વધતા વજનને અટકાવવા આ મહિલાએ સાઇકલમાંથી આ રીતે બનાવી અનાજ દળવાના ઘંટી, વાંચો શું કહે છે આ વિશે આસપાસના લોકો

દેશી જુગાડ : ઘરે બેસીને વધતા વજનને અટકાવવા માટે, મહિલાએ સાઇકલમાંથી ઘરઘંટી બનાવી

image source

ઝારખંડ રાજ્યના જમશેદપુર શહેરમાં રહેતા એક પરિવારના ભાઈ બહેને લૉકડાઉન દરમિયાન કસરત કરવા માટેની સાઈકલમાંથી ઘરઘંટી બનાવી છે. આ જુગાડના કારણે હવે સંપૂર્ણ પરિવારની કસરત પણ થઇ જાય છે અને સાથે જ ઘરનું ઘઉં દ‌ળવાનું કામ પણ થઇ જાય છે. કસરત કરવી ઘણા માટે જરૂરી છે, લોકડાઉનમાં એક સ્થાન પર બેસવાથી અનેક સમસ્યાઓ લોકો સમક્ષ આવી રહી છે. પણ, લૉકડાઉનના કારણે લોકો જીમ પણ જઈ શકતા ન હતા અને ઘરે બેઠા-બેઠા વજન પણ વધતું હતું. આ સ્થિતિને જોતા એક બહેન અને એમના એન્જિનિયર ભાઈએ મળીને કસરત કરવા માટેની સાઈકલમાંથી ઘરઘંટીનો અનોખો જુગાડ તૈયાર કર્યો.

સાઇકલ ઘરઘંટી : દેશી જુગાડ

image source

જો કે લૉકડાઉનના કારણે બજાર બંધ હતા અને ઘરઘંટી બનાવવા માટે જોઈતા સાધનો તરીકે પણ એમણે ઘરમાં પડેલા ભંગારનો જ ઉપયોગ કર્યો હતો. આ જુગાડ તૈયાર કરવા માટે એમણે ઘઉં દળવાના મશીનને સાઈકલ સાથે જોડી દીધું હતું જેના કારણે સાઈકલ ચલાવવા સાથે જ અનાજ દળવાનું કામ પણ થઇ જતું હતું. ઉલ્લેખનીય છે કે આ મશીનથી તમામ પ્રકારના અનાજ અને મસાલા પીસવાનું કામ પણ થઈ શકે છે.

image source

આ મશીનના આગળ ગોળાકાર વાસણ જોડી દેવામાં આવ્યું છે, જેમાં પીસવા માટેનું અનાજ નાખીને જેમ સાઈકલ ચલાવવામાં આવે તેમ તેમ અનાજ પીસવાનું કામ શરુ થાય છે. આ મશીનથી જીમ ગયા વગર જ લોકો ઘરે પણ કસરત કરી શકે છે. જો કે આ અનોખી ઘરઘંટી બન્યા પછી એમની આસપાસના લોકો પણ ઘઉં દળાવવા એમની પાસે જ માટે આવે છે.

image source

કસરત સાથે અનાજ પણ દળાય છે

એન્જિનિયર મનદીપ તિવારીએ આ બાબતે જણાવ્યું હતું કે, ‘અમે એક ઘરઘંટી બનાવી છે. લૉકડાઉનનામાં ઘરે બેઠા-બેઠા લોકોનું વજન વધી રહ્યું હતું અને કસરત પણ નહોતા કરી શકતા, એવામાં અમેં ઘરે રહેલી સાઈકલ દ્વારા ઘરઘંટી તૈયાર કરી તેને સાઈકલ સાથે જોડી દીધી. આ મશીનના કારણે હવે અમે કસરત સાથે અનાજ દળવાનું કામ પણ કરી લઈએ છીએ.’

ઘઉં, ચોખા અને મસાલા જેવી વસ્તુઓ દળી શકાય છે

image source

મનદીપની બહેન સીમા પાંડેએ કહ્યું કે,‘લૉકડાઉનમાં લોકો ઘણા દિવસથી ઘરમાં કેદ હતા, ભાઈનું વજન પણ વધી રહ્યું હતું અને તેઓ જીમ નહોતા જઈ શકતા. આ કારણે અમે બંનેએ મળીને આ ટેક્નિકનો ઉપયોગ કર્યો. આ સાઈકલમાં સાથે જ નાની ઘરઘંટી જોડાયેલી છે, જે સાઈકલ ચલાવવાથી અનાજ દળવાનું કામ કરે છે. આ ઘરઘંટીમાં ઘઉં, ચોખા અને મસાલા જેવી વસ્તુઓ પણ દળી શકાય છે. આ સાથે ઘરના લાકોની સાઈકલ ચલાવવાથી કસરત પણ થઈ જાય છે. આ કારણે લૉકડાઉનની સ્થિતિમાં બહાર જવાની જરૂર પડી નથી. આ ઘરઘંટી માટે વિજળી કે ઈંધણની જરૂર પડતી નથી. આ સંપૂર્ણ સ્વદેશી જુગાડ મશીન છે.’

આસપાસના લોકો પણ હવે આમ જ કરે છે

image source

પાડોશી રમાકાંત તિવારીએ મીડિયાને જણાવ્યું હતું કે,‘મને હૃદયની બીમારી છે. આ લૉકડાઉનમાં અમે બહાર વૉક માટે નીકળી શકતા ન હતા. આ દરમિયાન આ લોકોએ ઘરે પડેલી સાઈકલનો ઉપયોગ કરીને સ્વદેશી ઘરઘંટી તૈયાર કરી હતી. જો કે આ શીખ્યા પછી હવે આસપાસના લોકો પણ સાઈકલ પર બેસીને કસરત કરે છે, તેમજ સાથે સાથે એમના ઘરનું કામ પણ થઈ જાય છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત