બાળકીએ પિતા પાસે જીદ કરી કે મારે લગ્ન કરવા છે, ના પાડી તો બરાડા પાડી પાડીને રડવા લાગી, વીડિયો જોઈ ખડખડાટ હસશો

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એટલો કોમેડી છે કે તમે હસવું રોકી નહીં શકો. છોકરીએ એવી વસ્તુ માટે પિતા પાસે આગ્રહ રાખ્યો કે જે પુરો થઈ શક્યો નહીં અને પછી એ છોકરી ચીસો પાડી અને બૂમ પાડવા લાગી હતી. વીડિયો સોશિયલ મીડિયા ઉપર હાલમાં ભારે વાયરલ છે. છોકરી તેના પિતા પાસે આવી અને લગ્ન કરવાનો આગ્રહ શરૂ કર્યો. જ્યારે પિતાએ ના પાડી તો તેણીએ જોર જોરથી રડવાનું શરૂ કર્યું. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલ પર શેર કરવામાં આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે નાની છોકરી પિતા પાસે આવે છે અને કહે છે, ‘મારે લગ્ન કરવા છે.’ આ સાંભળીને ચોંકી ઉઠેલા પિતા કહે, ‘ના, અત્યારે લગ્ન ન કર.’ તે પછી બાળકી મોટેથી રડવા લાગે છે. પિતા કહે છે, ‘લગ્ન પછી ઘણી સમસ્યા થાય છે.’ છતાં બાળકી સતત રડે છે અને એ જોઈને પિતા કહે છે, જો મમ્મીને કહીને આવ.’

 

View this post on Instagram

 

A post shared by P.Rajpurohit (@pareshrajpurohit01)

આ ફન્ની વીડિયો 26 એપ્રિલે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, જેણે અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વ્યૂ આવી ચૂક્યા છે. તેમજ 1 લાખથી વધુ લાઈક્સ થઈ ચૂકી છે. લોકો આ વીડિયોનો ખૂબ આનંદ લઈ રહ્યા છે. કોમેન્ટ વિભાગમાં એક યુઝરે લખ્યું, ‘ખૂબ જ સુંદર વીડિયો.’ બીજા વપરાશકર્તાએ લખ્યું, ‘એકવાર એ થઈ જાય, પછી તે જાતે સમજી જશે.’ ત્રીજા વપરાશકર્તાએ લખ્યું, ‘દીકરા હજુ તો ઓછું રડે છે, લગ્ન પછી આના કરતાં પણ વધારે રડવું પડશે.

આ સિવાય પણ એક બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે, ત્યારે આ વાયરસ સામે ડોક્ટર્સ, પ્રશાસન મોટી મહેનત કરી રહ્યાં છે. નાગરિકો પણ પુરેપુરુ યોગદાન આપી રહ્યાં છે. લોકોએ ઘરમાં પોતાને લોકડાઉન કરી લીધા છે, ત્યારે લોકો સોશિયલ ડિસ્ટેન્શનું પણ ધ્યાન રાખી રહ્યાં છે, સોશિયલ મીડિયા પર કોરોનાથી બચવા માટે લોકો સજાગ કરતાં વીડિયો વાયરલ થઇ રહ્યાં છે, જેમાંથી એક વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by P.Rajpurohit (@pareshrajpurohit01)

આ વીડિયોમાં આ બાળકીએ એક એવો જુગાડ કર્યો છે કે, લોકોને લિફ્ટનું બટન દબાવવાની જરુર ન પડે, નોએડામાં આ બાળકીએ કમાલ જુગાડ કરી બતાવ્યુ છે. નોએડામાં રહેનારી આ બાળકીએ એક થર્મોકોલને લિફ્ટના બટન પર પેનલની ઠીક ઉપર લગાડ્યુ છે, જેમાં બહુ બધી ટુથપિક્સ લગાડવામાં આવી છે, જેના સહારે લિફ્ટનું બટનને ટચ કર્યા વગર લિફ્ટનું બટન દબાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!