કાળા ઘઉં સાબિત થયા કાળુ સોનું, આ ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી

કાળા ઘઉં સાબિત થયા કાળુ સોનું – આ ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી

ખેતી એક પરંપરાગત અને વારસાગત વ્યવસાય છે. અને ઘણા ખેડૂતો વર્ષોજૂની રીતે જ ખેતી કરી રહ્યા છે તો વળી કેટલાક ખેડૂતોએ ટેક્નોલોજીનો અને પોતાની નવી વીચારસરણીનો ઉપયોગ કરીને ખૂબ પ્રગતિ કરી છે. આજે અમે તમને એવા જ એક યુવાન ખેડૂત વિષે જણાવવા જઈ રહ્યા છે જેની હાલ આખાએ દેશમાં ચર્ચા થઈ રહી છે.

image source

આ ખેડૂત મધ્ય પ્રેદશનો છે અને તેણે પોતાની સૂજબૂજથી પોતાના પાક કરતા ચાર ગણી વધુ કીંમત મેળવી છે. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં સિરસૌદા નામનું ગામ આવેલું છે. અને અહીંના યુવાન ખેડૂત વિનોદ ચૌહાણે પોતાની 20 વિઘાની જમીનમાં ઘઉંની ખેતી કરી છે. પણ જો તમે આ કોઈ સામાન્ય ઘઉં સમજી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે આ સામાન્ય ઘઉં નથી પણ કાળા ઘઉં છે.

image source

વિનોદે જ્યારે કાળા ઘઉં વાવવાનું સાહસ કર્યું ત્યારે તેના મનમાં અનેક પ્રકારના ભય હશે કે તે ઉગશે કે નહીં અને ઉગશે તો વેચાશે કે નહીં પણ જ્યારે પાક તૈયાર થયો ત્યારે તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો કારણ કે તેમના કાળા ઘઉં માટે લોકો તેમને દૂરના રાજ્યો પાસેથી ઓફરો મળી. સામાન્ય રીતે ઘઉંનો વર્ણ હળવા બદામી રંગનો હોય છે. પણ આ ઘઉં કાળા છે માટે તે દુર્લભ છે તેવું પણ કહી શકાય.

image source

વિનોદ ચૌહાણે પોતાની 20 વીઘાની ફળદ્રુપ જમીનમાં આશરે 5 ક્વિન્ટલ ઘઉંની વાવણી કરી હતી, તેમાંથી હાલ 200 ક્વિન્ટલ કાળા ઘઉંની ઉપજ થઈ છે. એટલે કે તેને કેટલાએ ગણી ઉપજ મળી છે. બીજી ખાસીયત એ છે કે આ કાળા ઘઉંમાં સામાન્ય ઘઉં કરતા પોષણ વધારે હોય છે તેમજ વિવિધ બિમારીઓ સામે લડવાના પણ તેનામાં ગુણ સમાયેલા છે. આ ઘઉંમા આયરનનું પ્રમાણ પણ વધારે હોય છે.

image source

વિનોદ ચૌહાણ પોતાના આ સાહસ વિષે જણાવે છે, ‘મેં મારી 20 વીઘાની જમીનમાં 25 હજાર રૂપિયાનું જોખમ લઈને આ કાળા ઘઉં વાવ્યા હતા. સામાન્ય ઘઉંની સરખામણીએ આ ખર્ચ થોડો વધારે છે. પણ કાળા ઘઉંમાં ઔષધિય ગુણો સમાયેલા છે, આ ઘઉં કેન્સર, મેદસ્વીતા, ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરના પેશન્ટને લાભ પહોંચાડે છે.’

image source

તેમના જણાવ્યા પ્રમાણે તેમની આ ઉપલબ્ધીને સોશિયલ મિડિયા દ્વારા સારી એવી એળખ મળી છે. અને તેના કારણે તેમને વિવિધ 12 રાજ્યોમાંથી પણ ઘઉં ખરીદવાની ઓફર મળી છે. અને તેમને સારુ વળતર પણ મળી રહ્યું છે. વિનોદ હવે પોતાના સાથી ખેડૂત મિત્રોને પણ કાળા ઘઉંની ખેતી માટે પ્રેરી રહ્યા છે.

image source

વિનોદને સામાન્ય ઘઉં કરતા આ ઘઉંની કીંમત ખૂબ મળી રહી છે. તેને પ્રતિ ક્વિન્ટલે સામાન્ય ઘઉં કરતા કાળા ઘઉંના બદલામાં 7-8 હજાર રૂપિયા વધુ મળી રહ્યા છે. કારણ કે સામાન્ય ઘઉંનો ભાવ 2 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે. આમ તે સામાન્ય ઘઉંની સરખામણીએ ચાર ગણી વધુ કિંમત મેળવી રહ્યા છે.

image source

એવું નથી કે ભારતમાં પહેલીવાર કાળા ઘઉંની ખેતી થઈ હોય. ખેતી નિષ્ણાત આર.એલ. જામરેએ જણાવ્યું કે આ પહેલાં કેટલાક ખેડૂતોએ પણ કાળા ઘઉનીં ખેતી કરી છે. અને આ વર્ષે કાળા ઘઉંનું ઉત્પાદન પણ વધ્યું છે. તેમનું કહેવું છે કે આ ઘઉં ડાયાબીટીસના દર્દી માટે લાભપ્રદ છે. તેમજ આ ઘઉં પાચન માટે પણ સરળ છે અને તેનો સ્વાદ પણ સામાન્ય ઘઉં કરતા અલગ નથી હોતો માટે લોકો તેને સરળતાથી અપનાવી પણ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત