ઈઝરાયલમાં પેલેસ્ટાઈનના મોર્ટાર શેલિંગ હુમલામાં ભારતીય મહિલાએ જીવ ગુમાવ્યો, કેરટેકર તરીકે કામ કરતી સૌમ્યાનું નિધન

હાલમાં વિદેશની ધરતી પર ભારે ભયંકર યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ વધુ લોહિયાળ બન્યો છે. મિલિટન્ટ ગ્રૂપ હમાસ દ્વારા ઈઝરાયેલના તેલ અવીવ શહેર પર 130 રોકેટથી હુમલો કરાયો હતો. કાર્પેટ બોમ્બિંગ જેવા આ હુમલામાં તેલ અવીવમાં મોટું નુકસાન અને જાનહાનિ થયાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ત્યારે આ હુમલામાં ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે ઈઝરાયલમાં પેલેસ્ટાઈનના હમાસ દ્વારા મોર્ટાર શેલથી કરવામાં આવેલા હુમલામાં કેરટેકર તરીકે કામ કરી રહેલી કેરળના ઈદુક્કી જિલ્લાની એક મહિલાનું મોત નિપજ્યું છે.

image source

જો આ મહિલા વિશે વાત કરવામં આવે તો 30 વર્ષની સૌમ્યા કેરળના આદિમાલી નજીક કાનજીરમથાનમની વતની હતી અને તે ઈઝરાયલમાં અશોકેલન ખાતે કેરટેકર તરીકે કામ કરી રહી હતી. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ઈઝરાયલમાં હુમલાનો ભોગ બનેલી ભારતીય દિકરી સૌમ્યા સંતોષના પરિવાર સાથે વાતચીત કરી છે. તેમને શક્ય તમામ મદદ આપવામાં આવશે.

તો વળી બીજી બાજુ ભારતમાં ઈઝરાયલના રાજદૂત રોન મલકાએ કહ્યું કે હમાસના હુમલામાં મૃત્યુ પામનાર ભારતની સંતોષ પ્રત્યે અમે ઈઝરાયલ તરફથી પણ દુખ વ્યક્ત કરી છીએ. અમારું હૃદય દુખથી ભરેલુ છે. આ હુમલાએ 9 વર્ષના એક દિકરાને તેની માતાથી દૂર કરી છે. તેમજ ઈઝરાયલ સ્થિતિ સૌમ્યાના ભાભીએ સૌમ્યાના મૃત્યુની માહિતીની પૃષ્ટી કરી હતી.

ભાભીએ આ હુમલાની ઘટના વિશે વાત કરી કે આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે બપોરે 3 વાગે બની હતી. અવાજ સાંભળતા જ હું ઘર તરફ દોડી ગઈ હતી, જ્યાં સૌમ્યા કામ કરતી હતી. પેલેસ્ટાઈન સ્થિત હમાસ દ્વારા છોડવામાં આવેલા મોર્ટાર શેલ ઘર પર પડ્યો હતો અને સમગ્ર ઈમારત તૂટી ગઈ હતી. સૌમ્યા અને અન્ય એક વૃદ્ધ મહિલા આ હુમાલામાં માર્યાં ગયા હતા.

સૌમ્યા છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં કામ કરી રહી હતી અને છેલ્લે તે વર્ષ 2017માં પરિવારને મળવા માટે ભારત આવી હતી. સૌમ્યાના પતિ સંતોષના ભાઈ સાજીએ જણાવ્યું હતું કે અમે સાંજે 5 વાગે તેનો સંપર્ક કર્યો હતો. બાદમાં અમને માહિતી મળી હતી કે હમાસ દ્વારા જે મોર્ટાર હુમલો થયો હતો તેમાં તેનું મૃત્યુ થયું છે.

image source

પેલેસ્ટાઈનના મિલિટન્ટ ગ્રૂપ હમાસે કહ્યું હતું કે તેમણે ઈઝરાયેલના તેલ અવીવ પર 130 રોકેટથી હુમલો કર્યો હતો. આ હુમલો તેમણે ઈઝરાયેલ દ્વારા કરાયેલા ગાઝા પટ્ટી પરના હવાઈ હુમલાના જવાબમાં કર્યો છે. અગાઉ ઈઝરાયેલના હવાઈ હુમલામાં ટાવર બ્લોક ધ્વસ્ત થયો હતો. આ હવાઈ હુમલા અંગે ઈઝરાયેલ મિલિટરીએ દાવો કર્યો હતો કે તેઓ ગાઝામાં આતંકીઓને નિશાન બનાવી રહ્યા છે.

image source

વાસ્તવમાં, સોમવારથી બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે. અત્યાર સુધીમાં હમાસ દ્વારા 400થી વધુ રોકેટ્સથી હુમલા કરાયા છે. હાલના 130 રોકેટ્સ દ્વારા કરાયેલા હુમલામાં ઈઝરાયેલ પક્ષે મોટી ખુવારી થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!