Site icon News Gujarat

બ્લેક આઉટફિટમાં કહેર વરતાવી રહી છે અનુપમાં, દેશી લુક તમને બનાવી દેશે દીવાના

જાણીતી ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી લાંબી મજલ કાપી છે. તેણીએ તેના અભિનયથી સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકામાં પોતાને સારી રીતે ઘડી શકે છે.તાજેતરના સમયમાં તેણે ‘અનુપમા’ના નામથી ઘર-ઘરમાં એક ખાસ ઓળખ બનાવી છે. આવી સ્થિતિમાં, તેઓ વાસ્તવિક જીવનમાં તેના વિશે બધું જાણવા માટે બેતાબ છે.

image soucre

રૂપાલી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ઘણીવાર તેની અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક તેની ઇન્સ્ટા પોસ્ટ્સમાં જોવા મળે છે. દરમિયાન, હવે ફરી એકવાર રૂપાલીએ ચાહકો સાથે તેનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. આ વખતે તે બ્લેક કલરના લહેંગામાં ધૂમ મચાવી રહી છે.

આ ફોટામાં રૂપાલીએ ફ્રિલ્સ સાથે બ્લેક લહેંગા પહેરેલ જોવા મળે છે. આ સાથે તેણે ડાર્ક ગ્રીન કલરનો દુપટ્ટો પહેર્યો છે. તેણે ગોલ્ડન કલરનો નેકપીસ અને તેની સાથે ઈયરિંગ્સ પહેરી છે.

તેના લુકને પૂર્ણ કરવા માટે, રૂપાલીએ હળવો મેક-અપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના આ અવતારના ફેન્સ પણ દિવાના બની ગયા છે.

રૂપાલીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ટીવી શો ‘અનુપમા’માં જોવા મળે છે. આ શોને શરૂઆતથી જ દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. શોમાં આવતા દરેક ટ્વિસ્ટની સાથે દર્શકોની ઉત્સુકતા પણ તેના માટે વધવા લાગે છે.

image soucre

તમને જણાવી દઈએ કે ગયા વર્ષમાં જુલાઈ મહિનામાં શરૂ થયેલા અનુપમાં શોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને ટીઆરપી લિસ્ટમાં પણ આ શો હંમેશા ટોપ પર રહે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના લીડ રોલ કરી રહ્યા છે. એમાંય શોમાં માલવિકાની એન્ટ્રી થયા પછી શોમાં રોજે રોજ નવા નવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન જોવા મળે છે.

Exit mobile version