નેપાળના PMનું વિવાદાસ્પદ નિવેદન, ઓલીએ કહ્યું- ‘ભગવાન રામ નેપાળી…

નેપાળના પીએમનો બફાટ, સીમાના વિવાદ વચ્ચે હવે નેપાળે હવે શરુ કર્યો દુષ્પ્રચાર. કહ્યું અયોધ્યા ભારત નહિ નેપાળમાં છે

હાલમાં ચીન સહીત ભારતની સીમાઓ પર નેપાળ સાથે પણ જમીનને લઈને અમુક પ્રકારના વિવાદ ચાલી રહ્યા છે, આવા સમયે નેપાળ દ્વારા ફરી એક વખત વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. નેપાળના પીએમ કેપી શર્માએ હાલમાં આપેલ એક નિવેદનમાં કહ્યું છે કે ભગવાન રામ ભારતીય નહિ પણ નેપાળી છે. એમણે તો એવો દાવો પણ કરી નાખ્યો છે કે અયોધ્યા ભારતમાં નહિ પણ નેપાળમાં જ છે.

image source

આ નિવેદન ઓલીએ એમના નિવાસ્થાન પર આપેલા એક સંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન આપ્યું છે. એમણે આ પ્રકારના ધાર્મિક દુષ્પ્રચાર સાથે ભારત પર સંસ્કૃતિક અત્યાચારનો આરોપ લગાડતા કહ્યું છે કે વિજ્ઞાનમાં પણ નેપાળે જ યોગદાન આપ્યું છે, તેમ છતાં નેપાળને હમેશા નજર અંદાજ કરવામાં આવ્યું છે.

સંસ્કૃતિક દમન કર્યાના નેપાળના પીએમના આરોપ

image source

આ નિવેદન આપતા સમયે ઓલીએ જણાવ્યું હતું કે અમારું હમેશા એવું માનવું રહ્યું છે કે અમે રાજકુમાર રામને સીતા આપ્યા છે. પણ, અમે તો ભગવાન રામ પણ આપ્યા છે. અમે રામને અયોધ્યાથી આપ્યા છે, અને એ અયોધ્યા ભારતમાં નથી. એમણે દાવો કર્યો છે કે વાસ્તવિક અયોધ્યા કાઠમંડુથી ૧૩૫ કિલોમીટર દુરના બીરગંજનું એક નાનકડું ગામ થોરી છે. અમારા પર સંસ્કૃતિક દમન કરવામાં આવ્યું છે તેમજ હકીકત સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે.

નેપાળે નવા રાજકીય નકશાને મંજુરી આપી

image source

હાલમાં ચીન સાથેના ઘર્ષણ સહીત નેપાળ સાથે પણ અમુક બાબતોને લઈને મતભેદ જોવા મળી રહ્યા છે, ત્યારે આ નિવેદન ઓલી દ્વારા આપવામાં આવ્યું છે. ભારત અને નેપાળની સીમાઓ પર વિવાદ ચાલી રહ્યો છે.

જો કે નેપાળે તેના નવા રાજકીય નકશાને મંજુરી આપી છે. આ નકશામાં તિબ્બત, ચીન અને નેપાળ સાથે જોડાયેલા સીમા પરના ભારતીય ક્ષેત્રો જેવા કે કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરાને નેપાળનો ભાગ દર્શાવ્યો છે. જો કે નેપાળ આ બધું ચીનના સમર્થનમાં કરી રહ્યું છે.

ઓલી પોતાના જ પ્રહારથી જખમી

ઓલીએ આ નિવેદન ભારત ચીનના સીમા વિવાદ દરમિયાન આપ્યું છે. જો કે આવા સમયે હવે તેઓ પોતાના જ પક્ષમાં ઘેરાઈ ગયા છે. આ નિવેદન પછી એમના પક્ષ NCPમાં જુદા જુદા ભાગ પડી ગયા છે. પક્ષના નેતાઓ જ હવે તેમની પાસે રાજીનામું માંગી રહ્યા છે. જો કે ઓલી રાજીનામું આપવા માટે તૈયાર થયા નથી.

એમના હરિફ પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ ઓલીનું રાજીનામુ લેવા માટે વિરોધમાં અડીખમ ઉભા છે. જો કે આ બન્ને નેતા વચ્ચે 6 તબક્કામાં વાતચીત થઈ ગઈ છે. આટલી વાત ચિત છતાં સ્થિતિમાં કોઈ જ સુધાર આવ્યો નથી, સ્થિતિ હજુ પણ એમ જ યથાવત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત