Site icon News Gujarat

ખરાબ સમાચાર આવતા પહેલા તુલસીનો છોડ આપે છે આ સંકેતો, તેને નજરઅંદાજ કરવાથી બરબાદ થઈ શકે છે જીવન

હિંદુ ધર્મમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિને ધન-સંપત્તિ મળે છે. તેમજ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં તુલસીના છોડને રોગોનો નાશ કરનાર અને વ્યક્તિને દરેક મુસીબતમાંથી બચાવવા માટે પણ જણાવવામાં આવ્યું છે. વાસ્તુમાં પણ તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે. આવો અમે તમને જણાવીએ કે તુલસીના છોડ દ્વારા આપવામાં આવેલા સંકેતોને કેવી રીતે ઓળખી શકાય.

તુલસીનું અચાનક સુકાઈ જવું

ઘણીવાર એવું જોવા મળે છે કે શિયાળામાં તુલસીનો છોડ ઘણી વખત સુકાઈ જાય છે. આ સામાન્ય બાબતો છે. પરંતુ જો અચાનક લીલો તુલસીનો છોડ સુકાઈ જાય છે, તો તે ભવિષ્યમાં કોઈ સમસ્યા સૂચવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ બુધ ગ્રહ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં બુધ ગ્રહના પ્રભાવથી તુલસીનો છોડ સુકાઈ જાય છે.

image source

પિતૃ દોષના સંકેત

ક્યારેક પિતૃ દોષના કારણે તુલસીનો છોડ પણ સુકાઈ જાય છે. જ્યારે વ્યક્તિ પિતૃ દોષનો ભોગ બને છે ત્યારે તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે. તો જો તમારી સાથે પણ આવું થાય છે, તો તમારે તેનાથી છુટકારો મેળવવાનો કોઈક ઉપાય અવશ્ય શોધવો જોઈએ.

image source

કેતુનો પ્રભાવ

જો કબૂતર કે પક્ષી તુલસીના છોડની આસપાસ માળો બનાવે તો સમજવું કે કુંડળીમાં કેતુની સ્થિતિ બગડી ગઈ છે. આ માટે સમયસર પગલાં લો.

બુધની સ્થિતિ

કહેવાય છે કે તુલસીને ધાબા પર રાખવાથી બુધ નબળો પડે છે. બુધ ગ્રહને ધન અને વેપારનો સ્વામી માનવામાં આવે છે. તેથી, તમારી આર્થિક સ્થિતિ પણ બુધ બગડતાની સાથે જ બગડવા લાગે છે.

Exit mobile version