ન કામ જોયું કે ન કોરોના, ભૂજમાં મુસ્લિમ વૃદ્ધ ટૂ-વ્હીલર પરથી પડ્યા તો પૂજાપાઠના વસ્ત્રો પહેરેલા હિન્દુએ શ્વાસ પુર્યા

હાલમાં ભૂજમાં એક અનોખી ઘટના બહાર આવી છે અને જેમાં માણસાઈના દર્શન થયા છે. કારણ કે એક વાત આપણે સૌએ સાંભળ્યું હશે કે ઈશ્વરે હજુ માણસ જાત પર વિશ્વાસ ખોયો નથી, એટલે જ પૃથ્વી પર હજુ જીવન છે. ત્યારે હવે આ વાતના દર્શન થયા છે અને લોકોના મોઢે ચર્ચાઈ રહી છે.

કારણ કે રાવલવાડી ટાંકા પાસે ગુરુવારે સવારે બનેલી ઘટનામાં એક મુસ્લિમ વૃદ્ધ પોતાના ટૂ-વ્હીકલથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેણે શારીરિક સમસ્યાને કારણે સંતુલન ગુમાવી દીધું અને ચાલતી ગાડીએ પડી ગયા. ત્યારબાદ જે જોઈ આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓ પણ મદદે પહોંચવા થંભી ગયા હતા.

image source

પરંતુ આ બધામાંથી એક પૂજાપાઠ કરવા જતી એક હિન્દુ વ્યક્તિએ એક સેકન્ડનો પણ વિલંબ ન કર્યો અને મુસ્લિમ વૃદ્ધની ધીમી પડેલી શ્વાસોશ્વાસની પ્રક્રિયા પમ્પિંગથી નિયમિત કરી દીધી અને વૃદ્ધને વધુ સારવાર માટે વ્યાયામ શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચતાં કર્યા હતા. હવે આ કામના ભારે વખાણ કરવામાં આવી રહ્યા છે.

આખી ઘટનાની વાત કરવામાં આવે તો સવારે 10.15 વાગ્યાની આસપાસ ઘટના બની ત્યારે સૌ કોઈ મોઢે માસ્ક પહેરી પોતપોતાના કામના સ્થળે જવાની ઉતાવળમાં હતા. કેમ કે, શહેરમાં વધતા કોરોના પોઝિટિવ કેસ અને દર્દીઓનાં મોતની સ્થિતિ ઉપર અંકુશ મેળવવા ગુરુવાર સાંજથી છેક સોમવાર સવાર સુધી સ્વૈચ્છિક લોડડાઉનનું એલાન કરાયું હતું.

image source

ત્યારે માહોલ એવો હતો કે આસપાસના રહેણાક વિસ્તારની મહિલાઓ પણ બપોરનું ભોજન બનાવવા વ્યસ્ત હતી, ત્યારે અચાનક પડવાનો આવાજ થયો, જેથી સૌ કોઈએ ધડાકાની દિશામાં જોયું તો પોતાના ટુ-વ્હીલરથી પસાર થતા મુસ્લિમ વૃદ્ધ ધડાકાભેર રોડ ઉપરથી ફૂટપાથ ઉપર પટકાયા હતા. ત્યારે માનવતાના દર્શન થયા અને તમામ લોકો પોતપોતાની વ્યસ્તતા ભૂલીને મુસ્લિમ વૃદ્ધની મદદે દોડી ગયા.

image source

જ્યારે લોકોએ જોયું તો વૃદ્ધ બેભાન અવસ્થામાં પડી ગયો હતો. જે જોઈ પૂજાપાઠના વસ્ત્રો પહેલો અન્ય એક હિન્દુ વૃદ્ધ નીચે નમ્યા અને મુસ્લિમ વૃદ્ધના શ્વાસોશ્વાસની ગતિ ધીમી પડેલી જોઈ તેની છાતિએ પમ્પિંગ શરૂ કરી દીધું. કોઈકે મુસ્લિમ વૃદ્ધના ચહેરા ઉપર પાણી છાંટ્યું. તો કોઈએ હવા નાખી. આ રીતે અલગ અલગ લોકોએ મદદ કરી.

image source

આ બધા લોકોની પ્રાથમિક સારવારને કારણે મુસ્લિમ વૃદ્ધે આંખ ખોલી. એ દરમિયાન એક યુવાને 108ને કોલ કર્યો. 108ના કોલ ઓપરેટરે કહ્યું કે, ઘટના સ્થળે વાહન મોકલતા એકાદ કલાક લાગશે. બીજી બાજુ મુસ્લિમ વૃદ્ધના ખિસ્સામાંથી ઓળખકાર્ડ અને મોબાઈલ કાઢી તેમના સગા સંબંધીનો સંપર્ક કરાયો. ત્યારબાદ નજીકના વ્યાયામ શાળા સ્થિત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે હવે આ બધા લોકોના વખાણ કરવામાં આવી રહ્યા છે અને ઘટના પણ ચારેકોર ચર્ચાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!