બેંક આવતા મહિનાથી આ ખાસ સુવિધાઓ પર બદલી રહી છે નિયમ, RBIએ કરી મોટી જાહેરાત

આવતા મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનામાં બેંકમાં રૂપિયાની લેવડ દેવડના નિયમમાં ફેરફાર આવી રહ્યો છે. RBIએ આ માટેની સ્પષ્ટતા કરી છે. આ નિયમમાં કહેવાયું છે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટને 24x7x365 મળી રહે તે માટે આ જાહેરાત કરી છે.

image source

મળતી માહિતી અનુસાર આ નિર્ણય ડિસેમ્બર 2020માં લાગૂ થશે. આ ફેરફારનો સીધો અર્થ એ છે કે તમે RTGS ની મદદથી 24 કલાકમાં તમારા રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. હાલમાં RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાના કામકાજના દિવસોમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ સુવિધા આવ્યા બાદ તે 365 દિવસ અને 24 કલાક માટે સેવા આપશે.

image source

કોરોના મહામારી પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં એટલે કે 2019માં NEFT સિસ્ટમને 24x7x365ને શરૂ કરવામાં આવી હતી. આરબીઆઈએ પોતાની પોલીસીમાં કહ્યું કે જ્યારે આ સિસ્ટમ લાગૂ થઈ ત્યારથી તે સુચારુ રીતે કામ કરી રહી છે. આ સુવિધા લાગૂ થયા બાદ પણ અન્ય ટ્રાન્ઝેક્શનમાં પણ સુવિધા અને ફ્લેક્સીબીલિટી વધે તે માટે ખાતેદારોને ખાસ સુવિધા મળી રહી છે.

RTGS ની મદદથી 24 કલાકમાં મની ટ્રાન્સફર કરી શકાશે

image source

RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની મદદથી તમે કોઈ પણ ફંડને તરત ટ્રાન્સફર કરી શકો છે. RTGSની મદદથી 2 લાખ રૂપિયા સુધીની રકમ કોઈપણ ચાર્જ વિના ઓનલાઈન ટ્રાન્સફર કરી શકાય છે. આરટીજીએસ તેને ઓનલાઈન અને બેંક બ્રાન્ચ બંને રીતથી ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં કોઈ ફંડ ટ્રાન્સફર ચાર્જ આપવાનો રહેતો નથી.

image source

હા, જો તમે બેંકની બ્રાન્ચમાં RTGS ફંડ ટ્રાન્સફર કરવા ઈચ્છો છો તો તમારે ચાર્જ આપવાનો રહે છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલીસી કમિટિએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નથી. હાલમાં છેલ્લો બદલાયેલો રેપોરેટ 4 ટકા રહ્યો છે.

શું છે NEFT

image source

નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એક ઈલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ છે. તેમાં એક એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં રૂપિયાની લેવડદેવડ સરળતાથી કરી શકાય છે. ઈન્ટરનેટ બેંકિંગની મદદથી પણ બેંકના ગ્રાહકોને આ સુવિધાનો લાભ સરળતાથી મળી શકે છે. આ સિવાય બેંક જઈને પણ ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે છે. તેનાથી સેકંડોમાં ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. તેના માટે કોઈ વધારાનો ચાર્જ આપવાનો રહેતો નથી. જ્યારે ગ્રાહકો બ્રાંચથી ફંડ ટ્રાન્સફર કરે છે તો તેના માટે ચાર્જ લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત