મોબાઇલ લઇને ભાગતા બદમાશને યુવતીએ ઝડપી પાડ્યો, અને પછી એવી સજા આપી કે આખી જીંદગી ખોડ ભૂલી જશે ચોરી કરવાનું

મોબાઈલ સ્નેચિંગ કરી ભાગ્યો સ્નેચર, બહાદુર યુવતીએ ઝડપી પાડી આપ્યો મેથીપાક!

કોરોના વાઇરસને લઈને લાંબા સમયથી લોકડાઉન ચાલતું હોવાને લઈને મોબાઇલ સ્નેચર બેકાર બન્યા હતા. જોકે શહેરના પોલીસનો માથાનો દુ:ખાવો બનેલા મોબાઈલ સ્નેચિંગની ઘટના અટકતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો પણ જે રીતે લોકડાઉન વચ્ચે છૂટછટ મળતાની સાથે ફરીએક વાર સ્નેચર સક્રિય થયા છે અને પોતાની આદતથી મજબૂર, રસ્તા પર વાત કરતા જતા લોકોના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરીને બાઈક પર પળવારમાં ભાગી જતા હોય છે.શહેરના વિવિધ વિસ્તારોમાં બેફામ બનેલા મોબાઈલ સ્નેચર્સને હવે લોકોના જીવનની પણ પડી નથી.

image source

પંજાબનાં જલંધરમાં એક 15 વર્ષની છોકરી રિયલ સિંઘમ બનીને સામે આવી છે. ૮માં ધોરણમાં ભણતી આ છોકરીએ બે હટ્ટા-કટ્ટા બદમાશોનાં છક્કા છોડાવ દીધા હતા. મામલો શુક્રવારનો છે. જ્યારે બાઈક સવાર બદમાશો આ છોકરીનો મોબાઈલ છીનવીને ભાગ્યા હતા. બદમાશોને આશા ન હતી કે છોકરી તેમની ઉપર ભારે પડશે. છોકરી બદમોશોની પાછળ પડી ગઈ. આ દરમ્યાન બાઈક પર સવાર બદમાશ બોલતો રહ્યો હતો કે, ધારદાર હથિયારથી છોકરીનાં માથમાં મારી દે. થોડી દૂર સુધી ભાગ્યા બાદ જેવો દોડી રહેલો બદમાશ બાઈક ઉપર બેસવા ગયો કે, છોકરીએ તેને પટકી દીધો હતો. આ બધા વચ્ચે બદમાશે છોકરીનાં હાથમાં ધારદાર વસ્તુ મારી દીધી હતી.

image source

તેને કારણે તેની હાથનું કાંડુ અડધાથી વધારે કપાઈ ગયું હતું. તેમ છતાં છોકરીએ બદમાશોને જવા ન દીધા. આ બધાં વચ્ચે તેનો અવાજ સાંભળીને મહોલ્લાવાળા લોકો પહોંચી ગયા અને બદમાશોને પકડી લીધા હતા. ૧૫ વર્ષની કુસુમ ટ્યુશનમાંથી ભણીને ઘરે જઈ રહી હતી. જ્યારે તેણે પિતાને ફોન કરવા માટે ફોન બહાર કાઢ્યો, ત્યારે બદમાશો તેને છીનવીને દોડવા લાગ્યા હતા.

image source

મોબાઈલ છીનવીને ભાગી રહેલાં લુંટેરો જયારે બાઈક ઉપર બેસવા ગયો તો છોકરી એ તેને ત્રણવાર નીચે ખેંચ્યો તે દરમ્યાન તેણે છોકરી ઉપર હુમલો કર્યો હતો. તેમ છતાં છોકરીએ તેને બાઈક ઉપર બેસવા દીધો ન હતો. છોકરીનો અવાજ સાંભળીને ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ પહોંચ્યા હતા અને બદમાશોને પકડી લીધા હતા. તે પહેલાં બદમાશોએ તેમની ઉપર હુમલો કર્યો હતો.

image source

છોકરી ગરીબ પરિવારમાંથી આવે છે. જેથી જોશી હોસ્પિટલે તેની ફ્રીમાં સારવાર કરી આપી હતી. ડોક્ટર મુજબ, છોકરીનો હાથ પુરી રીતે લટકી ગયો હતો. ઓપરેશન કરીને હાથોની નસોને જોડાવામાં આવી છે. લગભગ ૪ સપ્તાહ સુધી પ્લાસ્ટર રહેશે. થાના-2નાં એસએચઓ જતિંદર કુમારે કહ્યું કે, છોકરીએ બહાદુરીથી અવિનાશ આશૂ નામના બદમાશને પકડી લીધો હતો.

image source

કુસુમે કહ્યુકે, મેં વિચારી લીધું હતું, કંઈ પણ થઈ જાય પણ હું બદમાશોને મારો મોબઈલ લઈને ભાગવા દઈશ નહી. આ સમગ્ર ઘટનાએ શહેરની પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત