અપનાવો ભીના કપડાંની આ જબરદસ્ત ટ્રીક અને જાણી લો ગેસનો બાટલો કેટલો ભરેલો છે અને કેટલો ખાલી થઇ ગયો છે

અહીં આ આર્ટીકલ વાંચનારા વાંચકો પૈકી મોટાભાગના વાંચકોના ઘરે LPG ગેસ વપરાતો હશે. LPG ગેસના કારણે ગૃહિણીઓને રસોઈ બનાવવામાં જેટલી ઝડપ થાય છે અગાઉના સમયમાં તેટલી ઝડપ અને સવલત ન હતી. કદાચ તમે પણ ઘરના વૃદ્ધો પાસેથી સાંભળ્યું હશે કે તેઓના સમયમાં રસોઈ બનાવવા LPG ગેસ સિલિન્ડર ન હતા પરંતુ પ્રાઈમસ અને દેશી ચૂલા હતા અને તેમાં અગ્નિ પેટાવીને જ રસોઈ કરવાની હતી.

image source

વળી, આ રસોઈ કર્યા પહેલા કે બાદમાં પ્રાઈમસની સાર સંભાળ પણ લેવી પડતી. તેના વાલ્વની સાફસફાઈ, કેરોસીનની પુરવણી અને જો દેશી ચૂલો હોય તો તેના માટે સૂકા છાણાં અને સૂકા લાકડાનું બળતણને રાખવા જેવા કામો રસોઈ દરમિયાન ન થઇ શકે એટલે તેને ઉપર જણાવ્યું તેમ રસોઈ બનાવ્યા પહેલા કે બાદમાં પ્રાઈમસ કે દેશી ચૂલાની સંભાળ લેવી પડતી.

image source

હવે તો જો કે ઘરે ઘરે LPG ગેસ થઈ ગયા હોવાથી આ બધી ચીજવસ્તુઓ જોવા પણ નથી મળતી. હવે તો બસ ફટ ગેસ લાઈટર લીધું, ફટ રેગ્યુલેટર ઓન કર્યું અને ફટ ગેસનો ચૂલો સળગાવ્યો. અને થોડી વારમાં તો રસોઈ બનીને તૈયાર.

image source

પરંતુ LPG ગેસ સિલિન્ડર વાપરનારી ગૃહિણીઓ માટે એ સમય ભારે કપરો થઈ જાય છે જ્યારે રસોઈ બનાવતા સમયે જ અધવચ્ચે સિલિન્ડરનો ગેસ પૂરો થઈ જાય. અને તેમાંય વળી સાંજનું જમવાનું બનતું હોય ત્યારે અધવચ્ચે ગેસ પૂરો થઈ જાય એટલે માથાનો ઘા. હા, તમારા ઘરે જો ડબલ ગેસ સિલિન્ડર હોય તો તમે ગેસ સિલિન્ડર બદલાવીને તમારું કામ પૂરું કરી શકો છો. પરંતુ ઘરમાં એક જ ગેસ સિલિન્ડર હોય ત્યારે મુશ્કેલી ઉભી થાય છે.

image source

ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને એક એવી ટિપ્સ જણાવવાના છીએ જેના કારણે તમને ગેસ સિલિન્ડર પૂરો થાય તે પહેલાં જ ખબર પડી જશે કે તમારો ગેસ સિલિન્ડર પૂરો થવા પર છે કે કેમ ? ઘણા ખરા લોકો ગેસ સિલિન્ડર ઊંચકીને જ એવો અંદાજ લગાવે છે કે સિલિન્ડરમાં કેટલો ગેસ ભરેલો છે પરંતુ ઘણી વખત આ રીત ખોટી પણ સાબિત થાય છે. ત્યારે ચાલો આ માટે એક ચોક્કસ માહિતી આપતી ટ્રીક વિશે જાણીએ.

image source

સૌથી પહેલા તમારે એક ભીના કપડાંની જરૂર પડશે જેના વડે તમારે સિલિન્ડરને ઢાંકી દેવાનો રહેશે. થોડી વાર આમ રાખ્યા બાદ જ્યારે તમે એ ભીનું કપડું હટાવી લેશો તો જોવા મળશે કે સિલિન્ડરનો જેટલો ભાગ અંદરથી ખાલી થઈ ગયો હશે તે તરત સુકાઈ ગયો હશે. આ ભાગ પર તમે ચોક વડે નિશાન કરી લો. બાદમાં જે ભાગમાં ગેસ ભરેલો હશે સિલિન્ડરનો તે ભાગ મોડો સુકાશે. આવું એટલા માટે થાય છે કારણ કદ સિલિન્ડરનો જે ભાગ ખાલી હોય છે તે ગરમ રહે છે અને જે ભાગમાં ગેસ ભરેલો હોય તે ઠંડો રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!