Vastu Tips- જમીન ખરીદતી સમયે આ 13 વાતોનું રાખી લો ધ્યાન, નહીં થાય નુકસાન

જ્યારે પણ આપણે કોઈ ચીજ ખરીદીએ છીએ ત્યારે તેની સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સનું ખાસ ધ્યાન રાખીએ છીએ. આજે આપણે અહીં આવી જ કેટલીક વાસ્તુ ટિપ્સની વાત કરવાની છે જે તમને જમીનની ખરીદીમાં મદદ કરશે. જ્યારે તમે કોઈ પણ કામ માટે જેમકે મકાન, દુકાને કે પ્લોટની ખરીદી કરો છો ત્યારે તમારે Vastu Tipsનું ખાસ ધ્યાન રાખી લેવું. તેની ચારેય તરફની બનાવટ, વાતાવરણ અને મૂળભૂત ઢાંચો વગેરેની જાણકારી મેળવવી જરૂરી છે. જે જગ્યાએ વાસ્તુ કરવાનું છે તેના વાતાવરણની સાથે સાથે પાણીની વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે.

image source

તો હવેથી તમે પણ જમીન સંબંધિત ખરીદીમાં આ 13 Vastu Tipsનું ધ્યાન રાખો તો જરૂરી છે.

વાસ્તુના સ્થાને કોઈ ગટર કે વર્કશોપ ન હોવી જોઈએ.

કોઈ પણ ગલી કે રહેણાંકની લાઈનમાં છેલ્લું મકાન ન ખરીદવું. સડકના કિનારે બનેલું મકાન પણ શુભ હોતું નથી.

image source

ઢાળ વાળા સ્થાન, ડૂબતા સ્થાને મકાન હોય તો ન લેવું. આવી જગ્યાઓએ જમીન પણ ન ખરીદવી.

image source

હવા, પાણી, પ્રકાશ અને પહોળી ગલી તથા તમારી રાશિના અનુસાર નગર કે કોલોનીની પસંદગી કરવી. તે શુભ રહે છે.

ત્રણ ખૂણાની જગ્યા પડતી હોય તેની પણ પસંદગી કરવી નહીં. એક તરફ વધારે પહોળી અને એક તરફ ઓછી પહોળી હોય તેવી જગ્યા પણ અશુભ હોય છે.

રસોઈ, ગાર્ડન, ફુવારા વગેરે મુખ્ય દ્વારની સામે ન બનાવવા જોઈએ. તે શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે.

મુખ્ય પ્રવેશદ્વારની સામે બાઉન્ડ્રી વોલ ન હોવી જોઈએ.

image source

સાર્વજનિક ટાંકીનો પડછાયો ઘરમાં પડતો હોય તેવી જગ્યા કે ઘરની પસંદગી પણ યોગ્ય નથી. વાસ્તુ અનુસાર તે અશુભ માનવામાં આવે છે.

2 મોટા મકાનની વચ્ચે એક નાનું મકાન હોય તો નાના મકાનમાં રહેનારા માટે તે હાનિકારક હોય છે.

image source

મકાનની આસપાસ મંદિર, મસ્જિદ કે મીનાર કે ગટરનું નાળું શુભ ગણાતુ નથી. આવી જગ્યાઓએ ઘર કે જમીન ક્યારેય ન ખરીદો.

ભવન નિર્માણના દરેક કાર્ય અને લેવડ દેવડ જ્યાં શુધી શક્ય હોય ત્યાં સુધી શભ મહિને, શુભ વાર અને શુભ તિથિએ કરવા. આ માટે તમે જ્યોતિષની સલાહ પણ લઈ શકો છો.

image source

મકાનના મુખ્ય દરવાજાની સામે શિવ, વિષ્ણુ, દુર્ગા માતાનું મંદિર પણ ન હોવું જોઈએ.

મકાથી 1800 ફૂટની અંદર મસ્જિદ, મંદિર, ધર્મણશાળા, સ્કૂલ કે કોલેજ ન હોવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત