કોમેડિયન ભારતી સિંહ છે નેશનલ લેવલની શૂટર, એક દિવસના કામનો કરે છે આટલા રૂપિયા ચાર્જ

નેશનલ લેવલની શુટર રહી છે કોમેડિયન Bharti Singh, એક દિવસના મળતા હતા ૧૫ રૂપિયા.

કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) રાઈફલ શુટિંગમાં પંજાબ રાજ્યને રીપ્રેઝન્ટ કરી રહી છે. ભારતી સિંહએ જ હાલમાં એક ચેટ શો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે.

ટોપની કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) આજે ઘર ઘરમાં પોતાના નામથી જાણવામાં આવે છે. પોતેની કોમેડીથી લોકોને હસાવી હસાવીને લોટપોટ કરી દેનાર ભારતી સિંહ વર્ષ ૨૦૦૮માં પ્રસારિત થયેલ ટીવી શો ‘ધ ગ્રેટ ઈન્ડીયન લાફ્ટર ચેલેંજ’માં જોવા મળી હતી. આ શો તો ભારતી સિંહ જીતી શકી હતી નહી પરંતુ ત્યાર બાદ ભારતી સિંહએ ક્યારેય પણ પાછળ વળીને જોયું નથી. ત્યાં જ, કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) ના શોમાં આવ્યા બાદ ભારતીને ઘરે ઘરે પોપ્યુલારીટી મળી હતી.

image source

આજે અમે આપને કોમેડિયન ભારતી સિંહની નહી, પરંતુ એમની સાથે સંબંધિત એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિષે આપ પણ કદાચ જ જાણતા હશો. આપણે બધા જાણીએ છીએ કે, ભારતી સિંહ એક અભિનેત્રી અને કોમેડિયન છે પરંતુ શું આપ જાણો છો કે, ભારતી સિંહ નેશનલ લેવલ રાઈફલ શુટર પણ રહી છે? જી હા, આ વાત સો ટકા સાચી છે. કોમેડિયન ભારતી સિંહ રાઈફલ શુટિંગમાં પંજાબ રાજ્યને રીપ્રેઝન્ટ કરી રહી છે. કોમેડિયન ભારતી સિંહએ આ વાતનો ખુલાસો હાલમાં જ એક ચેટ શો દરમિયાન ખુલાસો કર્યો છે.

image source

કોમેડિયન ભારતી સિંહના જણાવ્યા મુજબ, રાઈફલ શુટિંગના લીધે તેમને કોલેજમાં સ્પોર્ટ્સ કવોટામાં એડ્મિશન મળ્યું હતું. ભારતી સિંહ જણાવે છે કે, ‘અમને સરકાર તરફથી ભોજન ફ્રીમાં મળતું હતું. મને એની સાથે જ ૧૫ રૂપિયા રોજના મળતા હતા. તેઓ અમને ૫- ૫ રૂપિયાના ત્રણ કુપન આપતા હતા.

image source

આપ વિશ્વાસ નહી કરો, હું ફક્ત એક ગ્લાસ જ્યુસ પીતી હતી તે પણ ફક્ત એટલા માટે જેથી કલાકો સુધી ચાલનાર રાઈફલ શુટિંગ ની પ્રેક્ટીસ દરમિયાન મારા શરીરમાં એનર્જી જળવાઈ રહે. હું બાકીના કુપન્સને બચાવીને રાખતી હતી અને મહિનાના અંતમાં એ બધી કુપન્સના બદલામાં ફળ અને જ્યુસ લઈ લેતી હતી જેને હું પછીથી મારા પોતાના ઘરે લઈ જતી હતી.’

આમ, ટોપ કોમેડિયન ભારતી સિંહએ પોતાના જીવનનું વીતી ગયેલ એક પ્રકરણ વિષે પોતાના ફેંસને પુરેપુરી જાણકારી આપી છે. તેમજ હાલમાં એવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે, કોમેડિયન ભારતી સિંહ કપિલ શર્માના આવનાર શોમાં જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!