બાબા રામદેવનો દાવો, કહ્યું કોરોનાને દૂર કરતી દવા તૈયાર, ટુંક સમયમાં દુનિયા સમક્ષ કરશે રજૂ

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે વિશ્વભરના વૈજ્ઞાનિકો તેની દવા અને રસી શોધના કામે લાગેલા છે. તો બીજી તરફ વિવિધ દેશી અને વિદેશી દવા બનાવતી કંપનીઓ પણ કોરોનાની દવા બનાવવા માટે મહેનત કરી રહી છે.

image source

ઘણા દેશોમાં કોરોનાની રસીના પરીક્ષણો તબક્કાવાર શરુ થયા છે જેમાંથી ઘણાને સકારાત્મક પરિણામો જોવા મળ્યા પણ છે. આ દરમિયાન ભારતની એક સ્થાનિક આયુર્વેદિક કંપનીએ કોરોના વાયરસ માટે દવા તૈયાર કરવાનો દાવો કર્યો છે.

બાબા રામદેવની આયુર્વેદિક કંપની પતંજલિએ કોરોના દવા બનાવી લીધાનો દાવો કર્યો છે. પતંજલિ આયુર્વેદના સહ-સ્થાપક આચાર્ય બાલકૃષ્ણે કહ્યું છે કે વિશેષ સૂત્રોથી તૈયાર કરવામાં આવેલી આ દવાના ઉપયોગથી લગભગ 80 ટકા દર્દીઓ સાજા થયા છે. તેમનું કહેવું છે કે ચીનમાં જ્યારે સંક્રમણ ફેલાવાનું શરુ થયું ત્યારથી તેમની ટીમ દવા શોધવાના કામમાં વ્યસ્ત હતી. હવે દાવો કરવામાં આવ્યો છે કે આ દવા તૈયાર થઈ ચુકી છે અને તેના ઉપયોગ કરવાથી 80 ટકા દર્દી સ્વસ્થ થઈ જાય છે.

image source

આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે કોરોના રોગચાળાએ ચીન સાથે વિશ્વભરમાં પ્રવેશ કર્યો કે તરત જ તેણે પોતાની સંસ્થાના દરેક વિભાગને કોરોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા પર કામ કરવા માટે જોડાવ્યું. જેનું સકારાત્મક પરિણામ હવે બહાર આવ્યું છે.

આચાર્ય બાલકૃષ્ણે દાવો કર્યો છે કે પતંજલિ દ્વારા બનાવવામાં આવેલી આ વિશેષ દવાઓનું માત્ર પરીક્ષણ જ નથી કરવામાં આવ્યું પરંતુ તે સંપૂર્ણ રીતે તૈયાર પણ થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે આ દવાથી એક હજારથી વધુ લોકો સાજા થયા છે. લગભગ 80 ટકા દર્દીઓમાં તેનું સારું પરિણામ જોવા મળ્યું છે.

image source

કોરોનાની આ દવામાં તમામ પ્રકારની ઔષધિઓ અને આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પતંજલિના વૈજ્ઞાનિકોએ તેને બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. આચાર્ય બાલકૃષ્ણે આશા વ્યક્ત કરી છે કે આ દવાથી દેશના અન્ય લોકો પણ લાભ મેળવી શકે છે.

image source

પતંજલિ સંશોધન સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં કોરોના ફેલાવા લાગ્યો હતો અને ત્યારથી તેમણે દવા પર કામ શરૂ કરી દીધું હતું. અનેક વૈજ્ઞાનિકો આ કાર્યમાં રોકાયેલા હતા. તેમણે કહ્યું કે તેમની ટીમે આ દવા બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. ખાસ વાત તો એ છે કે આ દવાથી એક હજાર લોકો સ્વસ્થ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલે યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે ગિલોય અને અશ્વગંધા કોરોનાના સંક્રમણને રોકવા 100 ટકા અસરકારક છે. હવે તેનાથી બનેલી દવા તે ટુંક સમયમાં દુનિયા સામે રજૂ કરશે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત