Site icon News Gujarat

Ind vs Aus: મેલબોર્નમાં ભારતે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું, ભારતે એડિલેડમાં મળેલી હારનો બદલો લીધો

ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓ સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું છે. એડિલેડમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટીમ ઈન્ડિયાને શરમજનક પરાજય આપ્યો હતો પરંતુ મેલબોર્નમાં વાપસી કરતા ભારતીય ટીમે કાંગારુઓ સામે હારનો બદલો લીધો. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં, ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં ભારતને 36 રનમાં ઓલ આઉટ કરી 8 વિકેટે મેચ જીતી હતી, પરંતુ મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી અને ટેસ્ટ સિરીઝમાં 1-1થી બરાબર કરી લીધા.

ભારતને 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો

image source

મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતાં 195 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 326 રન બનાવી 131 રનની લીડ હાંસલ કરી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 103.1 ઓવર રમીને 1.94 રન રેટથી 200 રન બનાવ્યા અને ભારતને 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યાર સુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે.

ચોથા દિવસે સિરાજે 2 વિકેટ લીધી

image source

ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 6 વિકેટે 133 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. પેટ કમિન્સ અને કેમરરુન ગ્રીને 57 રનની પાર્ટનરશિપ પણ કરી. ટીમે 23 રન જ બનાવ્યા હતા અને જસપ્રીત બુમરાહે ટીમને દિવસનો પ્રથમ ઝટકો આપ્યો. તેણે પેટ કમિન્સને સ્લિપ પર મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો. બુમરાહ પછી મોહમ્મદ સિરાજે સતત 2 વિકેટ લીધી. તેણે ભારતીય ટીમ માટે ઘાતક સાબિત થઈ રહેલા ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને 45 રને પેવેલિયન ભેગો કર્યો. તેનો કેચ રવીન્દ્ર જાડેજાએ લીધો. એ પછી નાથલ લિયોન(3)ને વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો.

image source

મેલબોર્નમાં ક્યારે ક્યારે ઓસ્ટ્રેલિયાની થઈ 10 વિકેટે હાર

1. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 10 વિકેટથી હરાવ્યું – 1885

2. વેસ્ટ ઇન્ડીઝેઓ સ્ટ્રેલિયાને 10 વિકેટથી – 1979

image source

ભારત અને ઓસ્ટ્રેલિયા (1947- 2020) વચ્ચેની આ 100 મી ટેસ્ટ મેચ હતી અને ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં આ યાદગાર વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ 29 મી જીત છે, જોકે અગાઉ તે 43 મેચ હારી ગઈ છે. ત્યાં એક ટેસ્ટ ટાઇ થઈ હતી અને 27 મેચ ડ્રો રહી હતી.

image source

મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતને ક્યારે ક્યારે મળી જીત

ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનોથી હરાવ્યું- વર્ષ 2018

ભારતે ઓસ્ટ્રેલિયાને 59 રનોથી હરાવ્યું- વર્ષ 1981

ભારતે ઓસ્ટ્રેલિયાને 222 રનોથી હરાવ્યું- વર્ષ 1978

image source

તો બીજી તરફ ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. રોહિત શર્મા પણ ટીમ સાથે જોડાવાનો છે. કોરોનાના નવા સ્ટ્રેનના વધતા કેસને લીધે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ સિટડીને બદલે મેલબોર્નમાં રમાય તેવી તેવી શક્યતા છે. કોરોનાને લીધે ન્યૂ સાઉથ વેલ્સ સરકારે બોર્ડર સીલ કરી છે. આ સંજોગોમાં ટીમોનું સિડનીમાં પહોંચવાના સંજોગોમાં પ્રોટોકોલને લગતી મુશ્કેલી સર્જાઈ શકે છે. બન્ને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી શરૂ થશે. જ્યારે સિડનીમાં ક્વોરેન્ટીન રોહિત શર્મા બુધવારે મેલબોર્ન શિફ્ટ કરવામાં આવશે.તે ઓપનર તરીકે ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં સામેલ થઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે રોહિત 30 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાના બાયો-બબલમાં શિફટ થશે. સિડનીમાં કોરોનાના વધતા કેસને જોતા મેલબોર્નમાં જ ત્રીજી ટેસ્ટ માટે સહમતી થઈ ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version