BIG NEWS: જમ્મૂમાં એરફોર્સ સ્ટેશન નજીક બોમ્બ પ્લાસ્ટ, બે જવાન ઘાયલ

જમ્મુ એરફોર્સ સ્ટેશનના ટેકનિકલ એરિયા નજીક વિસ્ફોટને કારણે વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, અહીં 5 મિનિટના અંતરે બે વિસ્ફોટ થયા હતા. પ્રથમ ધડાકો કેમ્પસ બિલ્ડિંગની છત પર અને બીજો નીચે થયો હતો. એએનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ કરવા માટે બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલાખોરોની ઓળખ થઈ નથી, પરંતુ એવી આશંકા છે કે બ્લાસ્ટ વિસ્તારમાં ઉભેલા વિમાનને નિશાન બનાવવામાં આવવાના હતા.

એરફોર્સની ઉચ્ચ સ્તરીય ટીમ તપાસ કરશે

image source

વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. શનિવારે બપોરે 1.45 વાગ્યે આ ઘટના બની હતી. જમ્મુનું મુખ્ય વિમાનમથક પણ તે જ કેમ્પસમાં આવે છે જ્યાં આ ઘટના બની હતી. વાયુસેના, નૌકાદળ અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારતીય વાયુ સેનાની ઉચ્ચ સ્તરીય ટીમ આ ઘટનાની તપાસ કરશે.

સંરક્ષણ પ્રધાને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી

image source

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જમ્મુના એરફોર્સ સ્ટેશન પર બનેલી ઘટના અંગે વાઇસ એર ચીફ એર માર્શલ એચએસ અરોરા સાથે વાત કરી હતી. સંરક્ષણ પ્રધાનની કચેરીના જણાવ્યા અનુસાર, એર માર્શલ વિક્રમ સિંહ પરિસ્થિતિનો તાગ લેવા જમ્મુ પહોંચ્યા છે.

કોઈપણ સાધનસામગ્રીને કોઈ નુકસાન નથી

આ બાબતે ભારતીય વાયુસેનાનું કહેવું છે કે રવિવારે બે ઓછી-તીવ્રતાના વિસ્ફોટો થયા હોવાનું જાણવા મળે છે. એક વિસ્ફોટના કારણે બિલ્ડિંગની છતને થોડું નુકસાન થયું હતું જ્યારે બીજો વિસ્ફોટ ખુલ્લા વિસ્તારમાં થયો હતો. કોઈ સાધનને નુકસાન થયું નથી. તપાસ ચાલી રહી છે.

જમ્મુથી એક આતંકવાદીની ધરપકડ

image source

બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નરવાલ વિસ્તારમાંથી એક આતંકીની ધરપકડ કરી છે. તેની પાસેથી 5 કિલો IED જપ્ત કર્યું. તપાસ હજુ ચાલુ છે. આપને જણાવી દઇએ કે હવાઇ મથકથી મકવાલ બોર્ડરનું અંતર પાંચ કિલોમીટરનું અંતર છે. આ સાથે, એવું પણ બહાર આવી રહ્યું છે કે ડ્રોનમાં જીપીએસ લગાવવામાં આવ્યા હતા. એવી આશંકા છે કે આ ડ્રોન સરહદ પારથી હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

image source

એનઆઈએની ટીમ અને એનએસજી કમાન્ડો એરપોર્ટ પર પહોંચી ગયા છે. સ્થળ પર દરેક ભાગની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે, ઘણા વિશેષ સાધનોની મદદ પણ લેવામાં આવી રહી છે. જમ્મુમાં એરપોર્ટ પર બે વિસ્ફોટો બાદ સુરક્ષા કડક બનાવવામાં આવી છે. સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!