Site icon News Gujarat

બાજરી ના લોટ નું ખીચું – વિકેન્ડને બનાવો એકદમ ટેસ્ટી અને મજેદાર, પરિવારને આપો સરપ્રાઈઝ આ ખીચું બનાવીને..

આપણે અવારનવાર જયારે ભૂખ લાગે અને કાંઈક ચટપટું કે તીખું મસાલેદાર ખાવાનું મન થાય ત્યારે ખીચું બનાવતા હોઈએ છીએ. આમ તો ખીચું એ ચોખાના લોટના પાપડ બનાવવાના હોય ત્યારે બનાવીએ છીએ અને ખાતા પણ હોઈએ છીએ પણ હવે તો રવિવારે પણ સાંજના નાસ્તામાં ગરમાગરમ ખીચું ખાવાની મજા આવતી હોય છે. એમાં પણ જો વરસાદ આવતો હોય અને ગરમાગરમ ખીચું ખાવા મળી જાય તો તો જલસો પડી જાય.

આજે હું આપણી માટે લાવી છું બાજરીના લોટનું ખીચું બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. સૌથી પહેલા આપણે આ રેસિપીનો વિડિઓ જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવી જાય. તો ચાલો જોઈએ વિડિઓ. તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.

બાજરી ના લોટ નું ખીચું

સામગ્રી :

રીત :

૧. છાસ માં ૧ ચમચી બાજરી નો લોટ, મરચું અને મીઠું ઉમેરી ને બરોબર ભેળવી દેવું.

૨. હવે એક તપેલી માં ૧ ચમચી ઘી અને ૧ ચમચી તેલ ગરમ કરવા મૂકવું.

૩. તેલ માં રાઈ નાખવી અને તતડે એટલે જીરું અને અજમો ઉમેરવો.

૪. એમાં લસણ ને લીલા માર્ચ ઉમેરી ને ધીમા તાપે ૧ મિનિટ સાંતળવું.

૫. હવે એમાં હિંગ ઉમેરી ને છાસ વઘારી દેવી. ૧/૨ કપ જેવું પાણી પણ ઉમેરવું.

૬. છાસ ઉકળે એટલે એમાં જરૂર હોય તો મીઠું ઉમેરવું અને બાજરી નો લોટ ધીમે ધીમે ઉમેરવો.

૭. વેલણ થી હલાવતા રેહવું જેથી કરી ને ગાંઠ ના પડે.

૮. લોટ છાસ માં બરોબર મળી જાય એટલે ઢાંકી ને ૫ થી ૭ મિનિટ ધીમા તાપે ચઢવા દેવું.

૯. એમાં કસૂરી મેથી અને કોથમીર પણ ઉમેરી દેવી.

૧૦. ૭ મિનિટ પછી ખીચું ગરમાગરમ પીરસવું.

૧૧. ઉપર થી ઘી અને મેથિયા નો મસાલો ભભરાવી ને પીરસવા થી વધુ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version