સુશાંતની આત્મહત્યાના સમાચાર સાંભળીને બિગ બી થયા ભાવુક, લખ્યું, કેમ? આ આખી પોસ્ટ વાંચીને તમે પણ સુશાંતને યાદ કરીને રડી પડશો

સુશાંતની આત્મહત્યાના સમાચાર સાંભળીને અમિતાભ ભાવુક, લખ્યું કેમ?.. તમે શાનદાર અભિનેતા હતા.

image source

તારીખ 14 જૂને સુશાંત સિંહ રાજપુતે પોતાના મકાનમાં આત્મહત્યા કરી હતી ત્યારબાદ આખું બૉલીવુડ તેના આ પગલાંથી દુઃખી થયું હતું અને ઘણા બધા સેલેબ્સે પોતાની રીતે પોતાના દુઃખ દર્શવ્યા હતા. આ બધાની વચ્ચે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોતાની લાગણી દર્શાવી હતી.

સુશાંત સિંહના સુસાઈડને કારણે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. કોઈ વિશ્વાસ નથી કરી શકતું કે 34 વર્ષીય સ્ટાર આ પ્રકારનું પગલું ભરી શકે. બધાના મનમાં એક જ સવાલ છે કે સુશાંતે આખરે કેમ આવું કર્યું? અમિતાભ બચ્ચને પણ બ્લોગમાં આ જ સવાલ પૂછ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

શોકમગ્ન અમિતાભે પોતાના બ્લોગમાં સ્પેસ આપીને લખ્યું છે, ‘કેમ…કેમ…કેમ…?’ ત્યારબાદ બિગ બીએ પોતાની ભાવના વ્યક્ત કરતાં કહ્યું હતું, ‘કેમ સુશાંત સિંહ રાજપૂત? તમે તમારું જીવન કેમ પૂરું કરી નાખ્યું? તમે શાનદાર અભિનેતા હતા. કંઈ જ કહ્યાવગર, કંઈ જ માગ્યા વગર હંમેશાં માટે સૂઈ ગયા…’

અમિતાભે પોતાના બ્લોગમાં સુશાંતની ફિલ્મ ‘એમ એસ ધોની’નો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું હતું, ‘મેં ‘ધોની’માં તેમનું કામ જોયું હતું. ફિલ્મમાં તેમના યાદગાર પર્ફોર્મન્સને કારણે યાદ રહેશે.’ બિગીએ એમ પણ કહ્યું હતું કે સુશાંતે જ્યારે પણ વાત કરી કે સંવાદ કર્યો ત્યારે તેની અંદર કંઈક એવું હતું, જે વણકહ્યું જ રહી ગયું.

image source

અમિતાભે સુશાંતનાં ખૂબ વખાણ કર્યાં હતાં. તેમના મતે, જેટલું શાનદાર એમનું કામ હતું, તેનાથી વધારે તેમનું મન સારું હતું. તેમણે કહ્યું હતું, ‘તેઓ અનેકવાર જીવનના તર્કમાં ડૂબીને પોતાને રજૂ કરતા હતા. લોકો આ ઊંડાઈથી નવાઈમાં મુકાઈ જતા અથવા તો લાપરવાહ બનીને તેની તાકાતનો અર્થ સમજી શકતા નહોતા. કેટલાક આશ્ચર્ય વ્યક્ત કરતાં તો કેટલાક આ વાતને ટાળી દેતા. કેટલાક માટે આ માત્ર હળવી એક્ટિંગથી વધુ કંઈ નહોતી.’

અમિતાભે સુશાંત સાથેની મુલાકાત અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘તેમની સાથેની એક મુલાકાતમાં મેં તેમને પૂછ્યું હતું કે તેમણે ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ધોનીના તે શોટને કેવી રીતે મેનેજ કર્યો હતો? તેમણે જવાબ આપ્યો હતો કે ધોનીનો વીડિયો 100 વાર જોઈને. આ તેમની પ્રોફેશનલ એફર્ટની ગંભીરતા હતી.’

image source

અમિતાભે આગળ કહ્યું હતું, ‘તેમની વિનમ્ર શરૂઆત થઈ હતી. તે અમારા સમયના ટેલેન્ટેડ કોરિયોગ્રાફર શ્યામક દાવરના શોના ડાન્સ ગ્રૂપમાં ચોથી લાઈનનો હિસ્સો રહેતો હતો. ત્યાંથી ઊઠીને આજે તે જ્યાં હતો, ત્યાં સુધી પહોંચવું તે જ સ્વયંકએક અલગ વાર્તા છે.’ બધા જાણે છે કે સૌથી પહેલા સુશાંત સિંહ 250 રૂપિયામાં કામ કર્યું હતું અને હાલમાં તે એક ફિલ્મના 5 થી 7 કરોડ રૂપિયા લેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત