આ લોકો હોય છે જિદ અને અહંકારથી ભરપૂર, રહો આ લોકોથી દૂર નહીતર…

જન્મદિવસ દરેક વ્યક્તિ માટે ખૂબ જ વિશેષ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ પરથી આપણે ઘણું જાણી શકીએ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્મ તારીખ પ્રમાણે દરેક વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. દરેક વ્યક્તિ ની જન્મ તારીખ અનુસાર, તેના મૂળાંક પણ નક્કી કરવામાં આવે છે, જ્યોતિષ શાસ્ત્રમાં, અમુક ચોક્કસ તારીખે જન્મેલા લોકો સ્વભાવ થી ખુબ જ ઘમંડી માનવામાં આવે છે.

પરંતુ આ લોકોમાં ઘણા ગુણ પણ હોય છે. જેના કારણે સમાજમાં તેમનું માન સન્માન પણ જળવાયેલ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મૂળાંક એક થી નવ સુધી નક્કી કરવામાં આવ્યો છે, જે મુજબ મહિનાના ચાર, તેર, બાવીસ અને એકત્રીસ તારીખે જન્મેલ જાતકનો મૂળાંક ચાર હોય છે. આ મૂળાંકના સ્વામી રાહુ ગ્રહને માનવામાં આવે છે. આ લોકો સ્વભાવથી ખૂબ જ જીદ્દી હોય છે.

આ તારીખે જન્મેલા લોકોમાં ઘમંડ જોવા મળે છે, તેઓ ઉદ્ધતાઇ ભર્યુ અને તોછડુ વર્તન કરતા હોય છે. તેમના જીવનમાં સમસ્યાઓ આવે પરંતુ તેમની મુશ્કેલીમાંથી બહાર નીકળવાની આવડતને કારણે તેમની આર્થિક સ્થિતિ સારી રહે છે, કારણ કે આ લોકો હિંમતવાન હોય છે. અને તેઓ કુશળતાથી પૈસા કમાવવા માટે સક્ષમ પણ હોય છે.

જો કે મૂળાંક ચાર વાળા જાતકો પર જલ્દીથી ભરોસો ન કરશો. કેમ કે તેઓ થોડા સ્વાર્થી હોય છે. સરવાળે તેઓ પોતાને ફાવે ત્યારે જ સંબંધો બાંધે છે. તેઓ યોજના બનાવવામાં પાવર ફૂલ હોય છે. તે ગમે તેવી મુશ્કેલીના સમયમાં રસ્તો કાઢી લે છે. તેમને ગુસ્સો પણ ભયંકર આવે છે. તેઓ ખુબ સારા વક્તા હોય છે. સમયાંતરે પોતાની વાત મનાવી લેતા હોય છે. પોતાનો દબદબો જળવાય તેવા કામ તે કરતા રહે છે.

મૂળાંક ચાર ધરાવનાર વ્યક્તિ કોઇ ખાસ રોમેન્ટિક હોતા નથી. પરંતુ તેમના પાર્ટનરની સામે નમવું, તેમની દરેક પ્રકારની વાતોને સાંભળવી અને તેમની માટે એક વિશ્વાસુ પાર્ટનર બનવા માટે તમે હમેશાં તૈયાર રહો છો. ખાલી ફોકટનું ફ્લર્ટ કરવું તમને પસંદ નથી. પરંતુ આ ઇચ્છાઓ સિવાય પણ મૂળાંક ચાર ધરાવનાર લોકો પોતાના ગુસ્સાના કારણ થી સંબંધોમાં દરાર આવી જાય છે. આ દરાર એટલી વધી જાય છે કે, તલાક પણ થઇ શકે છે. જો આ લોકોને કોઇ પ્રેમના સંબંધમાં બાંધીને રાખી શકે છે, તો તે મૂળાંક બે, છ અને આઠ ધરાવનાર લોકો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ