ચ સુધી પરવાનગી મળી ચૂકી છે, માત્ર તેમને મંજૂરી આપવામાં આવશે. જ્યારે થાણે શહેરના 11 હોટસ્પોટ પર 11 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

નાસિકમાં 8 દિવસમાં 3 હજારથી વધુ કેસ મળી આવ્યા

image source

નાસિકમાં છેલ્લા 8 દિવસમાં 3,725 નવા કોરોના કેસ નોંધાયા છે. સોમવારે અહીં કોરોનાના 644 કેસ નોંધાયા હતા. અત્યારસુધીમાં કુલ 1 લાખ 31 હજાર 990 લોકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે. થાણેમાં દર અઠવાડિયે સરેરાશ 700થી 800 કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી અત્યારસુધી 2 લાખ 86 હજાર 351 લોકોને સંક્રમણ લાગ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 15,353 નવા કેસ સામે આવ્યા છે અને 16,606 દર્દી સાજા થયા. આ મહિનામાં આ બીજી વખત છે, જ્યારે નવા કેસ કરતાં વધુ લોકો સાજા થયા છે. આ પહેલાં આવું 1 માર્ચે બન્યું હતું. સોમવારે 76 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,331 નો ઘટાડો થયો.

દેશમાં અત્યારસુધીમાં 1.07 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે, તેમાંથી 1.08 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. લગભગ 1.58 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 1.84 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

image source

મહારાષ્ટ્રના બજેટસત્રમાં સામેલ 36 લોકોને સંક્રમણ લાગ્યું

મહારાષ્ટ્રમાં સોમવારે રજૂ થયેલા બજેટ પહેલાં બજેટસત્રમાં 36 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મોટે ભાગે એસેમ્બ્લી સ્ટાફ હોય છે. મુંબઈની જેજે હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, બજેટસત્રને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભામાં 6 અને 7 માર્ચે 2,746 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 36 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. 1 માર્ચથી મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટસત્રની શરૂઆત થઈ હતી.

6 રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર

image source

રાજ્યમાં સોમવારે 8,744 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 9,068 લોકો સાજા થયા અને 22 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં રાજ્યમાં 22 લાખ 28 હજાર 471 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 20 લાખ 77 હજાર 112 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 52,500 દર્દી મૃત્યુ પામ્યા છે. 97,637 દર્દી સારવાર હેઠળ છે.

2. કેરળ

સોમવારે રાજ્યમાં 1,412 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 3,030 લોકો સાજા થયા અને 12 લોકોએ જીવ ગુમાવ્યો. અત્યારસુધીમાં 10 લાખ 78 હજાર 740 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 10 લાખ 34 હજાર 895 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 4,313 દર્દી મૃત્યુ પામ્યા છે. 39,233 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ

image source

રાજ્યમાં સોમવારે કોરોનાના 427 કેસ નોંધાયા હતા. 397 લોકો સાજા થયા અને 1નું મૃત્યુ થયું. અત્યારસુધીમાં અહીં 2 લાખ 65 હજાર 70 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાં 2 લાખ 57 હજાર 560 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3872 દર્દી મૃત્યુ પામ્યા છે. 3638 દર્દી હજી સારવાર હેઠળ છે.

4. ગુજરાત

રાજ્યમાં સોમવારે 555 નવા કેસ નોંધાયા હતા. 482 લોકો સાજા થયા અને એકનું મોત નીપજ્યું. અત્યારસુધીમાં 2 લાખ 73 હજાર 941 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2 લાખ 66 હજાર 313 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4416 દર્દી મૃત્યુ પામ્યા છે. 3,212 દર્દીની સારવાર ચાલી રહી છે.

image source

5. રાજસ્થાન

રાજ્યમાં સોમવારે 179 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતુ. 51 લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં 3 લાખ 21 હજાર 711 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3 લાખ 17 હજાર 39 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2789 દર્દી મૃત્યુ પામ્યા છે. 1883 દર્દીની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી

image source

રાજધાની દિલ્હીમાં 239 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 309 લોકો સાજા થયા અને 3 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 6 લાખ 41 હજાર 340 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 6 લાખ 28 હજાર 686 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,924 દર્દી મૃત્યુ પામ્યા. 1730 દર્દી સારવાર હેઠળ છે.

રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી 11 લાખ 9 હજાર 515 વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો આજે રાજ્યમાં 1 લાખ કરતા વધુ લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી રસી અપાયા બાદ કોઈ વ્યક્તિમાં આડઅસર જોવા મળી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version