બિહાર વિધાનસભાની ચૂંટણીના સૌથી અલગ મતદાર, માથેથી જોડાયેલી બન્ને બહેનોએ પ્રથમ વખત અલગ-અલગ આપ્યો મત,

બિહારમાં તાજેતરમાં જ પ્રચંડ ચૂંટણી પ્રચાર બાદ ચૂંટણી યોજાઈ ગઈ. પણ આ બધા વચ્ચે બે એવા મતદાતાએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે કે તમે પણ તેમને જોઈને ખુશ થઈ જશો. આ મતદારની ખાસિયત એ છે કે તેઓ બે હોવા છતાં પણ એક જ છે. આ મતદાતા છે બે બહેનો. એકનું નામ છે સબા અને બીજીનું નામ છે ફરાહ. આ બન્ને બહેનો માથાથી એક બીજા સાથે જોડાયેલી છે. તેમું માથા નીચેનું શરીર બિલકુલ અલગ છે પણ માથાથી તે બન્ને ચોડાયેલી છે. અને તેમની ખાસ વાત એ છે કે તેમના બન્નેના વિચારો અલગ અલગ છે.

image source

આ મતદાતાઓ બિહારના પટના જિલ્લાના દિઘા વિધાનસભા મત વિસ્તારના મતદાતા છે. આમ તો આ ચૂંટણી તેમની પ્રથમ ચૂંટણી નહોતી પણ આ વખતની ચૂંટણી તેમના માટે થોડી અલગ હતી. કારણ કે છેલ્લે જ્યારે તેમણે વિધાનસભા ચૂંટણીમાં મત આપ્યો ત્યારે તે બન્નેનું મતદાર ઓળખકાર્ડ એક જ હતું. એટલે કે તેમને માત્ર એક જ મત આપવાનો હક્ક હતો. તેની પાછળનું ચૂંટણી પંચનું કારણ એ હતું કે
તેઓ માથાથી જોડાયેલા હોવાથી તેમને એક જ ગણવામાં આવ્યા હતા. પણ પછીથી ચૂંટણી પંચે તે બન્નેને અલગ અલગ મતદાર કાર્ડ આપ્યું. અને આમ તે બન્ને હવે એક નહીં પણ બે મત આપવાને સક્ષમ બન્યા હતા.

image source

લોકોમાં મતદાનને લઈને હજુ સુધી એટલી બધી જાગૃતિ નથી આવી. ઘણા લોકો મતદાન નથી કરતા હોય છે અને તેમના હક્કને વેડફી નાખે છે. પણ માથાથી જોડાયેલી આ બન્ને બહેનોએ લોકોને અપિલ કરી છે કે લોકો પોતાના હક્કનો ઉપયોગ કરે અને મતદાન કરે. તેઓ માટે આ મતદાન ખાસ હતું કારણ કે તેમણે અલગ અલગ મતદાન કર્યું હતું. તેમને આનંદ છે કે ચૂંટણી પંચે તેમની મુશ્કેલી સમજીને તેમને બે
મતઆપવનો હક્ક આપ્યો છે.

image source

માથાથી જોડાયેલી આ બહેનો 23 વર્ષની છે. પહેલાં જ્યારે તેમને એક મતદાર કાર્ડ આપવામાં આવ્યું હતું ત્યારે તે બન્ને સાથે મળીને મત આપતી હતી. પણ હવે તે બન્ને અલગ અલગ મતદાન આપે છે. પણ અહીં સમસ્યા એ હતી કે આવી રીતે માથાથી એકબીજા સાથે જોડાયેલી બહેનોને જો મતદાનના અલગ અલગ હક્ક આપવામા આવશે તો મતદાનની ગોપનીયતાની શરત નહીં પળાય. પણ અહીં એ સમસ્યા નહોતી ઉભી થઈ શકી કારણ કે બન્ને બહેનોના માથા એકબીજાની વિરુદ્ધ દિશામાં જોડાયેલા છે.

આ બન્ને બહેનોના માથા ભલે એકબીજાથી જોડાયેલા છે પણ તે બન્નેના સ્વપ્નો અલગ અલગ છે. તે બન્નેની ઉંઘ પણ અલગ અલગ હોય છે. ક્યારેક સબા વહેલી ઉઠી જાય તો ક્યારેક ફરાહ ઉઠી જાય જે વહેલું ઉઠે તે બીજાને અવાજ કરીને ઉઠાડી દે. તેઓ મતદાન કરીને આવનારી સરકાર પાસે એવી ઇચ્છા રાખી રહ્યા છે કે બેરોજગારી દૂર થાય અને યુવાનોને રોજગાર મળી રહે. તેઓ એક એવી સરકાર ઇચ્છે છે કે જે યુવાનોનું સાંભળે અને ગરીબી દૂર કરે.

image source

એવું સાંભળવા મળ્યું છે કે સલમાન ખાને આ બન્નેને બહેનો બનાવી હતી, તેઓ મુંબઈ ગયા હતા ત્યારે  સલમાનને તેમણે રાખડી બાંધી હતી પણ તેમની ફરિયાદ છે કે સલમાન તેમની બહેનોને ભુલી ગયો. જો કે તેમ છતાં પણ તેઓ આજે પણ સલમાનની ફેન છે. તેઓ કહે છે કે તે બન્ને તો ક્યારેય પોતાના ભાઈ સલમાનને નહીં ભૂલે.

image source

તેમને સરકાર તરફથી પણ કેટલીક આર્થિક મદદ મળતી રહી છે તેવું તેમનુ કહેવું છે. બિહાર વિધાનસભાના અધ્યક્ષ જ્યારે પ્રો. જબીર હુસેન હતા ત્યારે તેમણે બન્ને બહેનોને લાખ રૂપિયા આપ્યા હતા તેમજ સલીમ પરવેઝ કે જેઓ ઉપાધ્યક્ષ હતા ત્યારે તેમણે બહેનોને 50 હજાર રૂપિયા અપાવ્યા હતા. તો પટના નગર નિગમ દ્વારા પણ તેમને એક દુકાન આપવામાં આવી હતી.

image source

આ બન્ને બહેનોનું માત્ર માથું જ એકબીજા સાથે જોડાયેલું છે બાકી તેમના, સ્વપ્નો, તેમની ઇચ્છો, તેમનું મન સાવ જ અલગ છે. પણ આ બધા વચ્ચે તેમણે એકબીજાની લાગણીઓનો ખૂબ ખ્યાલ રાખ્યો છે. એટલું જ નહીં બન્નેના શરીરમાં પણ ફરક છે. ફરાહ પાતળી છે તો સબા થોડું વધારે વજન ધરાવે છે. બન્નેને નિયમિત દવા લેવી પડે છે. તેમણે ઘણી બધી હોસ્પિટલની મુલાકાત લીધી છે ડોક્ટરોએ પણ કહ્યું છે કે બન્ને બહેનોને માથાથી અલગ કરી શકાય તેમ છે પણ ઓપરેશનમાં બની શકે કે એક બહેને જીવ ગુમાવવો પડે. અને માટે જ બન્ને બહેનોમાંથી એક પણ રાજી નથી થતું. બીજી બાજુ બન્ને બહેનોમાં માત્ર ફરાહ જ કીડની ધરાવે છે. જ્યારે સબા પાસે કિડની નથી. આવા સંજોગોમાં બન્ને બહેનો એકબીજાના સાથના સહારે જ જીવન પસાર કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત