બેક હાંડવો – દરેક ગુજરાતીઓની પહેલી પસંદ એવો હાંડવો હવે બેક કરીને પણ બનાવી શકશો..

કેમ છો ફ્રેંડસ…

હાંડવો તો આપણા ગુજરાતી ઓ ના દરેક ઘરે બનાવતા જ હોય છે અને બધાંયને ભાવતો પણ હોય છે.પણ આજે oven માં અને કપ કેક ના મોલ્ડ માં હાંડવો બનવાનો છે.. અને પાલક અને લિલી ડુંગળી નાખીને બનાવીશું..આ બધું બાળકો જલ્દી થી નથી ખાતા હોતા પણ બેક અને કપ કેક મોલ્ડ માં બનાવીશુ તો છોકરાં ઓ પણ હોંશે હોંશે ખાયી લેશે..

તમે કુકર નો અને પ્યાન નો તો હાંડવો ખાધો જ છે આજે બેક હાંડવો ચોક્કસ થી ટ્રાય કરજો તો જોઈ લો તે માટેની સામગ્રી ….

“બેક હાંડવો ”

સામગ્રી :-

  • ૧/૪ કપ – મગની દાળ
  • ૧/૪ ક્પ – ચણાની દાળ
  • ૧/૪ ક્પ – અડદની દાળ
  • ૧/૨ કપ – ચોખા
  • ૧/૪ કપ – લિલી ડુંગળી
  • ૧/૪ કપ – પાલક સમારેલી
  • ૧ ચમચી – આદુ અને લસણની પેસ્ટ
  • ૧ ચમચી – લીલા મરચાની પેસ્ટ
  • ૨ ચમચી – તલ
  • ૪ ચમચી – તેલ
  • ૧ ચમચી – ઇનો
  • મીઠું – સ્વાદપ્રમાને

રીત –

સૌપ્રથમ બધી દાળ અને ચોખા ધોઈ ૩-૪ કલાક માટે પલાળી રાખવુ.

હવે પાણી માંથી કાઢી નિતારવા રાખવી અને મિક્સર માં પીસી લેવું.

એક વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ ,લીમડો હિંગ નાખી વઘાર તૈયાર કરવો.

હવે જે દાળ ની પેસ્ટ પીસી રાખી તેમાં આદુ મરચાં ની પેસ્ટ અને વઘાર મિક્સ કરવું.અને સરખું ફીણી લેવું.

હવે કપ કેક ના મોલ્ડ લઇ તેલ થી ગ્રીસ કરી લેવા.

હવે માઇક્રોવેવ કનવેકશન મોડ પર ૧૮૦ ડિગ્રી પર પ્રિહિટ કરી લેવું.

હવે હાંડવો ના મિશ્રણ માં ઈનો નાખી સરખું હલાવી લેવું.અને મોલ્ડ માં ભરી લેવું અને ઉપર થી ફરી તલ નો વઘાર કરવું..

હવે માઇક્રોવેવ માં નાની ઝારી ઉપર મોલ્ડ મુકવા અને ૨૦ મિનિટ બેક કરવા.

હવે હેલ્થી અને ટેસ્ટી કપ હાંડવો તૈયાર છે…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.