Site icon News Gujarat

આ છે સપ્ટેમ્બરમાં બેન્ક હોલિડેનું લિસ્ટ, 12 દિવસ બંધ રહેશે બેન્ક,આજથી જ પ્લાન કરી લો તમારા કામ

આજના ડિજિટલ યુગમાં ઘણું બધું ઓનલાઇન થઈ ગયું છે. બેન્ક સાથે જોડાયેલા બધા જ કામ લગભગ ઓનલાઇન થઈ ગયા છે. મોબાઈલ બેન્કિંગની સુવિધાઈ ઘણા કામ ખુબ જ સરળ કરી દીધા છે. તેમ છતાં બેન્ક સાથે જોડાયેલા અમુક કામ એવા છે જેના માટે બ્રાન્ચમાં જવું જરૂરી છે. ચેક ક્લિયરન્સ, લોન, ડ્રાફ્ટ જેવી સેવાઓ માટે બેંકોની બ્રાન્ચ પર જવું પડે છે.

image soucre

બેન્કિંગ સેકટરમાં કામ કરતા કર્મચારીઓ માટે આવતા મહિનો રજાઓથી ભરેલો હશે. બેન્ક કર્મચારી સપ્ટેમ્બર મહિનામાં 12 રજાનો આનંદ લઈ શકશે. એવામાં જો તમારે બેન્ક સંબંધિત કોઈ કામ પેન્ડિંગ છે તો એને જલ્દીથી પૂરું કરી લો. નહિ તો તમને તકલીફનો સામનો કરવો પડી શકે છે.
સપ્ટેમ્બરમાં હશે 12 હોલીડે.

image soucre

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરેલા લિસ્ટ અનુસાર સપ્ટેમ્બરમાં કુલ 7 બેન્ક હોલીડે આવી રહ્યા છે. આમ તો આ રજાઓની અસર આખા દેશમાં એક સમાન નથી પડતી. એમાંથી અમુક રાજ્યો માટે પણ ખાસ રજાઓ હોય છે. એ સિવાય સપ્ટેમ્બરમાં બેંકને કુલ 6 વિક ઓફ મળશે. તેમ છતાં કુલ રજાઓની સંખ્યા 12 એટલે છે કારણ કે એક વિકલી ઓફ બેન્ક હોલિડેના દિવસે આવી રહ્યો છે.

આ જોઈ લો રાજાઓનું આખું લિસ્ટ.

image soucre

સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસ બેન્ક બંધ રહેવાની છે. આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલા 8, 9, 10, 11, 16, 20 અને 21 સપ્ટેમ્બરની રજા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ છે. એનાથી તમને કોઈ તકલીફ ન પડવી જોઈએ એટલે આ તારીખોનું ધ્યાન રાખો નહિ તો તમારું બેન્ક સંબંધિત કામ અટકી શકે છે. જો કે એ દરમિયાન ઓનલાઇન બેન્કિંગના કામ પ્રભાવિત નહિ થાય. મતલબ એ કે ગ્રાહકોને ડીઝીટલ બેન્કિંગમાં કોઈ તકલીફ નહિ પડે. એ રોજની જેમ ફંડ ટ્રાન્સફર કરી શકશે.

Exit mobile version