બટાકાનો શીરો – હવે ઉપવાસમાં રાજગરાનો શીરો નહિ પણ બનાવો બટાકાનો શીરો…

કેમ છો ફ્રેંડસ :-

ઉપવાસ હોય એટલે ફરાળ માં સ્વીટ તો જોઈએ જ… રાજગરનો શીરો તો ખાંયિ લીધો હશે તો હવે બનાવી દઈએ બટેટા નો શીરો.. મારા ઘરે તો શ્રાવણ હોય કે ના હોય રોજ કઈક સ્વીટ તો જોઈએ…પણ ઉપવાસ ચાલી રહ્યા છે તો અમુક જ સ્વીટ બનતી હોય છે…એમાં કોમન રાજગરા નો શિરો તો હોય છે…આજે બનાવો બટેટાનો શીરો…

ખાવામાં ખૂપજ ટેસ્ટી અને બનાવવા માં તો એકદમ સહેલું..તો જાણી લો ફ્રેંડસ તે માટે ની સામગ્રી :-

“બટાકાનો શીરો”

સામગ્રી –

  • 250 ગ્રામ – બટેટા
  • 1 વાડકી – ખાંડ
  • એક મોટી ચમચી – ઘી,
  • 2 ચમચી – મિલ્ક પાવડર
  • અર્ધી ચમચી – ઈલાયચીનો ભૂકો
  • 4-5 – કાજૂ ની કતરણ
  • 4-5 બદામ ની કતરણ
  • 8-10 – કિશમિશ.
  • કેસર ના તાંતણા

રીત :-

સૌ પ્રથમ પહેલા બટાકાને બાફીને છોલી લો.

હવે તેને ચમચીથી મસળી લો. હવે બટાકાને એક કઢાઈ માં એક ચમચી ઘી નાખીને ગુલાબી થાય ત્યાં સુધી ધીમા ગેસ પર શેકી લો.

ત્યારબાદ ખાંડ નાખીને 10-15 મિનિટ સુધી થવા દો. આ શીરાને સતત હલાવતા રહો તેથી ખાંડ નીચે ચોટે નહી. હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરો. મિલ્ક પાવડર થી ટેસ્ટ ખુપ સરસ આવે છે…

હવે કતરેલી બદામ, કાજૂ અને ઈલાયચીનો ભૂકો તેમજ કિશમિશ નાખી દો.

લો તૈયાર છે, પૌષ્ટિકતાથી ભરપૂર બટાકાનો શીરો, જેને તમે ઉપવાસમાં પણ લઈ શકો છો. આને ગરમા ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.