નથી વધતુ વજન? તો કેળામાં આ વસ્તુઓ મિક્સ કરીને ખાવાનું કરી દો શરૂ

શું તમે પણ તમારા પાતળા શરીરથી પરેશાન છો ? જો તમે વજન વધારવા માંગો છો, તો વજન વધારવું તમારા માટે એટલું જ મુશ્કેલ હશે જેટલું જાડાપણાથી પીડિત લોકોનું વજન ઓછું કરવું. પરંતુ કેળા વજન વધારવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. તેના દૈનિક સેવનથી તમે તમારી જાતને સ્વસ્થ અને મજબૂત બનાવી શકો છો. કેળા પણ બધી ઋતુમાં ખૂબ જ સરળતાથી મળી શકે છે. કેળાના સેવનથી તમે તમારું વજન વધારી શકો છો સાથે કેળાના સેવનથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. કેળા વાળ, ત્વચા અને આરોગ્ય માટે ફાયદાકારક છે. કેળા વિટામિન, ફોલિક એસિડ, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, ફાઈબર અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. દરરોજ 2 થી 3 કેળા ખાવાથી તમે તમારું વજન ખૂબ જ સરળતાથી વધારી શકો છો. પરંતુ તેનું સેવન કેવી રીતે કરવું તેની કાળજી લેવી જરૂરી છે, કારણ કે જો યોગ્ય રીતે કેળાનું સેવન કરવામાં આવે તો જ તમે કેળાના સંપૂર્ણ ફાયદા મેળવી શકો છો. આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે કેળાનું સેવન કરવાથી તમે તમારું વજન વધારી શકો છો અને શરીરમાં શક્તિ પણ પ્રાપ્ત કરી શકો છો.

image soucre

એક કેળાના પોષક મૂલ્ય

  • – કેલરી: 89
  • – પાણી: 75%
  • – પ્રોટીન: 1.1 ગ્રામ
  • – કાર્બ્સ: 22.8 ગ્રામ
  • – ખાંડ: 12.2 ગ્રામ
  • – ફાઇબર: 2.6 ગ્રામ
  • – ચરબી: 0.3 ગ્રામ

કેળામાં વિટામિન્સ અને ખનિજો

  • – પોટેશિયમ
  • – વિટામિન બી 6
  • – વિટામિન સી

આ ચીજોનું મિક્ષણ કરીને તમે કેળાનું સેવન કરી શકો છો.

કેળા અને દહીં ખાઓ

image socure

કેળા વજન વધારવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. પાતળા લોકો દરરોજ કેળાનું સેવન કરીને પોતાનો વજન વધારી શકે છે. કેળા અને દહીંનો શેક નિયમિત પીવાથી તમારું વજન થોડા દિવસોમાં વધી જશે. આ માટે, બે કેળા અને દહીં મિક્સરમાં બરાબર મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તો તમે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે મધ પણ ઉમેરી શકો છો. વજન ઝડપથી વધારવા માટે, તમારે દિવસમાં ઓછામાં ઓછા 2 વખત કેળા અને દહીંનું સેવન કરવું જોઈએ. આ માટે તમારે ફુલ ફેટ દહીંનો ઉપયોગ કરવો પડશે. તે સારા વજન વધારવા માટે ફાયદાકારક છે.

કેળા અને દૂધથી વજન વધી શકે છે

image soucre

મોટેભાગે, દરેક વ્યક્તિ પાતળા લોકોને સૂચના આપે છે કે દરરોજ કેળા શેક પીવાથી વજનમાં સરળતાથી વધારો થઈ શકે છે. આ પણ સાચું છે, પરંતુ જો તમે ખૂબ પાતળા છો અને ઝડપથી વજન વધારવા માંગો છો, તો દિવસમાં ત્રણ વખત કેળા અને દૂધનું મિક્ષણ પીવો. આ માટે દૂધમાં કેળા નાખીને શેક પણ બનાવી શકાય છે અથવા દૂધ અને કેળા પણ ખાય શકાય છે. જો તમે ઇચ્છો તો તમે આ મિક્ષણમાં મધ અથવા બ્રાઉન સુગર પણ ઉમેરી શકો છો. વજન વધારવા માટે, તમારે આ શેકમાં સંપૂર્ણ મલાઈ દૂધનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ અને કેળા શેક તમારા જાડા થવાના સ્વપ્નને પૂર્ણ કરી શકે છે.

ડ્રાયફ્રુટ સાથે કેળા ખાઓ

image soucre

ડ્રાયફ્રુટ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેમાં તમામ પ્રકારના પોષણ જોવા મળે છે, જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે પાતળા છો, તો તમારા ઘરના તમને ડ્રાયફ્રુટ ખાવાની સલાહ આપે છે, આ તમને વજન વધારવામાં મદદ કરે છે. પરંતુ જો કેળાનું સેવન ડ્રાયફ્રુટ સાથે કરવામાં આવે તો તેના ફાયદા વધી શકે છે. આ બંનેનું સેવન સાથે કરવાથી વજન ખૂબ જ ઝડપથી વધારો થાય છે. આ માટે, 10 બદામને આખી રાત પલાળી રાખો. સવારે તેના છાલ કાઢો. ત્યારબાદ કેળા, દૂધ અને બદામ શેક તૈયાર કરો. તેને નિયમિત પીવાથી તમે તમારું વજન ખૂબ જ ઝડપથી વધારી શકો છો.

કેળા અને માખણથી વજન વધે છે

image soucre

માખણ ખૂબ આરોગ્યપ્રદ છે. દરરોજ તેના સેવનથી વજનમાં વધારો કરી શકાય છે. કેળા અને માખણ એક સાથે ખાવાથી તમે થોડા દિવસોમાં તમારું વજન વધારી શકો છો. આ માટે, તમે બાઉલમાં માખણ લો. તેમાં કેળા નાખો. જો તમે ઇચ્છો તો બ્રાઉન સુગર પણ ઉમેરી શકો છો. આ તમામ પ્રકારના લોકો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. દરરોજ કેળા અને માખણનું સેવન કરવાથી તમે સ્વસ્થ શરીર મેળવી શકો છો.

આ રીતે પણ કેળાનું સેવન કરી શકાય છે.

image soucre

– જો તમે ઇચ્છો તો રોજ નાસ્તામાં ત્રણ થી ચાર કેળા ખાવાથી પણ તમારું વજન વધારી શકો છો. આ ખાવાથી શરીરમાં તમામ પ્રકારના વિટામિન મળી શકે છે.

– સવારે બે કેળા ખાધા પછી નવશેકું દૂધ પીવો. આ દ્વારા તમે હંમેશા સ્વસ્થ રહેશો અને તમારું વજન પણ વધશે.

– જો તમે ઇચ્છતા હોવ તો તમે બપોરે જમ્યા પછી પણ બે કેળા ખાઈ શકો છો. આ કરવાથી ખોરાક પચે છે અને વજન વધે છે.

– એક ગ્લાસ દૂધમાં ઘી, એલચી પાવડર નાખો. તેમાં કેળા નાખો અને આ મિક્ષણનું સેવન કરો. આ મિક્ષણ દરરોજ પીવાથી શરીર સ્વસ્થ બને છે અને તમારો વજન પણ વધશે.

image soucre

– જો તમે પણ પાતળા શરીરથી પરેશાન છો, તો પછી તમે આ રીતે કેળાનું સેવન કરી શકો છો. કેળા વજન વધારવા માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે, તેથી અહીં જણાવેલી કોઈપણ ઇચ્છિત ચીજ કેળામાં ઉમેરીને તમારો વજન વધારી શકો છો. જો તમને કેળાથી એલર્જી છે, તો તમે એકવાર ડોક્ટરનો સંપર્ક કરીને જ કેળાનું સેવન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત