નજીક છે આ તારીખ, જ્યારે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આવશે કોરોનાની મહામારીનો અંત

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ તારીખે કોરોનાની મહામારીનો આવશે અંત – શરૂ થઈ રહી છે કોરોનાની મારકેશ દશા

કોરોના વાયરસની મહામારીએ લગભગ આખાએ વિશ્વને હચમચાવી મુક્યું છે. કરોડો લોકો કોરોના વાયરસથી આજે સંક્રમિત છે તો લાખો લોકોએ પોતાના જીવ પણ ગુમાવા પડ્યા છે. આ સિવાય લાખો લોકોએ પોતાની નોકરી પણ ગુમાવવાનો વારો આવ્યો છે. મોટા મોટા દેશોની ઇકોનોમી ડામાડોળ થઈ ગઈ છે.

image source

સતત આંઠ મહિનાથી કોરોના વાયરસે વિશ્વને પોતાની બાનમાં લીધું છે. ઘણા સમયથી વિશ્વની મોટી મોટી લેબોરેટરીઝના અવ્વલ દરજાના સંશોધકો કોરોના વાયરસની વેક્સિન શોધી રહ્યા છે પણ હજુ સુધી કોઈને પણ સંફળતા નથી મળી. મનુષ્યનો એક માત્ર સહારો તેમની રોગપ્રતિકારક શક્તિ જ છે. અને તેને મજબુત બનાવવા માટે લોકો વિવિધ પ્રયાસ કરી રહ્યા છે.

image source

લોકો આ રોગચાળાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો આ રોગચાળાના કારણે મુક્ત રીતે હરી ફરી નથી શકતા. જીવનને માણી નથી શકતા. તેહવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ તેમ છતાં ક્યાંય કશી જ રોનક નથી દેખાતી. પણ આ દરમિયાન જ્યોતિષશાસ્ત્ર ખુશખબર લઈને આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હાલ ચાલી રહેલી ગ્રહોની દશા તેમજ તેની ગતિવિધિઓ પરથી કોરોના અંગેની સ્થિતિ પર પણ તારણો કાઢવાના પ્રયાસ કરવામા આવી રહ્યા છે.

image source

જ્યોતિષશાસ્ત્રનું માનવામાં આવે તો 2019માં આવેલા સૂર્યગ્રહણ બાદ આ મહાદશા બેઠી છે. હવે આ સૂર્ય જ આ ભયંકર મહામારીમાંથી વિશ્વને ઉગારશે તેવું જ્યોતિષશાસ્ત્રનું માનવું છે. હાલની સ્થિત જોવા જઈએ તો હાલ સૂર્ય અને બુધ બન્ને કર્ક રાશિમાં છે. જે ચંદ્રની રાશિમાં છે. માટે બુધ સામે દુશ્મની છે,માટે જ આ મહામારીની અસર હાલ વધારે વર્તાઈ રહી છે.

હાલ બુધઆદિત્ય યોગ ચાલી રહ્યો હોવા છતાં ચંદ્રની રાશિ કર્કમાં બન્ને બીરાજમાન હોવાથી ચંદ્ર બુધ અને સૂર્યના શુભ ફળને નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરી રહ્યો છે.

image source

આ દિવસથી સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે

16મી ઓગસ્ટે સૂર્ય પોતાના સ્વામિત્વવાળી રાશી એટલે કે સિંહ રાશીમાં પ્રવેશ કરશે. અને તેના એક દિવસ પહેલા બુધ પણ ચંદ્રના સ્વામિત્વવાળી કર્કરાશીમાંથી નીકળીને સિંહ રાશીમાં પ્રવેશ કરશે. આમ સિંહ સૂર્ય અને બુધની યુતિ રચાશે. અને આ યુતિ રચાશે તે સમયે કોરોનાની માનવજાતી પરની પકડ હળવી થવા લાગશે.

image source

ત્યાર બાદ 16મી સપ્ટેમ્બરે સૂર્ય બુધના સ્વામિત્વવાળી રાશી એટલે કે કન્યારાશીમાં પ્રવેશ કરશે. 5મી સપ્ટેમ્બરના રોજ બુધ અસ્તમાંથી બહાર આવશે. આમ ફરી એકવાર કરન્યારાશીમાં બુધાદિત્ય યોગ રચાશે અને તે કોરોના પર બળપૂર્વક પ્રભાવ પાડશે. આ યોગ બુધના જ સ્વામિત્વવાળી રાશિમાં સર્જાશે માટે તેમના કાર્યમાં કોઈ વિઘ્ન ઉભું નહીં થાય એટલે કે દુશ્મન ગ્રહો તેમના કામને નિષ્ફળ નહીં બનાવી શકે. આમ એવી આશા વર્તાઈ રહી છે કે 16 ઓગસ્ટથી કોરોનાની મહામારી નબળી પડી શકે છે.

કોરોનાના આંકડાઓ પર એક નજર

image source

હાલનો કોરોનાનો આંકડો જોવા જઈએ તો અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 1.84 કરોડ સંક્રમિતો નોંધાયા છે. જેમાંથી 1.1 કરોડ લોકોને સંક્રમણમાંથી મુક્તિ મળી છે. પણ દુઃખની વાત એ છે કે કોરોના સંક્રમણથી 6.92 લાખ લોકોના મૃત્યુ થયા છે. ભારતની વાત કરીએ તો ભારતમાં પણ દિવસેને દિવસે હજારોની સંખ્યામાં સંક્રમીતો વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી તો રોજના સંક્રમિતેનો આંકડો 50 હજારને ઓળંગી ગયો છે.

image source

19.1 લાખ લોકો ભારતમાં કોરોના વાયરસથી અત્યારસુધીમાં સંક્રમિત થયા છે. તેમજ અત્યારસુધીમાં 12.8 લાખ લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે. ભારમતાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 39,795 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 65,704 લોકો સંક્રમિત થયા છે, 48,359 લોકોને કોરોનાના સંક્રમણમાંથી મુક્તિ મળી છે. અને તેમને ડીસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 2534 લોકોના આ મહામારીના કારણે દુઃખદ મૃત્યુ નીપજ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત