મધ્યપ્રદેશમાં સલૂનમાં એક જ ટુવાલ અને અસ્તરાનો થયો ઉપયોગ અને 6 લોકોને હેર કટ સાથે ફ્રી મળ્યો કોરોના

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડગાંવ ગામમાં ભારે ઉહાપોહ મચ્યો છે. અહીં કેટલાક લોકોને કોરોનાના કહેર વચ્ચે હેર કટ અને દાઢી સલૂનમાં કરાવવી ભારે પડી છે.

image source

અહીં એક જ સલૂનમાં હેર કટ કરાવનાર 6 લોકોને કોરોનાનો ચેપનો લાગ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક અધિકારીના જણાવ્યાનુસાર અહીં તાજેતરમાં એક યુવક ઈન્દોરથી પરત આવ્યો હતો.

જેણે અહીં એક સલૂનમાં હેર કટ કરાવ્યા હતા. આ યુવક કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપી ચુક્યો હતો. આ રીપોર્ટ પોઝીટીવ નીકળ્યો હતો અને યુવકની સારવાર ચાલી. આ યુવક સ્વસ્થ થઈ ઘરે પરત ફરી ચુક્યો છે.

image source

જો કે યુવકના કોન્ટેક્ટમાં આવેલા લોકો વિશે જાણ્યા બાદ આરોગ્ય વિભાગએ તેની સાથે સંપર્કમાં આવેલા અને સલૂનમાં દાઢી અને વાળ કપાવ્યા હોય તેવા 26 લોકોના સેમ્પલ પણ ટેસ્ટ માટે લઈ મોકલ્યા હતા. આ 26માંથી 6 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે બાકીના લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધા જ લોકોનું શેવિંગ અને હેર કટિંગ દરમિયાન એક જ કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ડોક્ટર દીપક વર્મા અનુસાર 26 લોકોમાંથી હજી 3 લોકોના રીઝલ્ટ આવવાના બાકી છે. જેમના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓએ સારવાર ચાલી રહી છે.

image source

ડોક્ટર વર્માએ જણાવ્યું છે કે ગામમાં સર્વે માટે એક ટીમ મોકલવામાં આવી છે. જે આ દર્દીઓના પરિવારોને ઘરમાં જ કોરોન્ટાઈન કરવા અંગેની કામગીરી કરશે. આ ઉપરાંત પંચાયત ગામને સેનિટાઈઝ કરવાનું કામ કરાવી રહી છે. હાલ આ ગામને સીલ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે.

image source

આ સિવાય ગોગાવામાં જ્યારે પરીવારની 70 વર્ષની મહિલાનું કોરોના સંક્રમણથી મોત થયું હતું તે જ પરીવારની 3 વર્ષની બાળકી પણ કોરોનાની ચપેટમાં આવી છે. તેને હોમ કોરોન્ટાઈન કરી સારવાર આપવામાં આવી રહી છે. આ પરીવારના અન્ય સભ્યોના રીપોર્ટ આવવાના બાકી છે.