એક કોલથી શરૂ થઈ હતી આશુતોષ રાણા અને રેણુકા શહાણેની પ્રેમ કહાની, જાણી લો લવ લેટરમાં શુ લખ્યું હતું

આશુતોષ રાણા બોલિવુડના એ કલાકાર છે જેમને પોતાના ઉમદા અભિનયના દમ પર પોતાની ખાસ ઓળખ બનાવી છે. આ જ કારણ છે કે એક સમયે વિલનના રૂપમાં એ હીરો પર ભારે પડતા હતા. એ સમયે દરેક નિર્દશેક આશુતોષને પોતાની ફિલ્મમાં જીવ રેડવા માટે કાસ્ટ કરવા માંગતા હતા. જખમ, દુશ્મન,અને સંઘર્ષ જેવી ઉમદા ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય કરનાર આશુતોષ રાણાની ઓળખ એક એવા અભિનેતા છે જે લખવામાં પણ માહેર છે.

image source

આશુતોષને જેટલી સફળતા કરિયરમાં મળી એટલી જ ખુશી અંગત જીવનમાં પણ મળી. અભિનેતાએ વર્ષ 2011માં અભિનેત્રી રેણુકા શહાણે સાથે લગ્ન કર્યા હતા.રેણુકાની ગણતરી બોલીવુડની સૌથી વધુ ભણેલી ગણેલી અભિનેત્રીઓમાં થાય છે. એમને સેન્ટ ઝેવીયર કોલેજમાંથી આર્ટ્સ અને પછી મુંબઈ યુનિવર્સિટીમાં ક્લિનિકલ સાઇકોલોજીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. આશુતોષ અને એમની પત્ની રેણુકાની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. એની ચર્ચા એ ઘણીવાર અલગ અલગ મંચ પર કરી ચુક્યા છે.

image source

આશુતોષ રાણા અને રેણુકા શહાણે વચ્ચે વાતચીતનો સિલસિલો એક ફોન કોલથી શરૂ થયો હતો અને મજેદાર વાત એ છે કે પહેલી જ વારમાં બંનેએ લાંબી વાત કરી હતી. આશુતોષ રાણાએ રેણુકા સાથે પોતાની પ્રેમ કહાનીની ચર્ચા એક વાર કપિલ શર્માના શોમાં પણ કરી હતી. અહીંયા એમને ખુલાસો કર્યો હતો કે બન્નેની પહેલી મુલાકાત કઈ રીતે થઈ હતી. આશુતોષ રાણાએ કહ્યું હતું કે હંસલ મહેતાની પહેલી ફિલ્મ જયતે. ના પ્રિવ્યું દરમિયાન રેણુકાને એ પહેલીવાર મળ્યા હતા. કારણ કે એ એમના ઝીણવટ ભરેલા અભિનયના મોટા ફેન હતા.

image source

મુલાકાત દરમિયાન રેણુકા સાથે લગભગ અડધા કલાકની વાતચીતમાં આશુતોષ રાણા એમના વિચારોથી ઘણા જ પ્રભાવિત થઈ ગયા. એ પછી એ પ્રેમના એકરારની રાહ જોવા નહોતા માંગતા અને યોગ્ય અવસરની શોધમાં હતા. એ માટે એમને દશેરાનો દિવસ પસંદ કર્યો અને રેણુકાને શુભકામનાઓ આપવા માટે ફોન કર્યો.

image source

બસ અહીંયાંથી જ શુભકામનાઓ અને હાલચાલના જવાબનો સિલિસિલો ચાલતો રહ્યો અને ધીમે ધીમે વાતો વધતી ગઈ. આ રીતે એમને લેન્ડલાઈન પરથી રેણુકાનો અંગત મોબાઈલ નંબર મળી ગયો. પછી શું હતું, લગભગ ત્રણ મહિના સુધી બન્ને વચ્ચે ફોન પર વાતચીત ચાલતી રહી. પછી આશુતોષ રાણાએ સમય ન બગડતા રેણુકા શહાણેને પ્રપોઝ કરવાનું નક્કી કરી લીધું. એ માટે આશુતોષે એક ઉમદા કવિતા લખી જેથી જવાબ ના હોય તો પણ તકલીફ ન થાય.

image source

આશુતોષ રાણાએ પોતાના એકરારના પત્રમાં લખ્યું કે પ્રિયે લખીને, હું નીચે લખી દઉં નામ તારું, થોડી જગ્યા વચ્ચે છોડી દઉં..નીચે લખી દઉં સદાય તારો.. લખ્યું વચ્ચે શુ એ તારે વાંચવાનું છે, કાગળ પર મનની પરિભાષાનો અર્થ સમજવાનો છે, જે પણ અર્થ કાઢીશ તું એ મને સ્વીકાર છે, જુકેલા નયન, મૌન હોઠ અને કોરો કાગળ અર્થ બધાનો પ્રેમ છે.’રેણુકા શહાણેએ આશુ4 રાણાનું પ્રપોઝલ સ્વીકારી લીધું અને 25 મે 2001ના રોજ આશુતોષને ગામ દમોહમાં બન્નેના લગ્ન થયા. એમન બે દીકરા શૌર્યમન અને સત્યેન્દ્ર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!