Site icon News Gujarat

ભારતીય સેનાએ બનાવી સ્વદેશી એપ, વોટ્સએપ અને ટેલિગ્રામના વળતા પાણી

ભારતીય સેના બહાદૂરીના કિસ્સા તો તમે શાંભળ્યા જ હશે પરંતુ આજે અમે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ચોંકી જશો. ભારતીય સેના ટેકનિકલ મામલે પણ કોઈનાથી પાછળ નથી. તે વાતની સાબિતી આપે છે આ SAI એપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારતા ભારતીય સેનાએ વોટ્સએપ અને ટેલીગ્રામ જેવી એક સ્વદેશી મેસેજિંગ એપ ડેવલોપ કરી છે. રક્ષા મંત્રાલયએ જણાવ્યું કે એપનું નામ સિક્યોર એપ્લિકેશન ફોર ઇન્ટરનેટ (SAI) રાખવામાં આવી છે. તો આવો જાણીએ આ એપમાં શું છે ખાસ.

રક્ષા મંત્રાલય તરફથી આવ્યું નિવેદન

image source

આ અંગે રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે SAI એપ મોડલ કોમર્શિયલ ઉપલબ્ધ મેસેજિંગ એપ્સ વોટ્સએપ, ટેલિગ્રામ SAMVAD અને GIMS જેવી છે. આ એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શન મેસેજિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરો છો. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે સાંઇ (SAI) નો દેશની સેના દ્વારા સુરક્ષિત રૂપથી સંદેશ મોકલવા માટે ઉપયોગ કરવામાં આવશે.

SAI ની ખાસીયત

image source

રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, મેસેજિંગ એપ્લીકેશનની આ મોડલ WhatsApp, ટેલિગ્રામ, SAMVAD અને GIMS જેવી જ છે. તેમાં એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્ળન મેસેજિંગ પ્રોટોકોલને અપનાવવામાં આવ્યુ છે. સુરક્ષાના કેસમાં આ એપ્લીકેશન ખૂબ જ શાનદાર છે કારણ કે, તેમા ઈન-હાઉસ સર્વર અને કોડિંગ થકી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જરૂરિયાત પડવા પર તેમાં સરળતાથી ફેરફાર કરી શકાય છે.

ઓડિયો અને વીડિયો કોલિંગ સર્વિંસને સપોર્ટ કરશે

image source

એપ એન્ડ ટૂ એન્ડ સિક્યોર ટેકસ્ટ મેસેજ ઉપરાંત ઓડિયો અને વીડિયો કોલિંગ સર્વિંસને સપોર્ટ કરશે. હાલ આ એપને એંડ્રોઇડ બેસ્ડ ઇન્ટરનેટ સર્વિસ ઉપયોગ કરનાર સ્માર્ટફોન માટે તૈયાર કરવામાં આવી છે. એપના NIC પર ઇંફ્રાસ્ટ્રક્ચર હોસ્ટિંગની પ્રક્રિયા, બૌદ્ધિક સંપદા અધિકાર (IPR)ની ફાઇલિંગ અને iOS વર્જ્ન પર કામ ચાલુ છે.

રક્ષા મંત્રીએ પાઠવી શુભેચ્છા

image source

SAI એપને CERT-in પેનલમાં સામેલ ઓડિટર અને આર્મી સાઇબર ગ્રુપમાં તપાસ કરી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે એપની સમીક્ષા કર્યા બાદ તેને વિકસિત કરનાર કર્નલ સાંઇ શંકરને તેમના સ્કિલ માટે શુભેચ્છા કરી. રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીથી જાણવા મળ્યુ છે કે, આ SAI એપને સમગ્ર ભારતની સેના દ્વારા વપરાશ કરી શકાશે.

image source

તેનાથી સેનાને સુરક્ષિત મેસેજિંગનો એક વિકલ્પ મળી શકશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ એપની કાર્યક્ષમતાની સમીક્ષા કર્યા બાદ કર્નલ સાઈ શંકરને તેમના કૌશલ અને એપ્લિકેશન ડેવલપ કરવા પર અભિનંદન આપ્યા અને તેમના કામના વખાણ પણ કર્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version