યુવાનો આનંદો, બેંકમાં નોકરીની અધધ જગ્યાઓ માટે જાહેરાત, જલ્દીથી વાંચો સમાચાર

બેંકની નોકરી કેટલાય લોકોનુ સ્વપ્ન હોય છે.. ACમાં બેસીને બેંકિંગ વ્યવસ્થા મુજબનુ કામ કરવાનો.. મહિનાની એક ચોક્કસ તારીખે ચોક્કસ રકમ આવી જાય. અને રજાઓનો પણ અનેક લાભ.. મહિનામાં ચાર રવિવાર અને બીજો તથા ચોથો શનિવારની રજા.. ક્યારેક બે ત્રણ તહેવાર કે પર્વ સાથે આવે તો મીની વેકેશન જેવો માહોલ.. જો તમે પણ આવી નોકરી કરવા ઇચ્છો છો તો તૈયાર થઇ જાઓ.. દેશભરની બેંકોએ ક્લાર્ક માટેની જાહેરાત બહાર પાડી છે.. અને જો તમે તે જાહેરાત મુજબ યોગ્ય ઉમેદવાર હોવ તો તમારે ફટાફટ અરજી કરવાની જરૂર છે. અરજી કર્યા બાદ બેંકમાં નોકરી માટે તમારે પરીક્ષા આપવાની રહેશે.. અને જેવી તમે પરીક્ષા પાસ કરી.. તો બેંકમાં તમારી નોકરી પાક્કી..

કઇ કઇ બેંકમાં મળી શકે છે નોકરી

image soucre

બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર સહિતની ભરતી ડ્રાઇવ દ્વારા 11 બેકોમા ક્લાર્કની ભરતી કરવામાં આવશે

કેવી રીતે કરીશ અરજી..?

image soucre

રસ ધરાવતા ઉમેરો તાવાર વેબસાઇટ ibps.in પર જઈને સૂચના ડાઉનલોડ કરી શકે છે. કુલ 7855 ક્લાર્કની જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી માટે નોંધણી 07 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને ઓનલાઈન કરતા કરવાની છેલ્લી તારીખ 27 ઓક્ટોબર છે. ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પ્રિલિમ અને મેઈન્સ પરીક્ષાના આધારે કરવામાં આવશે. આ કરવા માટે ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કોઈપણ પ્રવાહના સ્નાતક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા પાત્ર છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 850 જ્યારે અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 175 છે. અરજી પસંદગી અને ભરતી સંબંધિત અન્ય તમામ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર સૂચના તપાસવી જોઈએ

કોણ કરાવે છે આ પ્રક્રિયા..?

image soucre

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે IBPS દ્વારા બેંકોમાં ક્લાર્કની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ દેશના તમામ રાજ્યોની વિવિધ સરકારી બેંકોમાં ક્લાર્કની નિયુક્તિ કરવામાં આવશે. જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક સહીત અન્ય બેંકોમાં આ ભરતી હેઠળ ક્લાર્કની પસંદગી થશે. ઉમેદવારો http://ibpsonline.ibps.inજઈ રજીસ્ટ્રેશન કરી શકે છે.