Site icon News Gujarat

આવતીકાલે સવારે 8 વાગે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ ઓનલાઇન જોઈ શકાશે, જાણો પરિણામથી અસંતોષ હોય તો શું કરશો

ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત, આવતી કાલે સવારે 8 વાગે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ ઓનલાઇન જોઈ શકાશે.

કોરોનાના કારણે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવાયું હતું પણ એના રિઝલ્ટ નહોતા આવ્યા જેના કારણે વિદ્યાર્થીઓ એમના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ધોરણ 10ના પરિણામ થોડા દિવસ પહેલા જ જાહેર થઈ ચૂક્યું છે.ત્યારે હવે 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો 17મી જુલાઈએ અંત આવી જશે.

image source

આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ રિઝલ્ટસવારે 8 વાગ્યે result.gseb.org પર જાહેર કરવામાં આવશે. સ્કૂલોનું પરિણામ સ્કૂલના ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકશે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. માસ પ્રમોશન આપ્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની ફોર્મ્યુલા ગુજરાત બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું હતું.

image source

આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લઈને રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. ધોરણ 12ના બધા જ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે.

આ પરિણામ જાહેર થયા પછી કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ જાહેર થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

image source

ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી દ્વિતીય ભાષાના ગુણ માટે ધો.10માં વિદ્યાર્થીએ અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી (દ્વિતીય ભાષા)ના ગુણને ગણતરીમાં લેવાશે. ઉપરાંત કોઇ એક દ્વિતીય ભાષા અથવા કમ્પ્યૂટર વિષયના ગુણ માટે ધો.10મા વિદ્યાર્થીએ પસંદ કરેલ દ્વિતિય ભાષા અથવા તૃતિય ભાષામાં મેળવેલા ગુણને ગણતરીમાં લેવાશે.

image source

ધોરણ 12માં કેમિસ્ટ્રી-ફિઝિક્સ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના માર્ક ગણતરીમાં લેવાશે

image source

આ સિવાય પ્રેક્ટિલ પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12ના વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિ ધ્યાને લેવાશે. બોર્ડના પરિપત્ર પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12માં વર્ષ દરમિયાન કરેલી પ્રાયોગિક પ્રવૃત્તિને આધારે ગુણ આપવાના રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version