ભાજપના નેતા સરકાર અને સુપ્રીમના આદેશને ઘોળીને પી ગયા, 7000 લોકોના જીવ મુક્યા જોખમમાં, જ્યારે સામાન્ય માણસને લગ્ન માટે 100ની જ પરમિશન

સામાન્ય વ્યક્તિ રસ્તે જતા જરા માસ્ક હટાવે તો પણ તેની પાસેથી 1000 રૂપિયાનો દંડ વસુલમાં આવે છે. કોઈ જગ્યાએ વધુ લોકો એકત્ર થાય તો પણ પોલીસ જે-તે દુકાન કે જગ્યાને સીલ કરવાની કામગીરી કરે છે. આવું કરવું તે હાલના સમયના કાયદાનું પાલન છે પરંતુ આ કાયદાનો ઉલાળીયો છેડચોક ભાજપના નેતા કરે છે તે જોઈ ભલભલાને ચિંતા વ્યાપી છે.

image source

વર્તમાન સમયમાં જ્યારે એવી સ્થિતિ છે કે 10 લોકો પણ એકઠા થાય તો તેમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની ચિંતા વધી જાય છે. તેવામાં જો કોઈ એક જગ્યાએ 7000 લોકો એકઠા થાય અને માસ્ક પણ ન પહેર્યા હોય તો ?

image source

આ વાતની કલ્પના કરવી પણ ધ્રુજાવી દે છે તેવામાં જણાવી દઈએ કે આ વાત સત્ય હકીકત છે. તાજેતરમાં જ ભાજપના નેતાને ત્યાં શુભ પ્રસંગ હતો અને તેમણે પોતાના પરિવાર સાથે હજારો લોકોને જોખમમાં મુકી દીધા છે અને સાથે જ રાજ્યમાં પણ કોરોના વિસ્ફોટ થાય તેવી સ્થિતિ સર્જાઈ ચુકી છે. આ અવસર હતો તાપી જિલ્લાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીના સગપણનો.

image source

આ શુભ અવસરને લોકોએ મનમુકીને માણ્યો હોય તેવા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોશ ઉડી ગયા ભાજપના નેતાઓના અને પોલીસના. કારણ કે આ પ્રસંગમાં એક પાર્ટી પ્લોટમાં આશરે 7000 લોકો ડીજેના તાલે ડોલતા જોવા મળ્યા હતા. આ પ્રસંગમાં જે દ્રશ્યો સર્જાયા તેના માટે તો કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા એ શબ્દો પણ કદાચ ટુંકા પડે.

image source

સરકારે સ્પષ્ટ કર્યું છે લગ્ન પ્રસંગમાં 100 લોકોની જ હાજરી અને તેમાં પણ સામાજિક અંતર અને માસ્ક તો ફરજિયાત જ રહેશે. પરંતુ કાંતિભાઈ ગામિતને જાણે કોઈ નિયમ લાગુ ન પડતો હોય તેમ તેમને ત્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ વાત પ્રકાશમાં આવતાં પોલીસ પણ સફાળી જાગી છે. સાથે જ સરકારના પગ નીચેથી પણ જમીન ખસી ગઈ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાબડતોપ તપાસના આદેશ આપી દીધા છે. તેમના વિરુદ્ધ તાપીમાં નિયમ ભંગની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત