આ રાજ્યોમાં થશે ભારે વરસાદ અને હીમવર્ષા, હાડ થીજવતી ઠંડી પડશે, જાણો સમગ્ર માહિતી

આ રાજ્યોમાં થશે ભારે વરસાદ અને હીમવર્ષા – હાડ ગાળી નાખથી ઠંડી પડશે

દેશના મોટા ભાગના રાજ્યોમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પહાડો પર પણ બરફવર્ષા થઈ રહી છે જેના કારણે રાજ્યોમાં ઠંડી વધી રહી છે અને હજુ પણ વધારે વધશે. તેની સાથેસાથે જ કોલ્ડ વેવ આવવાની પણ શક્યતા છે. શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી ત્રણ ડીગ્રિ સેલ્સિયસ ઓછું નોંધાયું છે. દેશની રાજધાની દિલ્લીમાં ન્યૂનતમ તાપમાન 6.9 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે, જે 14 વર્ષોમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન રહ્યું છે.

image source

હવે મોસમ વિભાગે સોમવારે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કશ્મીરના ઉંચાઈવાળા વિસ્તારોમાં પણ બરફવર્ષા અને વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે. તો બીજી બાજુ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં પણ તોફાનની સાથે વરસાદ પડવાની સંભાવના જણાવી છે. દિલ્લીમાં આવનારા દિવસોમાં હવાના કારણે ઠંડી વધી શકે છે.

image source

ઠંડા પવને વધારી ઠંડી

પશ્ચિમ હિમાલયના વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા છે જેના કારણે ઠંડા પવન ચાલી રહ્યા છે. તેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પણ પશ્ચિમ વિક્ષોભના કારણે આવનારા ચારથી પાંચ દિવસોમાં ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયનનો વધારો થઈ શકે છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગર સહિત ઘાટીના ઘણાબધા વિસ્તારોમાં ન્યૂનતમ પારો શૂન્યથી નીચે જતો રહ્યો છે. ગુલમર્ગ કશ્મીરનો સૌથી ઠંડો વિસ્તાર છે.

image source

મોસમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે 23થી 25 નવેમ્બર વચ્ચે ખાસ કરીને, ઉંચાણ વાળા વિસ્તારોમાં વરસાદ અને હીમવર્ષા થઈ શકે છે. તેમણે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના ઉત્તર પશ્ચિમ વિસ્તારો અને સોનમર્ગ-જોજિલાના ઉંચાણવાળા વિસ્તારોમાં 23મી નવેમ્બરની સવારે હીમવર્ષા થઈ શકે છે જે 25 નવેમ્બર સુધી ચાલુ રહેશે.

શિમલામાં ભારે હીમવર્ષશાની આશંકા

image source

શિમલા મોસમ વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશક મનમોહન સિંહે જણાવ્યું કે બુધવારે મધ્યમ ઉંચાઈ વાળા પહાડી ક્ષેત્રોના દૂરના વિસ્તારોમાં ભારે વરસાદ અને ઉંચા પર્વતીય વિસ્તારોમાં હીમવર્ષાની સંભાવના છે જેના કારણે યેલો વેધર એલર્ટ આપવામા આવ્યું છે. યેલો એલર્ટ આવનારા કેટલાક દિવસ મોસમ ખરાબ રહેવાની આશંકાના કારણે જાહેર કરવામાં આવે છે.

આ રાજ્યોમાં તોફાનના કારણે વરસાદની આશંકા

image source

મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પ્રાયદ્વીપીય ભારતમાં 23મી નવેમ્બરથી વરસાદની શક્યતાઓ વધી શકે છે. તામિલનાડુ, પુડુચેરી કરાઈકલના વિસ્તારોમાં 24 અ 26 નવેમ્બર વચ્ચે મેઘગર્જના અને વિજળી સાથે વરસાદ થવાની સંભાવના છે. વિભાગે પોતાના બુલિટિનમાં જણાવ્યું કે દક્ષિણ તટીય આંદ્ર પ્રદેશ, રાયલસીમા અને તેલંગાણામાં પણ 25થી 26 નવેમ્બર સુધી વરસાદ થઈ શકે છે.

image source

ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો પર પણ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. અને તોફાનની અસર ગુજરાતમાં પણ દેખાઈ શકે છે. અને વાદળ છાયુ વાતાવરણ પણ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત