જાણી લો MIS-C વિશેની તમામ માહિતી એક ક્લિકે, જે બાળકો માટે બની શકે છે જીવલેણ, દરેક પેરેન્ટ્સે આ વિશે ખાસ જાણી લે નહિં તો…

બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે MIS-C, દરેક માતા- પિતા માટે આવશ્યક છે આ જાણકારી.

કોરોના વાયરસનું સંક્રમણ હવે અલગ અલગ રૂપમાં પોતાનો કહેર વરસાવી રહ્યો છે. કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો તો થયો છે પરંતુ કોરોના વાયરસ સંક્રમણના સાઈડ ઈફેક્ટના લીધે મ્યુકરમાઈકોસીસથી ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આંખો, દાંત, ગળા અને હવે આ પોસ્ટ ઈફેક્ટ બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કોરોના વાયરસ સંક્રમણ બાદ હવે બાળકોને મલ્ટી ઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ એટલે કે, MIS-Cની બીમારી જોવા મળી રહી છે.

image source

ગુજરાત રાજ્યમાં આ નવી બીમારીના અત્યાર સુધીમાં ૧૦૦ કરતા વધારે કેસ સામે આવી ગયા છે. આ બીમારી છે MIS-C એટલે કે, મલ્ટી ઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ એટલે કે, MIS-C છે. MIS-Cના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ નવી બીમારીના અત્યાર સુધીમાં ૧૦૦ કરતા પણ વધારે કેસ સામે આવી ગયા છે.

ચિંતાની વાત તો એ છે કે, આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા કેટલાક દિવસોમાં આ બીમારીના લીધે બે બાળકોનો જીવ લઈ લીધો છે.

સિવિલ હોસ્પિટલના ડૉ. બેલા શાહના જણાવ્યા મુજબ,

image source

દેશમાં આ નવી બીમારીનો પહેલો કેસ એક નવજાત બાળકના જન્મના ૧૨ કલાકની અંદર જ સામે આવ્યો હતો. જણાવવામાં આવે છે કે, ગર્ભાવસ્થામાં બાળકની માતાને કોરોના થયો હતો. જો કે, સારવાર બાદ મહિલા સ્વસ્થ થઈ ગઈ, પરંતુ કોરોના વાયરસની અસર બાળક પર પડી અને તે MIS-Cનો શિકાર થઈ ગયો. બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. બાળકને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડૉ. બેલા શાહના જણાવ્યા મુજબ બાળકનો જયારે એંટી બોડી ટેસ્ટ કરવામાં આવ્યો તો બાળકમાં પહેલેથી જ એંટીબોડી મળી આવ્યા.

તેમનું કહેવું છે કે, માતાના કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે ગર્ભમાં જ બાળકને એંટીબોડી મળી ગયા. હવે આ બાળકને આ પોસ્ટ કોવિડ બીમારી થઈ છે. ડૉ. શાહએ જણાવ્યું છે કે, હાલમાં તે બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે. આ નવજાત બાળક સિવાય એક નવ વર્ષના બાળકને પણ સિવિલ હોસ્પિટલમાં જ સારવાર માટે એડમિટ કરવામાં આવ્યો છે. ડૉ. શાહએ જણાવ્યું છે કે, આ બીમારી માટે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં MIS-Cથી પીડિત નવ વર્ષના બાળકને પણ છેલ્લા કેટલાક દિવસોથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો છે.

image source

ખરેખરમાં બાળકને આની પહેલા તીવ્ર તાવ આવ્યો હતો. ત્યારે સારવાર થઈ ગયા બાદ તેઓ પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા હતા, પરંતુ ત્યાર બાદ ફરીથી એકવાર તીવ્ર તાવ આવ્યો. ડોક્ટર્સ દ્વારા જયારે તપાસ કરવામાં આવી તો રાહુલને MIS-Cની બીમારીથી પીડિત હોવાની પુષ્ટિ કરવામાં આવી.

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારના ડોક્ટર જણાવે છે કે, દરરોજ MIS-Cના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં સુરત શહેરમાં અંદાજીત ૨૦૦ કેસ સામે આવી ગયા છે, જયારે રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં એક અઠવાડિયામાં ૨૦ અને અત્યાર સુધીમાં ૧૦૦ કરતા વધારે કેસ સામે આવી ગયા છે.

રાજકોટના સરકારી હોસ્પિટલમાં ૮૮ બાળકોની સારવાર ચાલી રહી છે. ત્યાં જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે મહિનામાં અત્યાર સુધી ૧૦ કરતા વધારે બાળકો એડમિટ થઈ ગયા છે. જેમાંથી બે બાળકોની મૃત્યુ પણ થઈ ગઈ છે. આવામાં MIS-C બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહેલ આ રોગથી ઘણી વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.

image source

ડૉ. ના જણાવ્યા મુજબ, બાળકોમાં આ સિન્ડ્રોમ હોય કે પછી ફરીથી તેને તાવ આવે છે તો સામાન્ય દવાથી તેઓ સ્વસ્થ થઈ જાય છે, પરંતુ જયારે એમનો કોવિડ એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવ્યો તો તેઓ તેમાં પોઝેટીવ મળી આવ્યા. એટલે કે, બાળકના શરીરમાં કોવિડના એંટીબોડી પહેલેથી જ હાજર હતા.

ઠંડી લાગવી, તાવ આવવો, શરીર પર કાળા ધબ્બા જોવા મળવા, આંખ લાલ થવી, પેટમાં દુઃખાવો થવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, ચહેરો કે પછી હોઠ નીલા રંગના થઈ જવા આવા કેટલાક લક્ષણો છે જેને ડોક્ટર્સના જણાવ્યા મુજબ બાળકોમાં આ બીમારીમાં જોવા મળી આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!