ભારતે લદ્દાખમાંના વિવાદિત ચીનના કેમ્પ પર મેળવ્યો કબજો, બે મહાસત્તાઓ વચ્ચે ફરી હિંસા ફાટી નીકળી

ભારતે લદ્દાખમાંના વિવાદિત ચીનના કેમ્પ પર મેળવ્યો કબજો – બે મહાસત્તાઓ વચ્ચે ફરી હિંસા ફાટી નીકળી

ગત શનિવારની સાંજે લગભગ 500 જેટલા ચીની સૈનીકોએ સ્પેન્ગગુર કે જે ચુશુલ ગામ નજીક આવેલી એક સાંકડી ખીણ છે તેમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન ભારતીય તેમજ ચીનના જવાનો વચ્ચે હાથોહાથની લડાઈ થઈ હતી. એક વરિશ્ટ ભારતીય પોલિસ અધિકારીએ એક જાણિતા સમાચારપત્રને જણાવ્યા પ્રમાણે આ હૂમલાનો સામનો કરતા રવિવારની વહેલી સવારે પેંગોગ ત્સો સરોવરની આસપાસના પર્વતોમાં એક ખાસ શિવિર બટાલિયને એક ચાઈનીઝ કેમ્પ પર કબ્જો કરી લીધો હતો. જોકે આ દરમિયાન કોઈ જાનહાની થઈ છે કે નહીં તે વિષે કોઈ જ ઉલ્લેખ કરવામા આવ્યો નહોતો.

તો ભારત સરકાર દ્વારા બીજીંગ પર આક્ષેપ લગાવવામા આવ્યો છે કે ચાઈનીઝ સૈનિકો દ્વારા લદ્દાખમાં 60 વર્ગ કિલેમીટર ભારતીય જમીન પર કબ્જો કર્યાના ત્રણ મહિના બાદની આ એક ઉશ્કેરણીજનક સૈન્ય પ્રવૃત્તિ હતી.

તો વળી ચાઈનીઝ ફોરેન મિનિસ્ટ્રીએ ભારતના આ આક્ષેપને નકારી કાઢ્યો હતો. તેમના સૈન્યએ વિવાદિત LACને ઓળંગી હોવાના આક્ષેપને ચીન દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. ઉલટાનો તેમણે ભારત પર તેમની જમીન પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો.

પિપલ લિબરેશન આર્મી વેસ્ટર્ન થિએટર કમાન્ડના પર્વક્તા ઝાંગ શુઈલીએ નિવેદન આપતા જણાવ્યું હતું, ‘ભારતના આ પગલાએ ચીનની ક્ષેત્રિય સંપ્રભુતાનું ગંભીર રીતે ઉલ્લંઘન કર્યું છે, ચીન-ભારતીય સીમા ક્ષેત્રની શાંતિ અને સ્થિરતાને ગંભીરરીતે નબળી બનાવી છે અને તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો છે. જેનો ચીને કડક વિરોધ કર્યો છે.’

‘અમે ભારતીય પક્ષને તેમના ગેરકાયદેસર રીતે પાર કરનારા સૈનિકોને તરત જ પાછા લેવાની અરજ કરીએ છીએ, ફ્રન્ટ લાઇન સૈનિકોને અંકુશમાં રાખવા અને નિયંત્રિત કરવા અને તેની પ્રતિબદ્ધતાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા તેમજ પરિસ્થિતિમાં વધારો ટાળવાની વિનંતી કરીએ છીએ.’

એક વરિષ્ઠ ભારતીય પોલીસ સૂત્રએ ચેતવણી આપતા જણાવ્યું છે કે પરિસ્થિતિમાં વધારો થવાની શક્યતા રહેલી છે, એવું કહેતા કે તેમના સૈનિકોએ ચીનના સૈનિકોને પાછા ધકેલીને અને ચુશુલ ગામ નજીકના ક્ષેત્ર પર કબજો કરીને એક નવો મોર્ચો ખોલી દીધો છે.

ભારતીય સંરક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે આ બન્ને દેશના મિલિટરી કમાન્ડર્સ આ વિવાદનું નિરાકણ લાવવા માટે મળ્યા હતા. તેમણે જણાવ્યું કે ભારત વાતચીત પ્રત્યે પ્રતિબદ્ધ છે પણ સાથે સાથે ચેતવણી પણ આપવામા આવી કે પોતાની ક્ષેત્રીય અખંડીતતાની રક્ષા કરવા માટે પણ ભારત તેટલું જ દ્રઢ છે.

image source

‘અમને ક્યારેય આ જગ્યા પર સમસ્યા નથી નડી અને અમે હંમેશા તેને મજબૂત રીતે પકડી રાખી છે,’ તેવું ભારતીય સૈન્યના પૂર્વ નોર્ધન કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ડી.એસ. હુડાએ જણાવ્યુ હતું.

‘એક શાંતિ બાદ ચીને ફરી અચાનક નવો મોર્ચો ખોલ્યો છે જે એક મોટી ઉશ્કેરણી છે.’

થોડા દિવસો પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે લદ્દાખની સ્થિતિને 1962ના સંઘર્ષ બાદ સૌથી ગંભીર જણાવી છે અને કહ્યું છે કે બન્ને પક્ષો તરફી વાસ્તવિક નિયંત્રણ રેખા પર હાલ મુકવામાં આવેલા સુરક્ષા બળની સંખ્યા પણ પહેલા કરતાં ક્યાંય વધારે છે.

15મી જૂનના રોજ ઓછામાં ઓછા 20 ભારતીય જવાનો માર્યા ગયા હતા. 45 વર્ષ બાદ LAC પર આ પ્રથમ ઘાતક હૂમલો થયો હતો જેમાં ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર ખીલ્લી જડેલી લાકડીઓનો ક્રૂર રીતે પ્રહાર કર્યો હતો. અને એવા પણ અહેવાલ મળ્યા છે કે તે હાથો-હાથની લડાઈણાં ચીનના પણ 45 જેટલા સૈનિકો માર્યા ગયા હતા. જો કે ચીને ક્યારેય આ વાતનો સ્વિકાર નથી કર્યો. જોકે તે પહેલા વર્ષોથી બન્ને પક્ષના સૈનિકો વચ્ચે મુક્કાબાજી તો થતી જ આવી છે પણ આ પહેલાં ક્યારેય હથિયારનો ઉપયોગ નહોતો કરવામા આવ્યો. માટે જ આ સ્થિતિને યુદ્ધની જાહેરાત તરીકે જ જોવામાં આવે છે.

image source

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભારત અને યુ.એસના સંબંધ મજબુત થઈ રહ્યા છે જેને ચીન પોતાના માટે ખતરારૂપ ગણે છે અને તેના કારણે જ ચીન આ બધી હરકતો ભારત-ચીન બોર્ડર પર કરી રહ્યું છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે લગભગ 5-6 વાર કોરકમાંડર લેવલમાં થયેલી વાતચીતમા બન્ને દેશ પહેલા જેવી સ્થિતિ પાછી લાવવા પર રાજી થયા છે, પણ ચીન તરફથી જમીની સ્તરે આપવામાં આવેલા વાયદાને નિભાવવામાં નથી આવ્યા, ઉલટાનું તેણે સિમા પર પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરી દીધો છે.

Source: Telegraph, indiandefensenews, ndtvindia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત