એન્જિનિયરિંગ પુરૂ કરીને આ યુવાને કરી ખેતી, બટાકાની ખેતી કરીને કરોડોનું ટર્નઓવર કર્યું, જાણો સમગ્ર માહિતી

બટાકા એક એવો પાક છે કે, જે ધાન્ય પાકોની સરખામણીમાં એકમ વિસ્તાર અને ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે. ડાંગર, ઘઉં, શેરડી બાદ ક્ષેત્રફળમાં બટાકાનું ચોથું સ્થાન છે. બટાકા એક અગત્યનો શાકભાજીનો રોકડીયો પાક છે. આ પાક એકમ વિસ્તારમાંથી ઘઉં કરતા આશરે સાતગણું , ડાંગર કરતા નવગણું અને મકાઈ કરતાં અગિયારગણું વધારે ઉત્પાદન આપે છે. અહી પણ બટાકાની અનોખી ઢબે ખેતી કરતાં એક વ્યક્તિની વાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લામાં રહેતા શિવમ તિવારી નામનો આ યુવક તાજેતરમાં ચર્ચામાં છે. શિવમ ટિસ્યૂ કલ્ચર ટેક્નિકની મદદથી 30 એકર જમીન પર કુફરી ફ્રાયોમ વરાઇટીના બટાકા તૈયાર કરી રહ્યો છે.

image source

શિવમના આ બટેકાની વાત કરીએ તો, આ બટાકા ચાર ઈંચ જેટલા લાંબા હોય છે. તેનો ઉપયોગ મોટા પાયે ચિપ્સ તૈયાર કરવા માટે થાય છે. ગયા વર્ષે તેમનું ટર્નઓવર એક કરોડ રૂપિયા રહ્યું છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ, તેમણે કૃષિ સંશોધન કેન્દ્ર શિમલા સાથે પણ એક કરાર કર્યો છે. તે હેઠળ તે હવે 1000 વીધા જમીન માટે બિયારણ તૈયાર કરશે. ત્યારબાદ આ બિયારણ દેશભરમાં ખેડૂતો માટે મોકલવામાં આવશે.

image source

આગળ વાત કરીએ તો શિવમ પોતાનાં વિશે જણાવતાં કહે છે કે , તે 21 વર્ષના છે અને પોતે એન્જિનિયરિંગનો આભ્યાસ કર્યો છે, જો કે તેઓ શરૂઆતથી જ ખેતી તરફ વલણ ધરાવતા હતા. જેથી અભ્યાસ બાદ તેમણે નોકરી માટે ક્યાંય અરજી કરી જ ન હતી. તેના પિતા ખેતી કરતા હતા તો શિવમ પણ એન્જીનિયરિંગ બાદ તેમને કામમાં મદદ કરવા લાગ્યો. આ અંગે વધારે માહિતી આપતાં તેણે જણાવ્યું કે, પપ્પા અગાઉ પણ બટાકાની ખેતી કરતા હતા, પણ ત્યારે તે સામાન્ય પદ્ધતિનો જ ઉપયોગ કરતા હતા, જેથી તે સમયે કઈ વધારે ઊપજ થતી ન હતી.

image source

પછીની વાત કરીએ તો જ્યારે શિવમના પપ્પા મેરઠના બટાકા સંશોધન કેન્દ્ર ગયા ત્યાંથી આ ટેકનિક વિશે તેમણે જાણ્યું અને અજમાવવાનું શરુ કર્યું. તેઓ ટિસ્યૂ કલ્ચર વિધિથી ખેતી કરવા અંગે બધી જાણકારી મેળવી અને ત્યારબાદ વર્ષ 2018માં નિષ્ણાતોને બોલાવ્યા અને ટિસ્યૂ કલ્ચરની ખેતી અંગે લેબ તૈયાર કરાવી. વાત કરતા શિવમ કહે છે કે, જ્યારે લેબ તૈયાર થતી હતી ત્યારે હું નિષ્ણાતોને મળ્યો હતો અને તેમના કામને સમજવાનો પ્રયત્ન કરતો હતો. વર્ષ 2019માં અભ્યાસ પૂરો કર્યાં બાદ ગામ પરત આવ્યો અને પપ્પા સાથે ખેતી કરવા લાગ્યો હતો, અત્યારની પરિસ્થિતિની વાત કરતાં શિવમ કહે છે કે,તેની સાથે અત્યારે 15 થી 20 લોકો નિયમિતપણે કામ કરી રહ્યાં છે અને જ્યારે સીઝનનો સમય હોય છે ત્યારે તો 50 લોકો નિયમિત રીતે તેની સાથે કામમાં જોડાયેલા રહે છે.

image soucre

શિવમે આ પદ્ધતિ વિશે વધારે માહિતી આપતાં જણાવયું હતું કે, આ ખાસ વેરાયટી માટે તેમને હવે લાઈસન્સ પણ મળી ચૂક્યું છે. તેઓ ઉત્તર પ્રદેશ સાથે સાથે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ બીજની સપ્લાઈ હવે કરી રહ્યાં છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, ટિસ્યૂ કલ્ચરની વિધિથી ખેતી કેવી રીતે થાય છે ? ત્યારે તેણે જણાવ્યું કે, આ ટેકનિકમાં પ્લાન્ટ્સના ટિસ્યૂને કાઢવામાં આવે છે. ત્યાર બાદ તેને લેબમાં પ્લાન્ટ્સ હોર્મોનની મદદથી ગ્રો કરવામાં આવે છે. તેમા ખૂબ જ ઓછા સમયમાં એક ટિસ્યૂથી અનેક પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. શિવમ સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CPRI) શિમલાથી કલ્ચર ટ્યૂબ લાવી પોતાની લેબમાં છોડ તૈયાર કરે છે. આવી રીતે, એક કલ્ચર ટ્યૂબની કિંમત પાંચ હજાર રૂપિયા હોય છે.

આમ એક કલ્ચર ટયૂબની મદદથી 20 થી 30 હજાર છોડ તૈયાર કરવામાં આવે છે અને આ છોડથી આશરે અઢી લાખ બટાકા તૈયાર થઈ જાય છે એવી પણ માહિતી મળી રહી છે. આ પદ્ધતિના સમયગાળા વિશે પણ શિવમ કહે છે કે, તેઓ ફેબ્રુઆરીમાં જ શિમલાથી બટાકાના ટ્યુબર લઈ આવે છે અને ઓક્ટોબર સુધી તેને લેબમાં રાખે છે. ત્યારબાદ જે પ્લાન્ટ્સ તૈયાર થાય છે તેને ખેતરમાં લગાવવામાં આવે છે. આશરે થી અઢી મહિના બાદ તેમાંથી બીજ તૈયાર થઈ જતાં હોય છે. જેને તેઓ મશીનથી કાઢે છે.

image soucre

સામાન્ય રીતે એવો વિચાર આવે કે સામાન્ય પરસ્થિતિ અને આ પદ્ધતિમાં કેટલો ફરક છે. તો આ પદ્ધતિ ના ફાયદા વિશે વાત કરીએ તો, તેની મદદથી ઓછા સમયમાં વધારે બિયારણ તૈયાર કરી શકાય છે. તેમજ આ બિયારણ રોગમુક્ત હોય છે. માટે વાવેતર કર્યાં બાદ તેમા રોગ લાગવાની આશંકા નહીંવત રહે છે. એ જ પ્રમાણે વાત કરીએ તો આ રીતે બિયારણથી બટાકાનું ઉત્પાદન વધારે થાય છે અને ક્વોલિટી પણ સારી રહે છે. આ વિધિથી કોઈ પણ વેરાયટીના બટાકા લેબોરેટરીમાં તૈયાર કરી શકાય છે. તેનાથી વર્ષો સુધી ખેતી કરી શકાય છે, કારણ કે બિયારણની ઉપલબ્ધતા હંમેશા રહે છે.

image source

જો તમારે પણ તાલીમ લેવી હોય તો આ માટે દેશની અનેક સંસ્થાઓમાં તેની તાલીમ આપવામાં આવે રહી છે. આ માટે સર્ટિફિકેટ લેવલથી લઈ ડીગ્રી લેવલના કોર્સ થતા હોય છે. ખેડૂતો નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી આ અંગે જાણકારી મેળવી શકે છે. શિમલા સ્થિત કેન્દ્રીય બટાકા સંશોધન કેન્દ્ર અને મેરઠ સ્થિત બટાકા સંશોધન કેન્દ્રમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. આ સાથે જ અનેક ખેડૂતો વ્યક્તિગત રીતે પણ તાલીમ આપવામાં આવે છે. જો કોઈ ખેડૂત ટિશ્યૂ કલ્ચરનો સેટઅપ લગાવવા ઈચ્છે છે તો સંશોધન કેન્દ્ર મદદ કરે છે આમ જોવા જઈએ તો, અત્યારે દેશમાં આ પદ્ધતિ વધારે લોકપ્રિય નથી. જેમાંનું એક કારણ એ પણ છે કે, તેને લગાવવાનો ખર્ચ પણ લાખોમાં આવે છે. તેમ છતાં અનેક ખેડૂત આ વિધિથી ખેતી કરી રહ્યા છે. નર્સરીમાં લાગતા ફૂલ, સજાવટના ફૂલ, કેળા, મેડિસિનલ પ્લાન્ટ્સ, બટાકા, બિટ્સ, કેરી, જામફળ સહિત અનેક શાકભાજી અને ફળોના બીજ આ વિધિથી તૈયાર કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!